Antilia Case: અનિલ દેશમુખના વકીલે સચિન વાજેને પૂછ્યા આ 7 સવાલ, વાંચો શું મળ્યો જવાબ

|

Dec 01, 2021 | 10:51 PM

સચિન વાજે એક સભ્યના ચાંદીવાલ તપાસ પંચ સમક્ષ હાજર થયા હતા. તેણે પંચને કહ્યું કે એન્ટિલિયા કેસમાં તેની ધરપકડ બાદ એનઆઈએની કસ્ટડીમાં વિતાવેલો સમય તેના જીવનનો સૌથી પીડાદાયક હતો.

Antilia Case: અનિલ દેશમુખના વકીલે સચિન વાજેને પૂછ્યા આ 7 સવાલ, વાંચો શું મળ્યો જવાબ
Sachin Waze (file image)

Follow us on

એન્ટિલિયા (Antilia) કેસમાં મહારાષ્ટ્ર (Maharashtra)ના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખના (Anil Deshmukh) વકીલ અનિતા કેસ્ટેલિનોએ બુધવારે બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાજે (Sachin Waze)ની ઊલટતપાસ કરી હતી. આ દરમિયાન વકીલ અનિતાએ સચિન વાજેને 7 પ્રશ્નો પૂછ્યા. જેમાં સચિન વાજેએ જવાબ આપ્યો હતો. આ કેસની આગામી સુનાવણી હવે 13 ડિસેમ્બરે થશે. કહેવામાં આવી રહ્યું છે કે કોર્ટમાં અનિલ દેશમુખ પણ હાજર હતા.

 

તમને જણાવી દઈએ કે મંગળવારે સચિન વાજેએ NIA પર ટોર્ચરનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું છે કે તપાસ એજન્સીએ તેની પાસે બળજબરીથી ઘણા દસ્તાવેજો પર સહી કરાવી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

વાંચો, સચિન વાજેએ 7 પ્રશ્નોના જવાબ આપ્યા…

વકીલ- મહારાષ્ટ્રમાં કેટલા API છે?
વાજેનો જવાબ – 5000

વકીલ- મુંબઈમાં કેટલા API છે?
વાજે- 2500

વકીલ- જ્યારે ગૃહમંત્રીએ કોઈ મામલામાં બ્રિફિંગ આપવું પડે ત્યારે કોણ કરે છે?
વાજે – તે ગૃહ પ્રધાન પર નિર્ભર છે.

વકીલ- તમે અનિલ દેશમુખને કયા હેતુથી મળ્યા હતા?
વાજે- હું સત્તાવાર કામ માટે અનિલ દેશમુખને મળ્યો હતો. મને ત્યારે પણ ઓફિશિયલ કામ માટે બોલાવવામાં આવ્યો હતો.

વકીલ- ક્યારેય બિનસત્તાવાર કામ માટે બોલાવવામાં આવ્યા છે?
વાજે – મને યાદ નથી

વકીલ- તમે કુંદન શિંદેને ઓળખો છો?
વાજે- હું અંગત રીતે જાણતો નથી પણ હું એટલું જાણું છું કે તે અનિલ દેશમુખના પીએ (પર્સનલ આસિસ્ટન્ટ) છે. મારું ક્યારેય કોઈ પર્સનલ ઈન્ટરેક્શન ન હતું.

 

વકીલ – મંત્રાલયમાં પ્રવેશવા માટે પોલીસ અધિકારીની શું પ્રક્રિયા છે?

વાજે- જ્યારે પોલીસ ઓફિસરને ખાસ બોલાવવામાં આવે છે, ત્યારે તે એન્ટ્રી કર્યા વગર જ જાય છે. પરંતુ જો તે પોતાના કામ માટે જાય છે તો સંબંધિત અધિકારી પાસેથી પરવાનગી લેવી પડશે. જ્યારે કોઈ મંત્રી કે અધિકારી પોલીસકર્મીને મંત્રાલયમાં બોલાવે છે ત્યારે તે વિભાગ તરફથી ગેટ પર સિક્યોરીટીને જાણ કરવામાં આવે છે, પરંતુ સિક્યોરીટી એન્ટ્રી કરે છે કે નહીં તે મને ખબર નથી.

 

સચિન વાજેએ NIA પર ટોર્ચરનો આરોપ લગાવ્યો છે

આ પહેલા મંગળવારે (30 નવેમ્બર) સચિન વાજેએ NIA પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું છે કે એનઆઈએની કસ્ટડીમાં તેના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. એટલું જ નહીં, સચિન વાજેનો આરોપ છે કે તપાસ એજન્સીએ તેમની પાસેથી બળજબરીથી ઘણા દસ્તાવેજો પર સહી કરાવી છે.

 

સચિન વાજે એક સભ્યના ચાંદીવાલ તપાસ પંચ સમક્ષ હાજર થયા હતા. તેણે પંચને કહ્યું કે એન્ટિલિયા કેસમાં તેની ધરપકડ બાદ એનઆઈએની કસ્ટડીમાં વિતાવેલો સમય તેના જીવનનો સૌથી પીડાદાયક હતો. એવો પણ આરોપ છે કે ઘણા દસ્તાવેજો પર દબાણ હેઠળ સહી કરાવવામાં આવી છે. મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખના વકીલ દ્વારા સિંગલ-મેમ્બર કમિશન સમક્ષ તેમની ઊલટતપાસમાં એક પ્રશ્નનો જવાબ આપતા વાજેએ આ દાવો કર્યો હતો.

 

શું છે એન્ટિલિયા કેસ, કેવી રીતે જોડાયું સચિન વાજેનું નામ

‘એન્ટીલિયા’ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરનું નામ છે. 25 ફેબ્રુઆરીના રોજ મુકેશ અંબાણીના ઘર ‘એન્ટિલિયા’ની બહાર વિસ્ફોટક ભરેલી કાર મળી આવી હતી, જેમાં 20 જિલેટીન સ્ટિક અને એક ધમકીભરી નોટ મળી આવી હતી. આ મામલાની તપાસ NIAને સોંપવામાં આવી હતી. મુંબઈ પોલીસની સાથે મહારાષ્ટ્ર સરકાર પણ આ મામલામાં ખુલ્લી પડે તેમ લાગી રહ્યું છે.

 

બીજી તરફ પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના આરોપો બાદ સવાલોના ઘેરા હેઠળ આવેલા અનિલ દેશમુખે 15 માર્ચે મહારાષ્ટ્રના ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. પરમબીર સિંહે આરોપ લગાવ્યો કે અનિલ દેશમુખે સચિન વાજેને 100 કરોડની વસૂલાત કરવાનો આદેશ આપ્યો હતો.

 

5 એપ્રિલે હાઈકોર્ટે અનિલ દેશમુખ સામે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. આ સાથે હાઈકોર્ટે 15 દિવસમાં તપાસ રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું. પરમબીર સિંહે 100 કરોડની વસૂલાત માટે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી દેશમુખ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી હતી.

 

 

આ પણ વાંચો :  Mumbai Rain: મુંબઈમાં શરૂ થયો વરસાદ, IMDએ જાહેર કર્યું યલો એલર્ટ, મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી

Next Article