Amravati Murder Case: ઉમેશ કોલ્હેના શરીરમાં ઊંડો ઘા મળી આવ્યો, મગજની નસ કાપવામાં આવી, શ્વસન માર્ગને પણ નુકસાન થયું, પોસ્ટમોર્ટમ રિપોર્ટથી થયો ખુલાસો

|

Jul 03, 2022 | 6:15 PM

અમરાવતીના (Amravati Murder Case) શ્યામ ચોક વિસ્તારમાં 21 જૂનની રાત્રે કેમિસ્ટ ઉમેશની હત્યા કરવામાં આવી હતી. રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ ઉમેશ તેની દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન બાઇક પર સવાર લોકોએ તેનું ગળું કાપી નાખ્યું હતું.

Amravati Murder Case: ઉમેશ કોલ્હેના શરીરમાં ઊંડો ઘા મળી આવ્યો, મગજની નસ કાપવામાં આવી, શ્વસન માર્ગને પણ નુકસાન થયું, પોસ્ટમોર્ટમ રિપોર્ટથી થયો ખુલાસો
Chemist Umesh murdered in Amravati (file photo)

Follow us on

અમરાવતી હત્યાકાંડમાં (Amravati Murder Case) મોટો ખુલાસો થયો છે. કેમિસ્ટ ઉમેશ કોલ્હેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શરીર પર ઈજા હોવાનું બહાર આવ્યું છે. ઉમેશ કોલ્હેના શરીરમાં 7 ઈંચ પહોળો અને 5 ઈંચ ઊંડો ઘા મળી આવ્યો છે. આ સાથે તેની અન્ન નળી અને મગજની નસ પણ કપાયેલી જોવા મળી છે. છરી વડે હુમલામાં તેની શ્વાસની નળી અને આંખની નસને પણ નુકસાન થયું હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. જેના કારણે તેનું મોત થયું હતું. અમરાવતીના શ્યામ ચોક વિસ્તારમાં ઘંટાઘર પાસે 21 જૂનની રાત્રે કેમિસ્ટ ઉમેશની છરી વડે હત્યા કરવામાં આવી હતી.

રાત્રે સાડા દસ વાગ્યાના આસપાસ ઉમેશ તેની દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન બાઇક પર સવાર લોકોએ તેનું ગળું કાપી નાખ્યું હતું. હોસ્પિટલમાં લાવવામાં આવતા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે સ્વીકાર્યું છે કે કેમિસ્ટ ઉમેશને નૂપુર શર્માના સમર્થનમાં સ્ટેટસ લગાવવા બદલ મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.

ઉમેશ કોલ્હેના હત્યારાઓ મજૂર છે

રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યાની તર્જ પર અમરાવતીના ઉમેશ કોલ્હેની હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં માસ્ટર માઈન્ડ સહિત 7 લોકોની ધરપકડ કરી છે. શનિવારે રાત્રે પોલીસે ઈરફાન ખાન નામના સાતમા આરોપીની ધરપકડ કરી હતી. મુદાસિર અહેમદ (22), શાહરૂખ પઠાણ (25), અબ્દુલ તૌફીક (24) શોએબ ખાન (22) અને અતીબ રાશીદ (22), જેમની પોલીસે કેમિસ્ટની હત્યા કેસમાં ધરપકડ કરી છે, તે તમામ દૈનિક વેતન મજૂર છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ઉમેશ કોલ્હેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો

સિટી કોતવાલી પોલીસ સ્ટેશનના એક અધિકારીનું કહેવું છે કે માસ્ટરમાઇન્ડ ઈરફાન ખાને આ પાંચ લોકોને 10 હજાર રૂપિયા આપવાનું વચન આપીને ઉમેશની હત્યા કરાવી હતી. ઈરફાને આ લોકોને કારમાં સુરક્ષિત રીતે ભાગી જવા માટે મદદ કરવાનું વચન પણ આપ્યું હતું. પરંતુ આ તમામ આરોપીઓ હવે પોલીસની કસ્ટડીમાં છે. અમરાવતીમાં દવાની દુકાન ચલાવતા ઉમેશ કોલ્હેએ કથિત રીતે નુપુર શર્માના સમર્થનમાં કેટલાક વોટ્સએપ ગ્રુપમાં એક પોસ્ટ શેર કરી હતી. ઉમેશે ભૂલથી આ પોસ્ટ એક વોટ્સએપ ગ્રુપમાં મોકલી હતી જેમાં અન્ય સમુદાયના સભ્યો પણ હતા. અધિકારીના જણાવ્યા અનુસાર ઈરફાને કથિત રીતે ઉમેશની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. ઉમેશના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘણી જગ્યાએ ઈજાઓ હોવાનું સામે આવ્યું છે.

Published On - 5:20 pm, Sun, 3 July 22

Next Article