Maharashtra Corona Update : મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26,672 કેસ, 594 લોકોના મૃત્યુ

|

May 23, 2021 | 10:35 PM

મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોના વાયરસના 30 હજારથી ઓછા કેસ નોંધાયા છે. જો કે રાજ્યમાં કોરોનાથી લોકોના મૃત્યુ હજુ પણ ચિંતાનો વિષય છે. જેમાં રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 26,672 નવા કેસ નોંધાયા છે

Maharashtra Corona Update : મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26,672 કેસ, 594 લોકોના મૃત્યુ
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26,672 કેસ

Follow us on

Maharashtra Corona Update :  મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોના વાયરસના 30 હજારથી ઓછા કેસ નોંધાયા છે. જો કે રાજ્યમાં કોરોનાથી લોકોના મૃત્યુ હજુ પણ ચિંતાનો વિષય છે. જેમાં રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 26,672 નવા કેસ નોંધાયા છે જયારે કોરોનાના લીધે 594 લોકોએ જીવ ગુમાવ્યો હતો. રાજ્યમાં નવા કેસો પછી ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 55,79,897 થઈ ગઈ છે. જ્યારે મહારાષ્ટ્રમાં કોરોના સક્રિય કેસ હાલમાં 3,48,395 છે.

મુંબઈમાં 24 કલાકમાં 1431 કોરોના પોઝિટિવ કેસ

Maharashtra ની રાજધાની મુંબઈની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અહીં 1431 કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જ્યારે આ દરમ્યાન વધુ 1,470 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 6,52,686 લોકો કોરોનાથી સાજા થયા છે. જ્યારે મુંબઇમાં અત્યારે 28,410 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

જૂનથી રસીકરણ અભિયાનને વેગ મળશે: ઠાકરે

આ દરમ્યાન Maharashtra ના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જૂનથી પર્યાપ્ત સંખ્યામાં રસી આવ્યા બાદ રસીકરણ અભિયાનને ગતિ પ્રાપ્ત થશે. આ ઉપરાંત કોરોનાની ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે પીડીયાટ્રિક્સ કોવિડ -19 તાલીમ વર્કશોપનું ઉદઘાટન કરતા ઠાકરેએ જણાવ્યું હતું કે તેમની સરકાર સતત રસી પુરવઠાના મુદ્દા પર ચર્ચા કરી રહી છે, તેમજ 18-44 વય જૂથના લોકોને 12 કરોડ ડોઝની એક સાથે રકમ ચૂકવણી કરવા તૈયાર છે. રાજ્યની કુલ વસ્તીમાં આ વય જૂથના 60 કરોડ લોકો છે. મુખ્ય પ્રધાને કહ્યું કે, મને ખાતરી છે કે જૂન પછી સપ્લાય સરળ બન્યા બાદ રસીકરણ અભિયાનને વેગ મળશે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,59,551 નવા કેસ

ઉલ્લેખનીય છે કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,59,551 નવા કેસ નોંધાયા છે. જ્યારે 4209 લોકોનાં કોરોનાના લીધે મૃત્યુ થયા છે. જયારે દેશમાં અત્યાર સુધી 2, 91 331 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 357295 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે આજદિન દેશમાં કોરોના રસીના 19 કરોડથી વધુ ડોઝ મુકવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં પણ  બ્લેક ફંગસના કેસ સામે આવ્યા

દેશમાં કોરોનાની સાથે જીવલેણ બ્લેક ફંગસનું સંકટ ઘેરાયું છે. અત્યાર સુધીમાં આ રોગના કુલ 7251 કેસ નોંધાયા છે. તેમાંથી 219 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રમાં પણ  બ્લેક ફંગસના કેસ સામે આવ્યા છે. કોરોનાની બીજી લહેર દરમ્યાન જોવા મળેલી આ પ્રકારની બીમારી ધીરે ધીરે લોકો માટે ઘાતક બની રહી છે.

Published On - 10:25 pm, Sun, 23 May 21

Next Article