Loudspeaker Row: મુંબઈની 2 મસ્જિદોમાં લાઉડસ્પીકર અવાજના નિયમનું પાલન ન થયું, ટ્રસ્ટીઓ સામે નોંધાયો કેસ

|

May 07, 2022 | 11:57 PM

પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગુરુવારે સવારે બાંદ્રાની નૂરાની મસ્જિદમાં લાઉડસ્પીકર પર અઝાન આપવામાં આવી હતી. મુંબઈ પોલીસે એક દિવસ પહેલા જ સવારે 6 વાગ્યા પહેલા લાઉડસ્પીકર ન વગાડવાની સૂચના આપી હતી.

Loudspeaker Row: મુંબઈની 2 મસ્જિદોમાં લાઉડસ્પીકર અવાજના નિયમનું પાલન ન થયું, ટ્રસ્ટીઓ સામે નોંધાયો કેસ
Loudspeaker Row

Follow us on

મુંબઈમાં 2 મસ્જિદોના ટ્રસ્ટીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.આ કેસ લાઉડસ્પીકર (Loudspeaker)ના ડેસિબલ નિયમનું પાલન ન કરવા બદલ નોંધવામાં આવ્યો છે. બાંદ્રામાં નુરાની મસ્જિદ અને સાંતાક્રુઝના લિંક રોડ પર કબ્રસ્તાન મસ્જિદના ટ્રસ્ટીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે (Mumbai Police) આ કાર્યવાહી કરી છે. IPCની કલમ 188 અને મહારાષ્ટ્ર પોલીસ એક્ટની કલમ (37)(1), (3)135 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત, ધ્વનિ પ્રતિબંધ 1951 સંબંધિત કલમ (33) આર (3) હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે. આ બંને મસ્જિદોના ટ્રસ્ટ પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના આદેશનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જો સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાનું હોય તો તેનો અવાજ ડેસિબલના લેવલથી વધુ ન હોવો જોઈએ. મુંબઈ પોલીસના મતે સંબંધિત નિયમનું પાલન કરવું જરૂરી છે. પરંતુ આ બંને મસ્જિદોએ તે નિયમનું પાલન કર્યું નથી.

સવાર અને બપોર પછી ભૂલનું પુનરાવર્તન, મુંબઈ પોલીસ એક્શનમાં આવી ગઈ

પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગુરુવારે સવારે બાંદ્રાની નૂરાની મસ્જિદમાં લાઉડસ્પીકર પર અઝાન આપવામાં આવી હતી. મુંબઈ પોલીસે એક દિવસ પહેલા જ સવારે 6 વાગ્યા પહેલા લાઉડસ્પીકર ન વગાડવાની સૂચના આપી હતી. તેમ છતાં સંબંધિત મસ્જિદમાં લાઉડસ્પીકર પર અઝાન વગાડવામાં આવી હતી. આ પછી પણ સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન કરીને બપોરના સમયે લાઉડસ્પીકર પર મોટા અવાજે હોબાળો કરવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

દરમિયાન, આ બાબતે મસ્જિદના ટ્રસ્ટ અને પોલીસ વચ્ચે ચર્ચા થઈ હતી. મુંબઈ પોલીસે તેમને સમજાવ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવું સૌથી મહત્વપૂર્ણ છે. સવારની અઝાન માટે મસ્જિદો દ્વારા લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે આખા દિવસ દરમિયાન અઝાનના અવાજના ડેસિબલના સ્તરને ધ્યાનમાં રાખવું પણ મહત્વપૂર્ણ છે. પરંતુ આ બંને મસ્જિદોએ આ નિયમોનું પાલન કર્યું ન હતું. આ મસ્જિદોના ટ્રસ્ટોએ ભવિષ્યમાં નિયમોનું પાલન કરવાની સંમતિ આપી છે અને પોતાની ભૂલો સ્વીકારી છે.

Next Article