LOCKDOWN IN MAHARASHTRA : સર્વદલીય બેઠકમાં CM ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, હવે LOCKDOWN સિવાય કોઈ ઉપાય નથી

MAHARASHTRA : મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના ચેપને રોકવા માટે શનિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સર્વદલીય બેઠકમાં કહ્યું હતું કે LOCKDOWN સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. 12 થી 15 એપ્રિલ સુધી પરિસ્થિતિ વધુ વણસશે.

LOCKDOWN IN MAHARASHTRA : સર્વદલીય બેઠકમાં CM ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, હવે LOCKDOWN સિવાય કોઈ ઉપાય નથી
FILE PHOTO : CM Uddhav Thackeray
Follow Us:
| Updated on: Apr 10, 2021 | 8:01 PM

LOCKDOWN IN MAHARASHTRA : મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા માટે શનિવારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સર્વપક્ષીય બેઠકમાં કહ્યું હતું કે LOCKDOWN સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. મહારાષ્ટ્રને કડક લોકડાઉનની જરૂર છે. 12 થી 15 એપ્રિલ સુધી પરિસ્થિતિ વધુ વણસશે. કોરોનાની સાંકળ તોડવી જરૂરી છે. કોરોના વેક્સીન આપ્યા બાદ પણ લોકો કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન કરવું જરૂરી છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે આગામી 2 દિવસમાં મહારાષ્ટ્રમાં લોકડાઉન કરવાનો નિર્ણય જાહેર કરશે.

બે થી ત્રણ અઠવાડિયા સુધી લાગી શકે છે લોકડાઉન મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સર્વપક્ષીય બેઠકમાં કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં 8 દિવસ માટે કડક પ્રતિબંધો લાગુ થઈ શકે છે. પ્રતિબંધો ધીમે ધીમે હળવા કરી શકાય છે. અ સાથે જ રસીકરણની ગતિ વધારવી પડશે. બેઠકમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ટેસ્ટીંગની સંખ્યા વધારવી જોઈએ.

મહારાષ્ટ્રમાં દરરોજ કોરોના ચેપના 55 હજારથી વધુ નવા કેસ આવી રહ્યા છે. કોરોનાને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્યપ્રધાને બે થી ત્રણ અઠવાડિયા સુધી મહારાષ્ટ્રમાં સંપૂર્ણ LOCKDOWNનો અમલ કરવાનો સંકેત આપ્યો છે. રાજ્યના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ કહ્યું કે કોરોનાના વધતા જતા કેસોના પગલે રાજ્યમાં ટૂંક સમયમાં પરિસ્થિતિ સતત બગડતી રહે તો જલ્દીથી બે થી ત્રણ અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની જરૂર પડશે.

ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ

30 એપ્રિલ સુધી લાગુ છે વિકેન્ડ લોકડાઉન અને નાઈટ કર્ફ્યુ રાજ્યમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે 30 એપ્રિલ સુધી વિકેન્ડ લોકડાઉન અને નાઈટ કર્ફ્યુ સહિત અન્ય પ્રતિબંધો લાગુ કર્યા હતા. આ અંતર્ગત શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધી પ્રતિબંધો લાગુ કરવામાં આવશે. આ સમય દરમિયાન તમામ આવશ્યક સેવાઓની છૂટ આપવામાં આવી છે. મેડીકલ શોપ્સ અને દૂધ કેન્દ્રો સિવાય અન્ય તમામ દુકાનો અને વ્યવસાયિક મથકો બંધ રહેશે. લોકો હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં ફૂડ પાર્સલ મેળવવા માટે નહીં જઈ શકે. વિદ્યાર્થીઓને વાલીઓ સાથે પરીક્ષા આપવાની છૂટ છે.

વિકેન્ડ લોકડાઉન મળ્યો સારો પ્રતિસાદ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને અંકુશમાં રાખવા માટે લાદવામાં આવેલા વિકેન્ડ લોકડાઉન સારો પ્રતિસાદ મળ્યો છે અને મુંબઇ, પુણે, ઔરંગાબાદ અને નાગપુર સહિત રાજ્યના મોટાભાગના ભાગોમાં રસ્તાઓ અને બજારો સુમસાન દેખાયા હતા. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી. મુંબઇના કેટલાક બજારો સહિત રાજ્યના કેટલાક સ્થળોએ, લોકો એક સ્થળે મોટી સંખ્યામાં એકઠા થઈ રહ્યા હતા અને સામાજિક અંતર અને અન્ય નિયમો તોડતા જોવા મળ્યા હતા. રાજ્યમાં પ્રથમ વિકેન્ડ લોકડાઉન શુક્રવારે રાત્રે આઠ વાગ્યે શરૂ થયું હતું અને સોમવારે સવારે સાત વાગ્યા સુધી ચાલુ રહેશે.

Latest News Updates

રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
g clip-path="url(#clip0_868_265)">