Mumbai માં લેવલ -3 કેટેગરીનું અનલોક, જાણો શું ખુલશે, શું બંધ રહેશે અને કેટલી મળશે છૂટ

|

Jun 05, 2021 | 8:44 PM

Mumbai: મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન(BMC)એ 'બ્રેક ધ ચેઇન' અંતર્ગત અનલોક કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજ્ય સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ પ્રતિબંધોને ઘટાડીને Mumbai માં લેવલ 3 કેટેગરીમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. ફક્ત આવશ્યક સેવાઓમાં કાર્યરત કર્મચારીઓ જ સ્થાનિક ટ્રેનોમાં મુસાફરી કરી શકશે.

Mumbai માં લેવલ -3 કેટેગરીનું અનલોક, જાણો શું  ખુલશે, શું બંધ રહેશે અને કેટલી મળશે છૂટ
Mumbai માં લેવલ -3 કેટેગરીનું અનલોક

Follow us on

Mumbai: મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન(BMC)એ ‘બ્રેક ધ ચેઇન’ અંતર્ગત અનલોક કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજ્ય સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ પ્રતિબંધોને ઘટાડીને Mumbai માં લેવલ 3 કેટેગરીમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. ફક્ત આવશ્યક સેવાઓમાં કાર્યરત કર્મચારીઓ જ સ્થાનિક ટ્રેનોમાં મુસાફરી કરી શકશે. જ્યારે મહિલાઓ પરનો સામાન્ય પ્રતિબંધ અમલમાં રહેશે. આ સિવાય લેવલ 3 માં આપેલ સમાન નિયમો લાગુ રહેશે.

બાયો બબલ સાથે શૂટિંગ સાંજે 5 વાગ્યા સુધી માન્ય

Mumbai ને લેવલ 3 માં મૂકવામાં આવ્યું છે. જેમાં બપોરના 4 વાગ્યા સુધી દુકાનો, રેસ્ટોરન્ટ ખુલી રહેશે. જ્યારે સાંજે 4 વાગ્યા પછી, પાર્સલ (ડિલિવરી) હોટલ અને રેસ્ટોરન્ટમાંથી પ્રાપ્ત થશે. જેમાં મોલ્સ ખુલશે નહીં. તેમજ બાયો બબલ સાથે શૂટિંગ સાંજે 5 વાગ્યા સુધી માન્ય છે તેના પછી કોઈ અવર જવર માન્ય રહેશે નહીં. જ્યારે મુંબઇ એરપોર્ટ પર મુસાફરોએ 48 કલાક પહેલાનો RTPCRનેગેટિવ રિપોર્ટ બતાવવો જરૂરી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સિનેમા હોલ અને જીમ મુંબઈમાં બંધ રહેશે

બીએમસી(BMC)ની નવી અનલોક ગાઇડલાઇન્સ પ્રમાણે સિનેમા હોલ અને જીમ મુંબઈમાં બંધ રહેશે. જ્યારે આવશ્યક સેવાઓની દુકાનો તમામ દિવસોએ સાંજના 4 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. આ સિવાય જરૂરી સેવાઓ સિવાયની દુકાનો માત્ર કામકાજના દિવસોમાં જ ખુલશે. તેમને બપોરે 4 વાગ્યા સુધી જ ખોલવાની છૂટ છે.

ખાનગી કચેરીઓમાં  50 ટકા કર્મચારીઓને આવવાની છૂટ

બીએમસી(BMC)ની માર્ગદર્શિકા અનુસાર હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં જમવા માટે અને પછી હોમ ડીલીવરી માટે બપોરના 4 વાગ્યા સુધી છૂટ છે. પરંતુ કર્મચારીઓ 50 ટકા જ રહેશે. આ ઉપરાંત સરકારી અને ખાનગી કચેરીઓમાં પણ 50 ટકા કર્મચારીઓને આવવાની છૂટ છે. ગ્રાઉન્ડ ખુલ્લી જગ્યા, જોગિંગ, વોકિંગ સવારે 5 થી 9 સુધી કરી શકાય છે.

20 લોકો અંતિમ સંસ્કારમાં  શામેલ થઈ  શકશે

માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે ખાનગી કચેરીઓ બપોરના 4 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. આ ઉપરાંત માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે લગ્ન સમારોહમાં 50 લોકોને મંજૂરી આપવામાં આવશે જ્યારે 20 લોકો અંતિમ સંસ્કારમાં શામેલ થઈ  શકશે . સાંસ્કૃતિક કાર્યક્રમને 50% ક્ષમતા સાથે કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ કાર્યક્રમો બપોરે 4 વાગ્યા સુધી જ કરી શકાશે.

Next Article