JAIL TOURISM: હવે શોખથી ખાઈ શકશો આ રાજ્યમાં જેલની રોટલી, જોકે નહી કરવો પડે એના માટે ગુનો

|

Jan 25, 2021 | 5:27 PM

JAIL TOURISM : આપણા મનમાં જેલને લઈને એક ખરાબ છાપ જ છે. સમાજમાં જે લોકોએ કોઈ ગુનો કર્યો હોય તે લોકોને જેલ(JAIL) માં રાખવામાં આવે છે. જે લોકો જેલમાં જાય છે તેની સમાજમાં બદનામી થઇ જાય છે.

JAIL TOURISM: હવે શોખથી ખાઈ શકશો આ રાજ્યમાં જેલની રોટલી, જોકે નહી કરવો પડે એના માટે ગુનો

Follow us on

JAIL TOURISM: આપણા મનમાં જેલને લઈને એક ખરાબ છાપ જ છે. સમાજમાં જે લોકોએ કોઈ ગુનો કર્યો હોય તે લોકોને જેલ(JAIL) માં રાખવામાં આવે છે. જે લોકો જેલમાં જાય છે તેની સમાજમાં બદનામી થઇ જાય છે. પરંતુ હવે ‘જેલમાં જવા’ અંગે લોકોનો અભિગમ બદલાશે. હવે લોકો શોખ સાથે જેલમાં જઈ શકશે અને જેલની રોટલી પણ ખાઇ શકશે. જેલમાં જવા માટે લોકોને કોઈ ગુનો કરવો પડશે નહીં.

મહારાષ્ટ્ર સરકાર દ્વારા જેલ ટુરિઝમને( JAIL TOURISM)લઈને એક નવી યોજના બનાવી છે. આ યોજના 26 જાન્યુઆરીના રોજ શરૂ થશે. પ્રજાસત્તાક દિવસે (REPUBLIC DAY) મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર (AJIT PAWAR) મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખની (ANIL DESHMUKH) હાજરીમાં પુણેમાં(PUNE) યરવાડા જેલ ‘જેલ ટૂરિઝમ’ થી શરૂઆત કરશે.
અનિલ દેશમુખના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં જેલ ટૂરિઝમ પૂણેની યરવાડા જેલથી શરૂ કરવામાં આવશે. આ જેલ આઝાદી પહેલા અને પછીની અનેક ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી રહી છે. રાજ્યના અધિક પોલીસ મહાનિરીક્ષક અને જેલના મહાનિરીક્ષક સુનીલ રામાનંદના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રની ઘણી જેલો સ્વતંત્રતા ચળવળની સાક્ષી રહી છે. તે સમયની યાદો પણ આ જેલોમાં સંગ્રહિત છે.

પૂનાની યરવાડા જેલ આઝાદીની લડત દરમિયાન ખૂબ પ્રખ્યાત રહી છે. 1922માં બ્રિટીશ સરકારના વિરોધમાં લેખ લખવાના આરોપસર મહાત્મા ગાંધીને સાબરમતી આશ્રમમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ બાદ ગાંધીજીને યરવાડા જેલમાં રાખવામાં આવ્યા હતા. આ પછી ગાંધીજીને 1932માં મુંબઇ (તે સમયે બોમ્બે) થી ધરપકડ કરવામાં આવી અને તેમને યરવાડા જેલમાં રાખવામાં આવ્યા. આ જેલમાં તેમણે ‘ફોર્મ યરવડા મંદિર’ નામનું પુસ્તક પણ લખ્યું હતું.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

યરવડા જેલમાં મહાત્મા ગાંધી ઉપરાંત લોકમાન્ય બાલ ગંગાધર તિલક, જવાહર લાલ નેહરુ, મોતી લાલ નેહરુ, સરદાર પટેલ, વાસુદેવ બળવંત ફાડકે, ચાફેકર બંધુ જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓને રાખવામાં આવ્યા હતા. મહાત્મા ગાંધીની બેરેકને આ જેલમાં ખાસ રાખવામાં આવી છે. અહીં કેદીઓ માટે વર્ષનો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. જેમાં ગાંધીજીના વિચારો વિશે માહિતી આપવામાં આવે છે.

1992નાં મુંબઇ બ્લાસ્ટ દરમિયાન ઘરે શસ્ત્રો રાખવા બદલ દોષિત ઠરેલા અભિનેતા સંજય દત્તને પણ આ જ જેલમાં લાંબા સમય પસાર કરવો પડ્યો હતો. આ જેલમાં સંજય દત્ત કેદી નંબર સી -15170 તરીકે ઓળખાતા હતા. મુંબઈ પર હુમલો કરવા આવેલા પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને આ જેલમાં ફાંસી આપવામાં આવી હતી.

Next Article