મુંબઈમાં બનશે દેશની પ્રથમ અંડરવોટર સી ટનલ, દરિયાની નીચે તેજ ગતિથી પસાર થશે બુલેટ ટ્રેન

|

Sep 24, 2022 | 12:27 PM

મળતી માહિતી અનુસાર રાજ્યમાં સરકાર બદલાયા બાદ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન (Mumbai-Ahmedabad bullet train) પ્રોજેક્ટ પર કામ ઝડપી ગતિએ શરૂ થઈ ગયું છે. આ કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના છે.

મુંબઈમાં બનશે દેશની પ્રથમ અંડરવોટર સી ટનલ, દરિયાની નીચે તેજ ગતિથી પસાર થશે બુલેટ ટ્રેન
મુંબઇમાં બનશે દેશની પ્રથમ અંડરવોટર સી ટનલ

Follow us on

મુંબઈમાં (Mumbai) દેશની પ્રથમ અંડરવોટર સી ટનલ (Underwater Sea Tunnel) બનવા જઈ રહી છે. આ માટે દરિયાની નીચે એક ટનલ બનાવવામાં આવશે અને તેની અંદરથી (Bullet Train) દોડાવવામાં આવશે. આ સમાચાર વાંચતા જ જો તમે અંડરગ્રાઉન્ડ મેટ્રોમાં દિલ્હી અથવા કોલકાતામાં ક્યાંક મુસાફરી કરી હોય તો જમીનની નીચેની ટનલ યાદ આવી જશે. જો કે આ ટનલ જમીનની નહીં પણ સમુદ્રની નીચે હશે. નેશનલ હાઈ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ આ માટે ટેન્ડર મગાવ્યા છે. આ અન્ડરવોટર સી ટનલ મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ અને થાણેના શેલફાટા નજીકના અંડરગ્રાઉન્ડ સ્ટેશન વચ્ચે બનાવવામાં આવશે.

NHSRCLએ જે ટનલ માટે ટેન્ડર મગાવ્યા છે. આ ટનલની લંબાઈ 7 કિમી હશે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલવે કોરિડોર માટે 21 કિલોમીટરની ટનલ બનાવવામાં આવશે. તેમાંથી સાત કિલોમીટરનું અંતર અંડરવોટર સી ટનલ દ્વારા કાપવામાં આવશે.

બુલેટ ટ્રેનના કામને બુલેટની ઝડપ મળી

મળતી માહિતી અનુસાર રાજ્યમાં સરકાર બદલાયા બાદ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ ઝડપી ગતિએ શરૂ થઈ ગયું છે. આ કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના છે. હવે મહારાષ્ટ્ર પણ ભાજપ અને શિંદે જૂથની સરકાર છે. જેના કારણે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંકલનથી આ કેન્દ્રનો પ્રોજેક્ટ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે. ઝડપથી ટેન્ડરો બહાર પાડવામાં આવી રહ્યા છે. બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ અને શિલફાટા વચ્ચેની આ અંડરવોટર સી ટનલ માટે સર્વેક્ષણ અને અન્ય પ્રારંભિક કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

દરિયાની નીચે ટનલ બનાવવામાં આવશે

દરિયાની નીચે સાત કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવશે. આ પ્રકારની આ દેશની પ્રથમ અંડરવોટર સી ટનલ હશે. ટેન્ડરમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આ ટનલ બોરિંગ મશીન (TBM) અને ન્યૂ ઑસ્ટ્રિયન ટનલિંગ મેથડ (NTM)નો ઉપયોગ કરીને બનાવવામાં આવશે. આ પ્રકારની દેશની પ્રથમ અંડરવોટર સી ટનલ મુંબઈમાં બનવા જઈ રહી છે.

114 મીટર નીચે એક ટનલ હશે

NHRCL મુજબ આ દરિયાઈ ટનલ 13.1 મીટર વ્યાસ અને સિંગલ ટ્યુબ ટ્વીન ટ્રેકની હશે. જેમાં 37 જગ્યાએ 39 ઈન્સ્ટ્રુમેન્ટ રૂમ તૈયાર કરવામાં આવશે. કુલ 21 કિમીની અંડરગ્રાઉન્ડ ટનલ તૈયાર કરવામાં આવી રહી છે, જેમાંથી 7 કિમી અંડરગ્રાઉન્ડ સી ટનલ હશે. તેમાંથી ત્રણ ટનલ બોરિંગ મશીન (TBM)નો ઉપયોગ લગભગ 16 કિમીની ટનલ તૈયાર કરવા માટે કરવામાં આવશે અને બાકીના 5 કિમી માટે ન્યૂ ઑસ્ટ્રિયન ટનલિંગ મેથડ (NATM)નો ઉપયોગ કરવામાં આવશે. આ ટનલ જમીનની નીચે લગભગ 25થી 65 મીટર હશે. આ ટનલ શિલફાટા પાસે પારસિક ટેકડીથી 114 મીટર નીચે બનાવવામાં આવશે.

Next Article