Maharashtra: શિવસેનાના નેતા યશવંત જાધવના મુંબઈ સ્થિત ઘરે સતત ત્રીજા દિવસે પણ ઈન્કમ ટેક્સના દરોડા, જાણો કાર્યવાહીમાં શું હાથ લાગ્યું ?

આવકવેરા વિભાગે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની સ્થાયી સમિતિના અધ્યક્ષ અને શિવસેનાના નેતા યશવંત જાધવ અને તેમના નજીકના લોકોના ઘરો અને મિલકતો પર સતત ત્રીજા દિવસે દરોડા પાડવાનું ચાલુ રાખ્યુ.

Maharashtra: શિવસેનાના નેતા યશવંત જાધવના મુંબઈ સ્થિત ઘરે સતત ત્રીજા દિવસે પણ ઈન્કમ ટેક્સના દરોડા, જાણો કાર્યવાહીમાં શું હાથ લાગ્યું ?
Shiv Sena Leader Yashwant Jadhav
| Edited By: | Updated on: Feb 28, 2022 | 12:11 AM

આવકવેરા વિભાગે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની સ્થાયી સમિતિના અધ્યક્ષ અને શિવસેનાના નેતા યશવંત જાધવ (Yashwant Jadhav) અને તેમના નજીકના લોકોના ઘરો અને મિલકતો પર સતત ત્રીજા દિવસે દરોડા (Income Tax Raids) પાડવાનું ચાલુ રાખ્યુ. આ કાર્યવાહીમાં આવકવેરા વિભાગના અધિકારીઓએ અત્યાર સુધીમાં કેટલાક મહત્વપૂર્ણ કાગળો, દસ્તાવેજો અને બે કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. મહારાષ્ટ્રમાં વિપક્ષ લાંબા સમયથી જાધવ દ્વારા પસાર કરવામાં આવેલા BMCના તમામ ટેન્ડરના ઓડિટની માગ કરી રહ્યા છે. તમામ ટેન્ડર BMCની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના આદેશથી જ પસાર કરવામાં આવે છે અને તેમને સંબંધિત ચુકવણી મંજૂર કરવામાં આવે છે. યશવંત જાધવ BMCની સ્થાયી સમિતિના અધ્યક્ષ છે અને આ કેસોમાં ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યા છે.

આવકવેરા વિભાગના અધિકારીઓએ શુક્રવારે સવારે 5:30 વાગ્યે મઝગાંવ સ્થિત યશવંત જાધવના ઘરે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન યશવંત જાધવની ઘરે પણ પૂછપરછ શરૂ થઈ હતી. અધિકારીઓએ જાધવના ઘરેથી ઈલેક્ટ્રોનિક દસ્તાવેજો અને કાગળો જપ્ત કર્યા હતા.

શનિવારે પણ આવકવેરા વિભાગના અધિકારીઓએ દરોડા પાડવાનું ચાલુ રાખ્યુ હતું. આ દરોડામાં આવકવેરા વિભાગના અધિકારીઓએ દસ્તાવેજો અને કાગળો સિવાય બે કરોડ રોકડ પણ જપ્ત કરી છે. રવિવારે જપ્ત કરાયેલા દસ્તાવેજોના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગના અધિકારીઓની તપાસ અને પૂછપરછ હજુ ચાલુ છે.

સંજય રાઉતે કહ્યું, ‘કંઈ નહી મળે  શોધતા રહી જશો’

સતત ત્રીજા દિવસે યશવંત જાધવના ઘર અને તેમના નજીકના લોકોના ઠેકાણાં પર દરોડાના મુદ્દે રવિવારે પત્રકારોએ શિવસેનાના સાંસદ સંજય રાઉતની પ્રતિક્રિયા જાણવા માંગી. સંજય રાઉતે કહ્યું, ‘મને લાગે છે કે માત્ર મહારાષ્ટ્રમાં જ આવક છે અને ટેક્સ છે. ભાજપ શાસિત રાજ્યોમાં કોઈ આવક પણ નથી અને ટેક્સ પણ નથી. મહારાષ્ટ્રમાં નગરપાલિકાની ચૂંટણી આવી ગઈ છે. એટલા માટે કેન્દ્રીય તપાસ એજન્સીઓએ મહારાષ્ટ્રમાં જ કામ છે. જે શોધવા માંગે છે તે તેમને શોધવા દો, શોધતા જ રહી જશો.

‘BMC ની ચૂંટણી છે, તેથી ભાજપનું દબાણ છે, મહારાષ્ટ્ર ઝુકશે નહીં’

સંજય રાઉતે કહ્યું, જનતા જોઈ રહી છે. મહારાષ્ટ્ર જોઈ રહ્યું છે. દેશ જોઈ રહ્યો છે. મહારાષ્ટ્ર સૌથી વધુ ટેક્સ ચૂકવે છે. મહારાષ્ટ્રની જનતાને હેરાન કરવાનું કામ શરૂ થયું છે. અમે આ બધું સહન કરી લઈશું પણ મહારાષ્ટ્ર ઝુકશે નહીં.

આ પણ વાંચો :  મુંબઈના ઘણા ભાગોમાં પાવર કટના મુદ્દે મહારાષ્ટ્ર સરકાર ગંભીર, ઉર્જા મંત્રી નીતિન રાઉતે આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ 

Published On - 11:53 pm, Sun, 27 February 22