Triple Talaq : પત્ની પિયર ગઈ હતી, પતિએ બીજા લગ્ન કરવા માટે ફોન કરીને આપ્યા ત્રણ તલાક !

|

Sep 16, 2021 | 11:31 PM

મહિલાએ તેના પતિ વિરુદ્ધ થાણે પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. મહિલાએ કહ્યું કે તેનો પતિ દારૂ પીધા બાદ તેને મારતો હતો, તેથી તે ગયા વર્ષે તેના પિયર ચાલી ગઈ હતી.

Triple Talaq : પત્ની પિયર ગઈ હતી, પતિએ બીજા લગ્ન કરવા માટે ફોન કરીને આપ્યા ત્રણ તલાક !
થાણેમાં ત્રણ તલાકનો એક કિસ્સો સામે આવ્યો છે

Follow us on

મહારાષ્ટ્રના થાણે (Thane) માં કથિત રીતે ફોન પર તેની પત્નીને ‘ટ્રિપલ તલાક’ (Triple Talaq) આપવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જે બાદ પીડિતાએ દિલ્હીના એક વ્યક્તિ સામે કેસ દાખલ કર્યો છે. મહિલાએ જણાવ્યું કે, આરોપી પતિએ તેને ફોન પર બીજા લગ્ન વિશે જણાવ્યું જ્યારે તે તેના પિયરે ગઈ હતી.

એક અધિકારીએ જણાવ્યું કે, અબ્દુલ વહાબ ખાન વિરુદ્ધ ડોમ્બિવલીના તિલક નગર પોલીસ સ્ટેશનમાં IPC ની કલમ 498- (A) અને મુસ્લિમ મહિલા (લગ્ન અધિકારો સંરક્ષણ) અધિનિયમ, 2019 હેઠળ ફરીયાદ નોંધવામાં આવી છે. એફઆઈઆર મુજબ, આરોપી ખાને એપ્રિલ 2006 માં જિલ્લાના કલ્યાણ નિવાસી મહિલા (ફરિયાદી) સાથે લગ્ન કર્યા હતા અને બંનેના ત્રણ બાળકો છે.

જૂની લડાઈ દરમિયાન થયેલી વાતચીતોને આધાર બનાવ્યો હતો

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે, અબ્દુલ દારૂ પીધા બાદ તેને મારતો હતો, તેથી તે ગયા વર્ષે તેના પિયરે ચાલી ગઈ હતી. મહિલાએ કહ્યું કે ત્રણ દિવસ પહેલા અબ્દુલે ફોન કરીને કહ્યું હતું કે તે બીજા લગ્ન કરી રહ્યો છે, તેથી તેણે કોઈ અડચણ ઉભી ન કરવી જોઈએ. જ્યારે ફરિયાદીએ તેના પતિને પૂછ્યું કે તે તેને છૂટાછેડા આપ્યા વગર ફરીથી લગ્ન કેવી રીતે કરી શકે છે, ત્યારે અબ્દુલે કથિત રીતે દાવો કર્યો હતો કે જ્યારે એક વાર તેણે તેને (મહીલાને) માર માર્યો હતો, ત્યારે તેણે (મહિલાએ) જાતે જ ત્રણ વખત તલાક કહ્યું હતુ.

આ કેસમાં હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી

ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે તેના પતિએ આ વાતચીત દરમિયાન ત્રણ તલાક કહ્યું હતું અને જાહેરાત કરી હતી કે, હવે તેઓ વચ્ચે છૂટાછેડા થઈ ગયા છે. આ રીતે છૂટાછેડા 2019 ના કાયદા હેઠળ પ્રતિબંધિત છે અને તેના માટે ત્રણ વર્ષ સુધીની કેદની જોગવાઈ પણ છે. અધિકારીએ કહ્યું કે, આ મામલાની તપાસ ચાલી રહી છે, અત્યાર સુધી આ કેસમાં કોઈ ધરપકડ કરવામાં આવી નથી.

 

આ પણ વાંચો : Wah Mumbai ! મુંબઈ દુનિયાનું બીજું સૌથી ઈમાનદાર શહેર, લીસ્ટમાં સૌથી નીચે આ શહેરનો ઉલ્લેખ, જુઓ આનંદ મહિન્દ્રાનું Tweet

Next Article