મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં મુશળધાર વરસાદની આગાહી, વિદર્ભમાં યલો એલર્ટ

|

Sep 04, 2022 | 4:13 PM

નાશિકમાં પણ ભારે વરસાદ થયો છે. ગોદાવરી નદીના જળસ્તરમાં વધારો થતાં નદી કિનારે વસતા ગ્રામજનોને સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે. અહમદનગર અને પૂણેમાં પણ ભારે વરસાદ થયો છે.

મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં મુશળધાર વરસાદની આગાહી, વિદર્ભમાં યલો એલર્ટ
Image Credit source: Twitter

Follow us on

મહારાષ્ટ્રમાં (Maharashtra) થોડા દિવસોના વિરામ બાદ ફરી એકવાર વરસાદે ફરી આગમન કર્યું છે. હવામાન વિભાગે (Met Department) મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો માટે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ મુંબઈ અને તેની આસપાસ ભારે વરસાદની સંભાવના છે. તેવી જ રીતે મહારાષ્ટ્રના વિદર્ભ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈ સહિત થાણે, નવી મુંબઈ, પૂણે, અકોલા, કોલ્હાપુરમાં ભારે વરસાદ પડ્યો હતો. આ સિવાય ઔરંગાબાદ જિલ્લામાં બપોરથી ભારે વરસાદ પડ્યો હતો.

વિદર્ભમાં આજે (રવિવાર 4 સપ્ટેમ્બર) માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય પાલઘર, નાસિકના ખીણ વિસ્તારોમાં, અહમદનગર, રાયગઢ જિલ્લામાં પણ મુશળધાર વરસાદની આશંકા છે. નાશિકમાં પણ ભારે વરસાદ થયો છે. ગોદાવરી નદીના જળસ્તરમાં વધારો થતાં નદી કિનારે વસતા ગ્રામજનોને સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે. અહમદનગર અને પૂણેમાં પણ ભારે વરસાદ થયો છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

મુંબઈના દાદર, વર્લી, પ્રભાદેવી, હાજિયાલીમાં ભારે વરસાદ

મોડી રાતથી જ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદે જોરદાર બેટિંગ કરી હતી. રાજ્યભરમાં વરસાદે ફરી એકવાર જોર પકડ્યું છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ખાસ કરીને મુંબઈમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે મુશળધાર વરસાદની આગાહી કરી છે. દાદર, વરલી, પ્રભાદેવી, હાજિયાલી જેવા વિસ્તારોમાં સવારથી જ ભારે વરસાદ શરૂ થયો છે.

મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ પડશે

આ સિવાય મુંબઈના કાંદિવલી, બોરીવલી અને મલાડ જેવા વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થઈ રહ્યો છે. રવિવારની રજા દરમિયાન અનેક લોકોએ બાપ્પાના દર્શન કરવા પંડાલોમાં જવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ હવે આ પ્લાન કેન્સલ કરવો પડ્યો છે. વરસાદના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સામે આવી રહી છે. આવી સ્થિતિમાં જે લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે, તેઓ ટ્રાફિકમાં ફસાઈ રહ્યા છે. એટલે કે મુંબઈના વરસાદે ગણેશ ભક્તોને આજે ઘરે આરામ કરવાની ફરજ પાડી છે.

Next Article