GOOD NEWS! 1 એપ્રિલથી આ રાજ્યમાં CNG થશે સસ્તું , વેટ 13.5 ટકાની જગ્યાએ હવે માત્ર 3 ટકા જ ચુકવવું પડશે

|

Mar 27, 2022 | 12:31 PM

નાણા વિભાગ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ રાજ્યમાં 1 એપ્રિલથી CNG સસ્તો થશે, જેનો ફાયદો ઓટોરિક્ષા, ટેક્સી ડ્રાઈવરો, પેસેન્જર વાહનો તેમજ નાગરિકોને થશે.

GOOD NEWS! 1 એપ્રિલથી આ રાજ્યમાં CNG થશે સસ્તું , વેટ 13.5 ટકાની જગ્યાએ હવે માત્ર 3 ટકા જ ચુકવવું પડશે
CNG Price (symbolic image )

Follow us on

વધતી મોંઘવારી વચ્ચે મહારાષ્ટ્રની જનતાને મોટી રાહત મળવા જઈ રહી છે. મહારાષ્ટ્રમાં 1 એપ્રિલથી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) સસ્તો થશે. મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) CNG પર વેટના દરમાં ધરખમ ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. સરકારે CNG પરનો વેટ (VAT) 13.5 ટકાથી ઘટાડીને 3 ટકા કર્યો છે. સીએનજીના નવા દર 1 એપ્રિલ, 2022થી લાગુ થશે. સરકારના આ નિર્ણયથી CNG વાહન માલિકોને રાહત મળશે. તેમને CNG માટે ઓછા પૈસા ચૂકવવા પડશે. તમને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં બજેટ સત્ર (Budget Session)દરમિયાન મહારાષ્ટ્રના નાણામંત્રી અજિત પવારે કુદરતી ગેસ પર વેટ 13.5 ટકાથી ઘટાડીને 3 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે ટેક્સ કાપને કારણે રાજ્યને વાર્ષિક રૂ. 800 કરોડનું નુકસાન થશે.

પવારે બજેટ સત્ર દરમિયાન કહ્યું હતું કે નેચરલ ગેસ પર્યાવરણને અનુકૂળ છે અને તેનો ઉપયોગ ઘરેલું પાઈપ ગેસ સપ્લાય તેમજ સીએનજીથી ચાલતા મોટર વાહનો, ઓટો-રિક્ષા, ટેક્સી અને ખાનગી વાહનો માટે વ્યાપકપણે થાય છે.

વેટ ઘટાડવાની સૂચના જાહેર

બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં CNG પર વેટ ઘટાડવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નાણા વિભાગ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ રાજ્યમાં 1 એપ્રિલથી CNG સસ્તું થશે, જેનો ફાયદો ઓટોરિક્ષા, ટેક્સી ડ્રાઈવરો, પેસેન્જર વાહનો તેમજ નાગરિકોને થશે. પ્રદુષણ નિયંત્રણ માટે પણ આ નિર્ણય મહત્વપૂર્ણ છે. મહાનગર ગેસ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં CNG સપ્લાય કરે છે. હાલમાં મુંબઈમાં CNGની કિંમત 66 રૂપિયા પ્રતિ કિલો છે. વેટમાં ઘટાડાથી કિંમતોમાં ઘટાડો થશે.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

અહીં સીએનજી મોંઘું થયું છે

ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે તાજેતરમાં દિલ્હી-એનસીઆરમાં CNGના ભાવમાં પ્રતિ કિલો 50 પૈસાનો વધારો કર્યો છે. જ્યારે PNGના ભાવમાં પ્રતિ SCM 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં CNGની કિંમત વધીને 59.01 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. તે જ સમયે નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં CNGની કિંમત વધીને 61.58 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. ગુજરાતમાં પણ CNG મોંઘું થયુ છે. ગુજરાત ગેસે CNGના ભાવમાં પ્રતિ કિલો 3 રૂપિયાનો વધારો કર્યો છે. અહીં હવે એક કિલો સીએનજી માટે 70.53 રૂપિયા ચૂકવવા પડશે.

6 દિવસમાં 5મી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે

દિલ્હીમાં 27 માર્ચે પેટ્રોલ 50 પૈસા અને ડીઝલ 55 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. જે બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 99.11 રૂપિયા અને ડીઝલની કિંમત 90.42 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. છેલ્લા 6 દિવસમાં 5મી વખત તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :MI vs DC IPL 2022 Head to Head: મુંબઈ કે દિલ્હી કોણ મારશે બાજી, આંકડાઓ જોઇને સમજો સ્થિતી

આ પણ વાંચો :Tech News: Twitterએ લોન્ચ કર્યું નવું ફિચર, હવે મેસેજ સર્ચ કરવામાં રહેશે સરળતા

Next Article