જળ સંકટ : ભાજપે કાઢ્યો જલાક્રોશ મોરચો, ફડણવીસે કહ્યું- ‘જ્યાં સુધી ઉકેલ નહીં મળે ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે’

|

May 24, 2022 | 1:31 PM

દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) કહ્યું કે, આ સંભાજીનગરના લોકોનો ગુસ્સો છે. મહાનગરપાલિકામાં આ સરકાર અને શિવસેનાએ (Shiv Sena) લોકોને માત્ર આશ્વાસન જ આપ્યા છે. તે પાણીનું એક ટીપું પણ આપી શક્યા નહીં.

જળ સંકટ : ભાજપે કાઢ્યો જલાક્રોશ મોરચો, ફડણવીસે કહ્યું- જ્યાં સુધી ઉકેલ નહીં મળે ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે
Devendra Fadanvis (File Image)
Image Credit source: Twitter

Follow us on

મહારાષ્ટ્રના (Maharashtra) ઔરંગાબાદના સંભાજીનગરમાં જળ સંકટને (Water Crisis) લઈને ગઈકાલે (23 મે 2022) ભાજપે વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના (Devendra Fadnavis) નેતૃત્વમાં જલાક્રોશ મોરચો કાઢ્યો હતો. આ પદયાત્રામાં હજારો લોકો જોડાયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આજે સંભાજીનગરના લોકો જળ સંકટનો સામનો કરી રહ્યા છે. જ્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમારો સંઘર્ષ ચાલુ રહેશે.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, આ સંભાજીનગરના લોકોનો આક્રોશ છે. મહાનગરપાલિકામાં આ સરકાર અને શિવસેનાએ લોકોને માત્ર આશ્વાસન જ આપ્યા છે. તેઓ પાણીનું એક ટીપું પણ આપી શક્યા નથી. અમે અમારી સરકારના કાર્યકાળ દરમિયાન જે યોજનાને મંજૂરી આપી હતી તેમાં અમે 1600 કરોડ રૂપિયા માંગ્યા હતા. આથી આ મોરચો નથી, પરંતુ સંભાજીનગરના લોકોનો રોષ છે. સરકારને તેનો સામનો કરવો પડશે. જ્યાં સુધી સંભાજીનગરને પાણી નહીં મળે ત્યાં સુધી અમારો સંઘર્ષ સમાપ્ત થશે નહીં.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ફડણવીસે ઈંધણ પર વેટ કપાતને છેતરપિંડી ગણાવી હતી

દેવેન્દ્ર ફડણવીસે આજે મહારાષ્ટ્ર સરકારની પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાની જાહેરાતને સંપૂર્ણ છેતરપિંડી ગણાવી હતી અને કહ્યું હતું કે રાજ્ય સરકારે લોકોને મૂર્ખ બનાવ્યા વિના તરત જ ઈંધણના ભાવમાં ઘટાડો કરવો જોઈએ. શ્રેણીબદ્ધ ટ્વિટમાં ફડણવીસે કહ્યું કે રાજ્ય સરકારે ઈંધણના ભાવમાં ઘટાડા અંગે દાવો કર્યો છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે જેના કારણે કિંમતોમાં ઘટાડો થયો છે. શિવસેનાની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારે વેલ્યુ એડેડ ટેક્સ (વેટ)માં પ્રતિ લિટર પેટ્રોલ પર રૂ. 2.08 અને ડીઝલ પર રૂ. 1.44નો ઘટાડો કર્યો હતો.

જળ સંકટને લઈને શિવસેના અને ભાજપ વચ્ચે પોસ્ટર વોર

આ પહેલા ઔરંગાબાદમાં ઈંધણ અને ગેસના ભાવને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે પોસ્ટર વોર ફાટી નીકળ્યું હતું. શિવસેનાએ પાણીની કટોકટી અંગે બીજેપીએ લગાવેલા બેનરોની નજીક તેના બેનર અહીં લગાવ્યા છે. ભાજપે જળ સંકટને લઈને મોરચાની માહિતી આપી હતી. તે જ સમયે, શિવસેનાના પોસ્ટરમાં ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કરીને સામાન્ય પરિવારોને રાહત આપવાની જરૂરિયાત વિશે કહેવામાં આવ્યું છે. શિવસેનાના પોસ્ટરમાં ભાજપ પર કટાક્ષ કરતા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે શિવસેનાએ મરાઠવાડાના સૌથી મોટા શહેર ઔરંગાબાદમાં પાણીનો વેરો અડધો કરી દીધો છે.

Next Article