મુંબઈની LIC ઓફિસમાં ભીષણ આગ, મહત્વપૂર્ણ દસ્તાવેજો બળીને ખાખ, ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે હાજર

|

May 07, 2022 | 11:51 AM

મુંબઈ (Mumbai)ના વિલેપાર્લે અને સાંતાક્રુઝ પશ્ચિમમાં આવેલી એલઆઈસી ઑફિસમાં (LIC Office) આજે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આઠ ફાયર ટેન્કર ઘટનાસ્થળે હાજર છે.

મુંબઈની LIC ઓફિસમાં ભીષણ આગ, મહત્વપૂર્ણ દસ્તાવેજો બળીને ખાખ, ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે હાજર
Fire breaks out in lic office

Follow us on

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના (Mumbai) વિલેપાર્લે અને સાંતાક્રુઝ વેસ્ટ નજીક આવેલી એલઆઈસી ઑફિસમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ સવારે સાત વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ આગ એલઆઈસી બિલ્ડિંગમાં લેવલ 2 ની છે. આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો બળીને રાખ થઈ ગયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. LIC ઓફિસ ગ્રાઉન્ડ અને તેની ઉપર બે માળ ધરાવે છે. બિલ્ડિંગમાં આગ બીજા માળે લાગી છે. બીજા માળના કોમન પેસેજમાં ધુમાડો જ ધુમાડો જોવા મળી રહ્યો છે.

પોલીસ ટીમ પણ સ્થળ પર હાજર છે. સવારે આગ લાગી હોવાથી કર્મચારીઓ ઓફિસમાં હાજર ન હતા. આના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

આગમાં મહત્વના દસ્તાવેજો બળીને ખાખ

આગમાં ઘણી વસ્તુઓ રાખ થઈ ગઈ

બિલ્ડિંગના બીજા માળે સેલેરી સેવિંગ પ્લાન સંબંધિત વિભાગ છે. આ વિભાગમાં ઈલેકટ્રીક વાયરીંગ, ઈન્સ્ટોલેશન, કોમ્પ્યુટર, ફાઈલ રેકર્ડ, લાકડાના ફર્નિચર સહિતની વસ્તુઓમાં આગ લાગી છે. આ LIC ઓફિસ વિલે પાર્લે વેસ્ટમાં નાણાવટી હોસ્પિટલની સામે સ્વામી વિવેકાનંદ માર્ગ પર છે. આ જ બિલ્ડીંગમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે જ એક કર્મચારીએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ પછી ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને અધિકારીઓએ આગ ઓલવવાનું શરૂ કર્યું હતું. આગ ઓલવવાનું કામ હજુ ચાલુ છે.

હજુ સુધી આગ લાગવાનું કારણ સ્પષ્ટ નથી

વહેલી સવારે આ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ આગના કારણે મોટું નુકસાન થવાની આશંકા છે. ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો બળીને રાખ થઈ ગયા છે. કોમ્પ્યુટર સહિતની અનેક વસ્તુઓ બળી જવાના કારણે ડીજીટલ રેકોર્ડ ઉપરાંત અનેક ફાઈલો, દસ્તાવેજો બળી જવાની સંભાવના છે. આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ જ નુકસાનનો ચોક્કસ અંદાજ આવી શકશે.

Next Article