BJP કાર્યાલયમાં પાર્ટી કાર્યકર્તા પર થયેલા જાતીય શોષણને લઈને શિવસેનાએ કર્યા પ્રહાર, મેયરે કહ્યુ “હવે બીજેપી નેતા ક્યાં છે ?”

|

Sep 24, 2021 | 12:23 PM

ભાજપની એક મહિલા કાર્યકરે (Women activists)પોતાની જ પાર્ટીના એક કાર્યકર્તા પર છેડતીનો આરોપ લગાવ્યો છે. ત્યારે આ ઘટનાને લઈને શિવસેના ભાજપ પર પ્રહાર કરતી જોવા મળી રહી છે.

BJP કાર્યાલયમાં પાર્ટી કાર્યકર્તા પર થયેલા જાતીય શોષણને લઈને શિવસેનાએ કર્યા પ્રહાર, મેયરે કહ્યુ હવે બીજેપી નેતા ક્યાં છે ?
female bjp worker allegedly sexually harassed by party activist

Follow us on

Maharashtra : મુંબઈમાં ભાજપના એક મહિલા કાર્યકર દ્વારા તેની જ પાર્ટીના કાર્યકર દ્વારા કથિત છેડતીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહિલાએ આક્ષેપ કર્યો છે કે, આરોપીએ તેને ભાજપ કાર્યાલયમાં બોલાવીને તેનું યૌન શોષણ કર્યું હતુ. ત્યારે આ મામલે પીડિત મહિલાએ હવે બોરીવલી પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર (BJP Activist) સામે કેસ દાખલ કર્યો છે. બીજી બાજુ મુંબઈના મેયર કિશોરી પેડનેકરે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું હતુ કે, હવે ભાજપના નેતાઓ ક્યાં છે ?

મહિલા કાર્યકરે લગાવ્યા ગંભાર આરોપ

ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો

ઉલ્લખનીય છે કે, પીડિત મહિલા ભાજપની મહિલા કાર્યકર છે. અને આરોપીએ તેને ભાજપ કાર્યાલયમાં બોલાવીને તેનું જાતીય શોષણ કર્યું હોવાનો તેણે આરોપ લગાવ્યો છે. જે બાદ પીડિતાએ બુધવારે બોરીવલી પોલીસ સ્ટેશનમાં (Police Station) આરોપી વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 354 હેઠળ FIR દાખલ કરવામાં આવી છે.

કાઉન્સિલરને મળવા માટે કાર્યાલય બોલાવવામાં આવી હતી : મહિલા કાર્યકર

પોલીસેના (Police)જણાવ્યા અનુસાર, “પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે મુંબઈના બોરીવલી પશ્ચિમના બીજેપી કાર્યકરે તેમની સાથે જાતીય શોષણ કર્યું છે. 15 ઓગસ્ટના રોજ, તેમણે પાર્ટીના કાઉન્સિલરને (Party councilor)મળવા માટે આ મહિલાને ભાજપ કાર્યાલય પર બોલાવી હતી. જ્યારે તે ઓફિસ પહોંચી ત્યારે તેણે તેની સાથે જાતીય શોષણ કરવામાં આવ્યુ. પોલીસે જણાવ્યું કે પીડિતાનો કેસ નોંધ્યા બાદ આરોપી ફરાર છે. હાલ આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

 

મેયર પેડનેકરે ભાજપ પર કર્યા પ્રહાર

આ સાથે જ આ મામલો સામે આવ્યા બાદ વિપક્ષી પાર્ટી શિવસેના (Shiv Sena)ભાજપ પર પ્રહાર કરી રહી છે. સાથે મુંબઈના મેયરે ભાજપ પર કટાક્ષ કરત કહ્યું કે, હું હવે ભાજપના નેતાઓ ક્યાં છે? પીડિતાએ ભાજપના ધારાસભ્યો અને સાંસદો પાસેથી મદદ માંગી પરંતુ કોઈ ફાયદો થયો નહીં. ”

આ પણ વાંચો: BJP નેતા કિરીટ સોમૈયાએ ઠાકરે સરકાર અને મુંબઈ પોલીસ સામે નોંધાવી ફરિયાદ,ધારાસભ્ય મુશરીફ પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ

આ પણ વાંચો:  Video : કોલ્હાપુરમાં વીજળી પડવાના દિલ ધડક દ્રશ્યો કેમેરામાં થયા કેદ, આ જબરદસ્ત વિસ્ફોટ જોઈને તમે પણ ચોંકી જશો !

Next Article