તારક મહેતાના કામ કરી ચુકેલા આ ફેમસ એક્ટર અચાનક ક્યાંક થયા ગુમ, પોલીસે અપહરણની નોંધી ફરિયાદ

|

Apr 27, 2024 | 12:34 AM

ટીવીની પોપ્યુલર સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં સોઢીનો કિરદાર નિભાવનારા એક્ટર ગુમ થયાના સમાચાર સામે આવ્યા છએ. 22 એપ્રિલથી આ કલાકાર ગુમ થયા છે. હવે પોલીસે આ કેસમાં અપહરણની કલમ પણ ઉમેરી છે. ઈન્ડિયન પિનલ કોડ 365 અંતર્ગત FIR પણ નોંધવામાં આવી છે.

તારક મહેતાના કામ કરી ચુકેલા આ ફેમસ એક્ટર અચાનક ક્યાંક થયા ગુમ, પોલીસે અપહરણની નોંધી ફરિયાદ

Follow us on

લોકપ્રિય ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સોઢી વિશે સમાચાર આવ્યા હતા કે અભિનેતા 22 એપ્રિલથી ગાયબ છે. હવે પોલીસે આ મામલામાં અપહરણનો ગુનો નોંધ્યો છે. આઈપીસીની કલમ 365 હેઠળ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. પોલીસને એક CCTV ફૂટેજ પણ મળ્યા છે જેમાં અપહરણનો મામલો સામે આવ્યો છે.

આપને જણાવી દઈએ કે ગુરચરણ સિંહના પિતા હરગીત સિંહે કહ્યું હતું કે- “SHOએ મને ફોન કર્યો હતો અને તેમણે મને ખાતરી આપી છે કે તેઓ ગુરચરનને જલ્દી શોધી લેશે અને મને આશા છે કે ગુરુચરન જ્યાં પણ હશે સલામત હશે. ભગવાન તેની રક્ષા કરે.”

પોલીસને હાથ લાગ્યા કેસને લગતા સીસીટીવી ફૂટેજ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ ગુરચરણ સિંહ 50 વર્ષના છે. છેલ્લા 4 દિવસથી ગુમ. અભિનેતાના પિતાએ દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, ગુરચરણ 22 એપ્રિલની સવારે મુંબઈ જવા નીકળ્યા હતા. તેમની દિલ્હી એરપોર્ટથી 8:30 વાગ્યે ફ્લાઈટ હતી, પરંતુ તેમણે ફ્લાઈટ લીધી ન હતી અને મુંબઈ પહોંચ્યો ન હતો.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

25 એપ્રિલે બપોરે 3 વાગ્યે અભિનેતાના પિતાએ દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસના હાથમાં હવે એક સીસીટીવી છે, જેમાં ગુરચરણ સિંહ ત્યાંથી જતા જોવા મળે છે. અભિનેતાનો ફોન પણ 24 એપ્રિલ સુધી કામ કરતો હતો, પરંતુ હવે તે સ્વીચ ઓફ હોવાનું કહેવાય છે. જ્યારે પોલીસે ફોનના ટ્રાન્જેક્શન બહાર કાઢ્યા ત્યારે તેમને ઘણી અટપટી વસ્તુઓ મળી.

મળતા રિપોર્ટ્સ અનુસાર, ગુરચરણની માતા લાંબા સમયથી બીમાર છે. તેઓને અગાઉ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. સોઢીના પિતાએ કહ્યું કે હવે તે બરાબર છે અને ઘરે છે. આરામ કરી રહ્યા છે. પરિવાર હાલ ગુરચરણને લઈને ચિંતિત છે. જો કે આ મુશ્કેલ સમયમાં દરેક વ્યક્તિ સકારાત્મક અભિગમ સાથે ચાલી રહ્યા છે. દરેકને કાયદો અને ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ છે.

તમને જણાવી દઈએ કે ગુરચરણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવીને દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી હતી. એટલું જ નહીં ગુરચરનના ડાયલોગ્સને લઈને સોશિયલ મીડિયા પર ઘણા મીમ્સ બનાવવામાં આવ્યા હતા. પછી એક સમય એવો આવ્યો કે તેણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડી દીધો. શોની સાથે તેણે ઈન્ડસ્ટ્રીને પણ અલવિદા કહી દીધું.

4 દિવસ પહેલા ઉજવ્યો હતો પિતાનો જન્મદિવસ

ગુરચરણ સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના પિતા પર પ્રેમ વરસાવતો જોવા મળ્યો હતો. ખરેખર, તે દિવસે તેમના પિતાનો જન્મદિવસ હતો, તેઓ ખૂબ જ ખુશ હતા. ગુરચરણે એક વીડિયો બનાવીને પણ ઈન્સ્ટા પર પોસ્ટ કર્યો હતો. પિતા-પુત્ર વચ્ચેનો પ્રેમ જોઈને ચાહકો પણ ખુશ થયા હતા. ગુરચરણની આ છેલ્લી પોસ્ટ હતી જે તેણે ઈન્સ્ટાગ્રામ પર કરી હતી. ત્યારથી ગુરચરણનો કોઈ પત્તો નથી

આ પણ વાંચો: PM Modi Bihar Rally: એક જ વીડિયોથી કોંગ્રેસ અને તેના પૂરા ઈકોસિસ્ટમ ખુલ્લી પડી ગઈ, બિહારમાં બોલ્યા પીએમ મોદી

 

Next Article