શિવસેના પર હકનો દાવો મજબૂત કરવા ઉદ્ધવ ઠાકરેને ચૂંટણીપંચ તરફથી મોટી રાહત, મળ્યો ચાર અઠવાડિયાનો સમય

|

Aug 27, 2022 | 8:04 AM

શિવસેના (Shivsena )અને શિંદે જૂથ વચ્ચેની લડાઈ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ત્રણ સભ્યોની ડિવિઝન બેન્ચે હવે આ મામલાને પાંચ જજની બંધારણીય બેંચને મોકલી આપ્યો છે.

શિવસેના પર હકનો દાવો મજબૂત કરવા ઉદ્ધવ ઠાકરેને ચૂંટણીપંચ તરફથી મોટી રાહત, મળ્યો ચાર અઠવાડિયાનો સમય
Battle for Shivsena (File Image )

Follow us on

ઉદ્ધવ ઠાકરેને ચૂંટણી પંચ(EC)  તરફથી મોટી રાહત મળી છે. ઠાકરે જૂથની શિવસેનાની(Shivsena ) અપીલ પર ચૂંટણી પંચે મોટો નિર્ણય(Decision ) લીધો છે. કેન્દ્રીય ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાને તેની તરફેણમાં પુરાવા રજૂ કરવા માટે વધુ ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે. ઠાકરે જૂથની શિવસેનાએ કેન્દ્રીય ચૂંટણી પંચને વધુ ચાર અઠવાડિયાનો સમય આપવાની અપીલ કરી હતી. ચૂંટણી પંચે તેમની માંગ સ્વીકારી લીધી છે.

શિવસેના પર કોનો અધિકાર છે? શિંદે જૂથ કે ઠાકરે જૂથ? હાલમાં આ વિવાદ સુપ્રીમ કોર્ટ તેમજ ચૂંટણી પંચ સમક્ષ સુનાવણી માટે આવ્યો છે. ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાને તેના દાવાના સમર્થનમાં પુરાવા રજૂ કરવા માટે 23 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો હતો. પરંતુ હવે ઠાકરે જૂથની શિવસેના 25 સપ્ટેમ્બર સુધીમાં કાગળો જમા કરાવી શકશે.

તેમની તરફેણમાં પેપર રજૂ કરવા માટે 23 સપ્ટેમ્બર સુધીનો સમય મળ્યો છે

શિવસેના અને શિંદે જૂથ વચ્ચેની લડાઈ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ત્રણ સભ્યોની ડિવિઝન બેન્ચે હવે આ મામલાને પાંચ જજની બંધારણીય બેંચને મોકલી આપ્યો છે. આ દરમિયાન કોર્ટે ચૂંટણી પંચને સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી કોઈ પગલાં ન લેવાનો પણ નિર્દેશ આપ્યો છે.આ સુનાવણી બાદ ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય ચૂંટણી પંચને પુરાવા રજૂ કરવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પ્રથમ વખત સમય બે અઠવાડિયા વધ્યો, હવે ચાર અઠવાડિયા મળ્યો

શિવસેનાએ અગાઉ પણ એક વખત કેન્દ્રીય ચૂંટણી પંચને 4 અઠવાડિયાનો સમય વધારવાની માંગ કરી હતી. ત્યારે ચૂંટણી પંચે શિવસેના માટે 2 અઠવાડિયાનો સમય લંબાવ્યો હતો. આ સમય 22 ઓગસ્ટે પૂરો થઈ રહ્યો હતો. 23 ઓગસ્ટે શિવસેનાએ ફરી એકવાર ચૂંટણી પંચ પાસે ચાર સપ્તાહનો સમય વધારવાની માંગ કરી હતી. કેન્દ્રીય ચૂંટણી પંચે તેમની વાત સ્વીકારી લીધી છે.

Next Article