Maharashtra Political Crisis: મધ્યપ્રદેશની કહાની રીપીટ થઈ રહી છે ત્યારે સંજય રાઉતને રોકવા માટે થઈ રહ્યા છે પ્રયાસો?

|

Jun 27, 2022 | 5:22 PM

મધ્યપ્રદેશની કહાની હવે મહારાષ્ટ્રમાં (Maharashtra) રિપીટ થઈ રહી છે. સંજય રાઉત આ કામમાં સૌથી મોટો અવરોધ બની શકે છે. તેથી જ સંજય રાઉતને ચારે બાજુથી ઘેરવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે.

Maharashtra Political Crisis: મધ્યપ્રદેશની કહાની રીપીટ થઈ રહી છે ત્યારે સંજય રાઉતને રોકવા માટે થઈ રહ્યા છે પ્રયાસો?
Sanjay Raut & Eknath Shinde (File photo)

Follow us on

સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે (Eknath Shinde) જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે મહા વિકાસ અઘાડી સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. શિવસેનાના 38 ધારાસભ્યોએ મહારાષ્ટ્ર સરકારને ટેકો પાછો ખેંચી લીધો છે. આ સિવાય શિંદે જૂથે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને પણ પત્ર લખીને દાવો કર્યો છે કે શિવસેનાના 39 ધારાસભ્યો સહિત કુલ 51 ધારાસભ્યોએ મહા વિકાસ અઘાડી સરકારને સમર્થન પાછું ખેંચી લીધું છે અને મહારાષ્ટ્ર સરકાર હવે લઘુમતીમાં છે. આ સિવાય એકનાથ શિંદે જૂથે સુપ્રીમ કોર્ટમાં સંજય રાઉત પર નિશાન સાધ્યું છે.

સંજય રાઉતના ભડકાઉ ભાષણની લિંક્સ કોર્ટને સોંપવામાં આવી છે. બીજી તરફ, જમીન કૌભાંડ સંબંધિત કેસમાં EDએ સંજય રાઉતને આજે (27 જૂન, સોમવાર) ફરીથી સમન્સ પાઠવ્યું છે. તેમને આવતીકાલે અગિયાર વાગ્યે પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. ત્રીજી તરફ વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસના સાગર બંગલામાં ભાજપની મહત્વની બેઠક શરૂ થઈ છે. એટલે કે શિવસેના સહિત મહા વિકાસ આઘાડી સરકારને ઘેરવા માટે સંપૂર્ણ આયોજન તૈયાર છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ પછી ફ્લોર ટેસ્ટ થશે અને બહુમતના અભાવે મહા વિકાસ અઘાડી સરકાર પડી જશે. એટલે કે મધ્યપ્રદેશની કહાની હવે મહારાષ્ટ્રમાં રિપીટ થઈ રહી છે. સંજય રાઉત આ કામમાં સૌથી મોટો અવરોધ બની શકે છે. તેથી જ સંજય રાઉતને ચારે બાજુથી ઘેરવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે.

સંજય રાઉતે કર્યું ટ્વીટ, લડાઈ લડવાની વાત કહી

આ દરમિયાન સંજય રાઉતે ટ્વીટ કરીને EDનું સમન્સ મળવાની માહિતી આપી છે. તેણે લખ્યું છે કે, ‘ઇડીએ મને સમન્સ મોકલ્યું છે. ખૂબ સારૂ. મહારાષ્ટ્રમાં મોટી ઉથલપાથલ ચાલી રહી છે. આપણે બાળાસાહેબના બધા શિવસૈનિકો એક મોટી લડાઈ માટે ઉતર્યા છીએ. આ બધું મને રોકવા માટે થઈ રહ્યું છે. મારી ગરદન કપાઈ જશે તો પણ હું ગુવાહાટી નહીં જઉં. આવો… મારી ધરપકડ કરો! જય મહારાષ્ટ્ર!’

કિરીટ સોમૈયાએ ટ્વીટ દ્વારા સંજય રાઉતને જવાબ આપ્યો

આ દરમિયાન બીજેપી નેતા કિરીટ સોમૈયાએ પણ ટ્વીટ કરીને સંજય રાઉતને જવાબ આપ્યો છે. કિરીટ સોમૈયાએ ટ્વીટમાં લખ્યું છે કે, ‘તમે મને, મારી પત્નીને, મારા પુત્રને, મારી માતાને… જેલમાં મોકલવાની કોશિશ કરો… ધમકી આપો, હુમલો કરો, દુર્વ્યવહાર કરો… પરંતુ – હિસાબ તો આપવો પડશે.

Next Article