આ હોસ્પિટલમાં દીકરીનો જન્મ થાય તો ડોક્ટર ફી નથી લેતા, કેક કાપી કરવામાં આવે છે ઉજવણી

|

Nov 07, 2022 | 1:04 PM

માતા અને પુત્રી હોસ્પિટલમાં (Hospital) દાખલ છે, ત્યાં સુધી તેમની સારી રીતે કાળજી લેવામાં આવે છે. આ દરમિયાન પથારી અને દવાઓનો જે પણ ખર્ચ થાય તે હોસ્પિટલ પ્રશાસન પોતે જ ઉઠાવે છે. સમગ્ર ડિલિવરી ચાર્જ પણ માફ કરવામાં આવે છે.

આ હોસ્પિટલમાં દીકરીનો જન્મ થાય તો ડોક્ટર ફી નથી લેતા, કેક કાપી કરવામાં આવે છે ઉજવણી
બેટી બચાવો મિશન

Follow us on

મહારાષ્ટ્રના પુણેની એક હોસ્પિટલ આ દિવસોમાં ચર્ચામાં છે. તેનું કારણ એ છે કે, આ હોસ્પિટલમાં બાળકીના જન્મ પર કેક કાપવામાં આવે છે. ખુશીની ઉજવણી કરવામાં આવે છે. આ દરમિયાન, જ્યાં સુધી માતા અને પુત્રી હોસ્પિટલમાં દાખલ છે, ત્યાં સુધી તેમની સારી રીતે કાળજી લેવામાં આવે છે. આ દરમિયાન પથારી અને દવાઓનો જે પણ ખર્ચ થાય તે હોસ્પિટલ પ્રશાસન પોતે જ ઉઠાવે છે. સમગ્ર ડિલિવરી ચાર્જ પણ માફ કરવામાં આવે છે. હોસ્પિટલના ડોક્ટરોનું કહેવું છે કે આ બધું બેટી બચાવો મિશન હેઠળ કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલના આ કામની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે.

હોસ્પિટલના ડોક્ટર ગણેશ રાઠીનું કહેવું છે કે તેમણે લગભગ 11 વર્ષ પહેલા બેટી બચાવો મિશન શરૂ કર્યું હતું. આ દરમિયાન હજારો છોકરીઓની ડિલિવરી ફ્રીમાં કરવામાં આવી હતી. જોકે, પરિવારે અનેક વખત પૈસા આપવા દબાણ પણ કર્યું હતું. પરંતુ, આજદિન સુધી તેણે દીકરી માટે એક પૈસો પણ લીધો નથી. ડો. ગણેશના કહેવા પ્રમાણે, જ્યારે દીકરી હોય ત્યારે હોસ્પિટલમાં ઉજવણીનો માહોલ હોય છે. કર્મચારી ઉપરાંત અહીં આવતા અન્ય દર્દીઓ પણ ઉજવણી કરે છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

 

 

દીકરીના જન્મ પર કેક કાપવામાં આવી

તાજેતરમાં એક પ્રસૂતાએ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો. ત્યારબાદ હોસ્પિટલ પ્રશાસન વતી કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. તેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં દેખાઈ રહ્યું છે કે હોસ્પિટલની અંદરના ભાગને ફુગ્ગા અને ફૂલોથી સજાવવામાં આવ્યો છે. આ સાથે હોસ્પિટલના ફ્લોર પર સેવ ગર્લનો આકૃતિ બનાવીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.

સ્ત્રી ભ્રૂણ હત્યા સામે હોસ્પિટલ ચલાવી રહી છે અભિયાન

ડોક્ટર ગણેશે જણાવ્યું કે તેઓ 2012થી સ્ત્રી ભ્રૂણ હત્યા વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા છે. આ અભિયાનમાં અનેક રાજ્યોના લોકોનો સહકાર મળ્યો. આ સાથે કેટલાક આફ્રિકન દેશોના લોકોએ પણ આ કામમાં મદદ કરી હતી. અનકી પહેલ દ્વારા આજુબાજુના વિસ્તારોમાં સ્ત્રી ભ્રૂણ હત્યા સામે અભિયાન ચલાવવામાં આવ્યું, જેની અસર એ છે કે આ વિસ્તારમાં સ્ત્રી ભૃણ હત્યાના કેસમાં ઘટાડો થયો છે.

લોકોને જાગૃત કરી રહ્યા છે

ડોક્ટર ગણેશ જણાવે છે કે તેમની હોસ્પિટલમાં લિંગ (ગર્ભાશયમાં પુત્ર કે પુત્રી)નું પરીક્ષણ કરવાની સખત મનાઈ છે. તે અન્ય હોસ્પિટલોને પણ આવું કરવાની મનાઈ કરે છે. તેમણે કહ્યું કે દીકરીઓ સમાજનું ગૌરવ છે. પુત્ર-પુત્રીની અસમાનતા યોગ્ય નથી. લોકોએ જાગૃત થવું પડશે અને આ ભેદભાવ નાબૂદ કરવો પડશે.

Next Article