ધનતેરસ પહેલા વધી સોના-ચાંદીની ચમક, મુંબઈના ઝવેરી બજારમાં ખરીદી માટે ઉમટી લોકોની ભીડ

|

Nov 12, 2020 | 7:36 PM

દિવાળીનો પાંચ દિવસીય ઉત્સવ શરૂ થતાં જ રંગ-બેરંગી લાઈટ્સની ઝગમગાટ જ્વેલરી શોરૂમમાં ચમકતા મનોબળને મજબૂત કરે છે. લોકડાઉનની અસર સાથે સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ પર હોવા છતાં સોનાની ખરીદ્દારી માટે મુંબઈમાં ગ્રાહકો હાલ જોશમાં જોવા મળી રહ્યા છે. ઝવેરીબજારમાં સોના અને હીરાના દાગીના ખરીદવા માટે ધનતેરસ માટે પ્રિ-બુકિંગ પૂરજોશમાં છે. એશિયાની સૌથી જૂની દાગીના […]

ધનતેરસ પહેલા વધી સોના-ચાંદીની ચમક, મુંબઈના ઝવેરી બજારમાં ખરીદી માટે ઉમટી લોકોની ભીડ

Follow us on

દિવાળીનો પાંચ દિવસીય ઉત્સવ શરૂ થતાં જ રંગ-બેરંગી લાઈટ્સની ઝગમગાટ જ્વેલરી શોરૂમમાં ચમકતા મનોબળને મજબૂત કરે છે. લોકડાઉનની અસર સાથે સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ પર હોવા છતાં સોનાની ખરીદ્દારી માટે મુંબઈમાં ગ્રાહકો હાલ જોશમાં જોવા મળી રહ્યા છે. ઝવેરીબજારમાં સોના અને હીરાના દાગીના ખરીદવા માટે ધનતેરસ માટે પ્રિ-બુકિંગ પૂરજોશમાં છે. એશિયાની સૌથી જૂની દાગીના બજાર એટલે મુંબઈની ઝવેરી બજાર. જેટલી ચમક દિવાળીની લાઈટિંગની છે, એટલી ચમક આ લખત ઝવેરી બજારના શો-રૂમમાં ગ્રાહકોની જોવા મળી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દર વખતની જેમ આ વર્ષે પણ લોકો દિલ ખોલીને સોના અને હીરાના દાગીનાની ખરીદી કરી રહ્યા છે. આશ્ચર્યની વાત તો એટલે છે કારણ આ ખરીદારી પર ન લોકડાઉનની અસર જોવા મળી અને ન તો સોનાના ઓલ ટાઈમ હાઈ પ્રાઈઝની. સાથે લગ્નની સિઝન માટે પણ લોકો હાલ ધનતેરસમાં પૂરો લાભ લેવા માગે છે. મુંબઈ જ્વેલર્સ એસોસિએશનના વાઈસ-પ્રેસિડેન્ટ કુમાર જૈને જણાવ્યું કે 21 નવેમ્બરથી શરૂ થનારી લગ્ન સિઝન માટે જોરશોરથી ખરીદીની તૈયારી ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં ઘણા લગ્ન નક્કી કરવામાં આવ્યાં છે. ગયા વર્ષે એટલે કે 2019માં લગ્નનાં 71 મુહૂર્તો હતા. આ વર્ષે 2020માં 103 છે. ગયા વર્ષે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 39,515 રૂપિયા હતો, આ સિઝનમાં રૂ. 10,000 વધુ છે. પરંતુ આ મોંઘો ભાવ અસલ ખરીદદાર માટે કોઈ મુદ્દો નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

ત્યારે મુંબઈ જ્વેલર્સ એસોસિએશનના વાઈસ-પ્રેસિડેન્ટ અને ઉમેદલ તિલોકચંદ જ્વેલર્સના ઓનર કુમાર જૈને જણાવ્યું કે હાલમાં તેમના શોરૂમમાં ગોલ્ડ જ્વેલરીની બુકિંગમાં ખૂબ સારી વૃદ્ધિ થઈ છે. માત્ર સોનાના ખરીદદારો જ નહીં, હીરા-ઝવેરાતના ખરીદદારો પણ બુકિંગમાં આશ્ચર્યજનક વૃદ્ધિ દર્શાવે છે કે જેથી તેઓ ધનતેરસની શુભતાનો પૂરે-પૂરો લાભ લઈ શકે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article