Cyclone Tauktae : વાવાઝોડા દરમિયાન મહિલા પર પડ્યુ ઝાડ, ઘટના CCTV માં કેદ

|

May 18, 2021 | 5:11 PM

મુંબઇથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક મહિલા પર ભારે પવનને કારણે ઝાડ પડતા જોવા મળી રહ્યુ છે.

Cyclone Tauktae : વાવાઝોડા દરમિયાન મહિલા પર પડ્યુ ઝાડ, ઘટના CCTV માં કેદ
મહિલા પર ઝાડ પડવાની ઘટના

Follow us on

Cyclone Tauktae : ચક્રવાતી તોફાન Tauktae ગઇકાલે મહારાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં તારાજી સર્જી અને મોડી રાત્રે ગુજરાત તરફ આગળ વધ્યુ હતુ. હાલમાં ગુજરાત પર વાવાઝોડાની અસર સ્પષ્ટપણે દેખાઇ રહી છે. ગઇકાલે મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારો તેમજ મહાનગરી મુંબઇમાં વાવાઝોડાને પગલે જાનમાલને મોટા પ્રમાણમાં નુક્શાન થયું હતું. મળતી માહિતી અનુસાર વાવાઝોડા દરમિયાન 7 લોકોના મોત થયા છે, તેવામાં હવે મુંબઇથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક મહિલા પર ભારે પવનને કારણે ઝાડ પડતા જોવા મળી રહ્યુ છે.

વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે એક ઝાડ મહિલા પર પડે છે. પરંતુ અહીં મહિલાની કિસ્મત તેને સાથ આપે છે અને આ મહિલા હેમખેમ નિકળી જાય છે. સમાચાર એજન્સી ANI દ્વારા એક વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો છે. આ વીડિયો 17 મેનો છે. ઝાડ જેવુ પડવા જઇ રહ્યુ હતુ તે જ સમયે મહિલા પોતાની જગ્યાએથી હટી ગઇ અને આ ઝાડ તેની પાસે આવીને ધરાશાયી થયુ. આ ઘટના દરમિયાન મહિલાનો કોઇ ઇજા પણ નથી પહોંચી આ ખરેખર કુદરતની કરામત જ કહેવાય.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

તમને જણાવી દઇએ કે, આ વીડિયો મુંબઇનો છે. જે ઘટના રસ્તા પરના સીસીટીવી કેમરામાં કેદ થઇ છે. જોકે આ જગ્યા કઇ છે તેની જાણકારી સામે આવી નથી. મુંબઇમાં ગત રોજ વાવાઝોડાને કારણે લગભગ પાંચસોથી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે, સાથે જ કેટલીક જગ્યાઓએ હોર્ડિંગ્સ અને મકાનના છાપરા ઉડવાની ઘટનાઓ પણ બની હતી. મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક મકાનની દિવાલો પણ ધરાશાયી થઇ હતી.  સતત વરસાદ પડવાને કારણે મુંબઇના કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાઇ ગયા હતા સાથે જ દરિયામાં પણ ભારે કરંટ સાથે ઉંચા મોજા જોવા મળ્યા હતા.

Next Article