Cyclone Tauktae Update : મુંબઈમાં વાવાઝોડાનું જળતાંડવ, અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, વૃક્ષો ધરાશાયી

|

May 17, 2021 | 3:55 PM

Cyclone Tauktae  મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. મુંબઇમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડા અને વરસાદના કારણે મુંબઇના જોગેશ્વરી વિસ્તારમાં પાણી ભરાયું છે. ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે.

Cyclone Tauktae Update : મુંબઈમાં વાવાઝોડાનું જળતાંડવ, અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, વૃક્ષો ધરાશાયી

Follow us on

Cyclone Tauktae  મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. મુંબઇમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડા અને વરસાદના કારણે મુંબઇના જોગેશ્વરી વિસ્તારમાં પાણી ભરાયું છે. ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે. દરમિયાન, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે મુંબઇ, થાણે અને અન્ય દરિયાકાંઠાના જિલ્લાઓની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 12 હજારથી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

Cyclone Tauktae ને કારણે મુંબઈમાં બાંદ્રા-વરલી સી લિંકને આગામી ઓર્ડર સુધી ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો છે. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ લોકોને વૈકલ્પિક માર્ગ અપનાવવા અપીલ કરી છે. ચક્રવાત તોફાનને કારણે મુંબઇના અનેક વિસ્તારોમાં સોમવારે ભારે વરસાદ પડી રહ્યો છે. જોરદાર પવનને કારણે અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયા હતા અને દરિયામાં ઉચા મોજા જોવા મળ્યા હતા. મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયા નજીકના રસ્તાઓ પર પાણી આવી રહ્યું છે.

Mumbai Water Logging

Cyclone Tauktae દેશના દક્ષિણ અને પશ્ચિમ રાજ્યોમાં ખૂબ જ તીવ્ર વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. ભારતીય હવામાન ખાતા (આઈએમડી) એ જણાવ્યું છે કે છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ભારતમાં ભારે વરસાદ અને ભારે પવનને કારણે 7 લોકોનાં મોત નીપજ્યાં છે અને સેંકડો મકાનો ધરાશાયી થયા છે. હવે ચક્રવાત મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આને કારણે કેટલીક ટ્રેનોને દક્ષિણ પશ્ચિમ રેલ્વે, દક્ષિણ રેલ્વે અને પશ્ચિમ રેલ્વે દ્વારા આંશિક અથવા સંપૂર્ણ રદ કરવી પડી છે. વાવાઝોડાની અસરના કારણે સોમવારે મુંબઇમાં કોરોના રસીઓ લગાવવામાં આવશે નહીં. બીજી તરફ, વાવાઝોડાને કારણે મુંબઇ એરપોર્ટ પર તમામ કામગીરી સવારે 11 થી સાંજના 4 વાગ્યા સુધી બંધ રહેશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મુંબઇ, ઉત્તર કોંકણ, થાણે અને પાલઘરના ભાગોમાં ભારે વરસાદ પડ્યો
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે મહારાષ્ટ્રના મુંબઇ, ઉત્તર કોંકણ, થાણે અને પાલઘરના ભાગોમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. તોફાન ઉત્તર પશ્ચિમ તરફ વળશે અને 17 મેની સાંજ સુધીમાં ગુજરાતના કાંઠે પહોંચશે તેવી સંભાવના છે.

હાલ ગુજરાતના દરિયાકાંઠે ‘તાઉ તે’ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ‘તાઉ તે’ વાવાઝોડું 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આજે રાત્રે 8 કલાકથી 11 કલાકની વચ્ચે ગુજરાતના પોરબંદર અને મહુવાની વચ્ચે  વાવાઝોડું  ટકરાશે દિવથી 20 કિમી પૂર્વ દિશા તરફ વાવાઝોડું ટકરાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડું ગુજરાતને ટકરાશે ત્યારે પવનની ઝડપ 155થી 165 કિમી પ્રતિ કલાક હશે કે જે વધીને 185 કિમી કલાક થઈ શકે છે.

Published On - 3:26 pm, Mon, 17 May 21

Next Article