Cyclone Tauktae: વાવાઝોડાએ ઝડપથી મહારાષ્ટ્ર તરફ આગળ વધવાનું શરૂ કર્યું, રાહત અને બચાવ કાર્ય માટે તંત્ર સજ્જ

|

May 15, 2021 | 10:33 AM

હવામાન વિભાગની માહિતી મુજબ વાવાઝોડાએ ઝડપથી આગળ વધવાનું શરૂ કર્યું છે. સાઈક્લોન તૌકતે લક્ષદ્વીપ અરબી સમુદ્રમાંથી પસાર થવાનું શરૂ થઈ ગયું છે.

Cyclone Tauktae: વાવાઝોડાએ ઝડપથી મહારાષ્ટ્ર તરફ આગળ વધવાનું શરૂ કર્યું, રાહત અને બચાવ કાર્ય માટે તંત્ર સજ્જ
Cyclone Tauktae

Follow us on

હવામાન વિભાગની માહિતી મુજબ વાવાઝોડાએ ઝડપથી આગળ વધવાનું શરૂ કર્યું છે. સાઈક્લોન તૌકતે લક્ષદ્વીપ અરબી સમુદ્રમાંથી પસાર થવાનું શરૂ થઈ ગયું છે. હાલ આ વાવાઝોડું દક્ષિણ-પૂર્વ અને પૂર્વ-મધ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના ને લીધે સ્થિતી ખરાબ થતા તો જરૂર પડશે તો સ્થાનિક વહીવટ દ્વારા નાગરિકોને વિસ્થાપનની સૂચનાઓ જારી કરાઈ છે અનેે તંત્ર તરફથી તેની તૈયારી કરવામાં આવી રહી છે.

15 મે ના રોજ રત્નાગીરી, સિંધુદુર્ગ, કોલ્હાપુર સતારા સાંગલી સહિત મુંબઈ પાલઘર થાણેમાં પણ હળવા વરસાદની સંભાવના છે. મુંબઇના તમામ બીચ પર પાલિકાએ એલર્ટ જારી કર્યું છે. BMC ના 24 વાર્ડમાં કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યા છે. જો જરૂર પડશે તો કોલીવાડાના નાગરિકોને બીચ પર સ્થળાંતર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

હવામાન વિભાગે 15 થી 17 મે દરમિયાન મહારાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. શનિવારે સવારથી જ મુંબઈમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. વરસાદ પહેલા મુંબઈના બીકેસી, નરીમન પૉઇંટ, દાદર, અંધેરી, સાથે ઠાણે જેવા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કેટલીક જગ્યાએ તો હળવા ઝાપટા પડ્યા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે અરબી સમુદ્રમાં નીચા દબાણવાળા ક્ષેત્રની રચના થઈ છે. તેથી આગામી 24 કલાકમાં તે વાવાઝોડામાં ફેરવાશે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ચક્રવાત 18 મે ની સાંજે કોંકણ અને મુંબઇ સમુદ્ર પાર કરશે. તે પછી તૌકતે વાવાઝોડું ગુજરાત અને પાકિસ્તાનના દરિયાકાંઠે પહોંચશે. હવામાન વિભાગની આગાહી મુજબ તોફાનથી મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, કેરળ અને કર્ણાટક પ્રભાવિત થવાની શક્યતા છે.
પાંચેય રાજ્યોમાં વહીવટી તંત્ર દ્વારા ચેતવણી જારી કરાયેલ છે.

Next Article