VIDEO:દેશમાં 3656 નવા પોઝિટિવ કેસ નોંધાતા આંકડો 46 હજાર 400ને પાર, મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 35 લોકોનાં મોત

|

May 05, 2020 | 4:10 AM

કોરોના વાઈરસે દેશ સહિત સમગ્ર વિશ્વમાં કેર વર્તાવ્યો છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો 3656 વધીને 46 હજાર 400ને પાર થઈ ગયો છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આ પહેલા એક દિવસમાં આટલા વધારે કેસ ક્યારેય નથી નોંધાયા. નવા નોંધાયેલા કેસમાં અડધા તો મહારાષ્ટ્રના જ છે. તો બીજીતરફ સક્રિય કેસની […]

VIDEO:દેશમાં 3656 નવા પોઝિટિવ કેસ નોંધાતા આંકડો 46 હજાર 400ને પાર, મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 35 લોકોનાં મોત

Follow us on

કોરોના વાઈરસે દેશ સહિત સમગ્ર વિશ્વમાં કેર વર્તાવ્યો છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો 3656 વધીને 46 હજાર 400ને પાર થઈ ગયો છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આ પહેલા એક દિવસમાં આટલા વધારે કેસ ક્યારેય નથી નોંધાયા. નવા નોંધાયેલા કેસમાં અડધા તો મહારાષ્ટ્રના જ છે.

તો બીજીતરફ સક્રિય કેસની સંખ્યા વધીને 32,000ને પાર કરી ગઈ છે. જો મોતના આંકડાની વાત કરીએ તો, એક જ દિવસમાં 103 લોકોનાં મોત થયા છે. જે અત્યાર સુધી એક દિવસમાં નોંધાયેલા મૃત્યુઆંકમાં સૌથી વધુ છે. જ્યારે 12,845થી વધુ લોકો સાજા પણ થયા છે. દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. જ્યાં એક જ દિવસમાં 35નાં મોત થયા છે. અત્યાર સુધી કુલ 583 લોકોનાં મહારાષ્ટ્રમાં મોત થઈ ચૂક્યા છે. તો 1567 કેસના વધારા સાથે પોઝિટિવ કેસનો આંકડો 14 હજાર 541 પર પહોંચી ગયો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 4:10 am, Tue, 5 May 20

Next Article