Coronavirus : મુંબઇની આ વ્યકિત પત્નીના ઘરેણાં વેચી લોકોને મફતમાં આપી રહ્યા છે ઓક્સીજન

|

May 01, 2021 | 4:09 PM

Coronavirus : કોરોનાની બીજ લહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દેશના કેટલાક ભાગમાં દર્દીઓ ઓક્સીજનની અછતથી ઝઝૂમી રહ્યા છે. પાસ્કલ પોતાની પત્નીના અનુરોધ પર લોકોને મફતમાં ઓક્સીજન ઉપલબ્ધ કરાવી રહ્યા છે.   

Coronavirus : મુંબઇની આ વ્યકિત પત્નીના ઘરેણાં વેચી લોકોને મફતમાં આપી રહ્યા છે ઓક્સીજન
Pascal Saldhana

Follow us on

Coronavirus : કોરોનાની બીજ લહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દેશના કેટલાક ભાગમાં દર્દીઓ ઓક્સીજનની અછતથી ઝઝૂમી રહ્યા છે. એવા સમયમાં કેટલાક લોકો માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપી રહ્યા છે. કોરોના દર્દીઓ માટે મુંબઇના મંડપ ડેકોરેટર પાસ્કલ સલ્ધાના કોઇ દેવદૂતથી કમ નથી. પાસ્કલ પોતાની પત્નીના અનુરોધ પર લોકોને મફતમાં ઓક્સીજન ઉપલબ્ધ કરાવી રહ્યા છે.

કોરોનાની બીજી લહેરમાં દર્દીઓને શ્વાસ લેવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઓક્સીજન માટે લોકોની લાંબી લાંબી લાઇન છે. આવા કઠિન સમયમાં પાસ્કલ લોકોની મદદ માટે આગળ આવ્યા છે. પાસ્કલ સલ્ધાના 18 એપ્રિલથી લોકોની મદદ કરી રહ્યા છે. આ સંકટની ઘડીમાં પાસ્કલ સલ્ધાના લોકોને ફ્રીમાં ઓક્સીજન સપ્લાઇ કરી રહ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પાસ્કલે કહ્યુ કે, પત્નીના કહેવા પર મેં ઘરેણા વેચી દીધા. તે ઘરેણા વેચીને મને 80 હજાર રુપિયા મળ્યા. આ રુપિયાથી મે લોકોને ફ્રીમાં ઓક્સીજન આપવાનું શરુ કર્યું. તેમણે એ પણ જણાવ્યુ કે, ક્યારેક ક્યારેક લોકો તેમને બીજાની મદદ કરવા પૈસા પણ આપે છે. તેમણે જણાવ્યુ કે, તેમની પત્ની ડાયાલિસિસ અને ઓક્સીજન સપોર્ટ પર છે. આ કારણ છે કે, તેમની પાસે સ્પેયરમાં એક ઓ્ક્સીજન સિલિન્ડર હોય છે. એક દિવસ એક સ્કૂલના પ્રિસિંપાલે મારા પાસે પોતાના પતિ માટે ઓક્સીજન માંગ્યો. પત્નીના કહેવા પર તેમણે સ્પેર સિલિન્ડર આપી દીધો. આપને જણાવી દઇએ કે, પાસ્કલની પત્નીની બંને કિડની ફેલ થઇ થયા બાદ 5 વર્ષથી ડાયાલિસિસ પર છે.

Next Article