Corona Virus: આ IAS અધિકારીએ જિલ્લામાં ન થવા દીધી ઓક્સિજનની અછત

|

Apr 28, 2021 | 11:27 PM

દેશમાં કોરોના વાઈરસની બીજી લહેરમાં સૌથી વધારે ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. લોકોના ઓક્સિજનની અછતના કારણે મૃત્યુ થઈ રહ્યા છે.

Corona Virus: આ IAS અધિકારીએ જિલ્લામાં ન થવા દીધી ઓક્સિજનની અછત
IAS Dr. Rajendra Bharud

Follow us on

Coronavirus: દેશમાં કોરોના વાઈરસની બીજી લહેરમાં સૌથી વધારે ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. લોકોના ઓક્સિજનની અછતના કારણે મૃત્યુ થઈ રહ્યા છે. આ વચ્ચે આઈએએસ અધિકારી એવા છે, જે આદિવાસી જિલ્લામાં ઓક્સિજન, બેડ્સ સહિત જરુરી ચીજ વસ્તુઓની અછત ઉભી થવા નથી દઈ રહ્યા.

 

મહારાષ્ટ્રના એક નાના આદિવાસી જિલ્લાના કલેક્ટરે આ અછતને દૂર કરવા બીજી લહેર આવે તે પહેલા જ તૈયારી શરુ કરી દીધી હતી. ડૉક્ટર બ્યૂરોક્રેટ બનેલા ડૉ.રાજેન્દ્ર ભારુદ પાસે આ સમયે મહારાષ્ટ્રના નંદુબાર જિલ્લાની જવાબદારી છે. તેમણે આ જિલ્લામાં પહેલેથી જ ઓક્સિજન, હૉસ્પિટલમાં બેડ્સ કોવિડ-19 દર્દીઓ માટે આઈસોલેશન વોર્ડ અને વેક્સિનેશન અભિયાનમાં કોઈ પ્રકારની ખોટ આવવા દીધી નથી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આજના સમયે જિલ્લામાં 150થી વધારે બેડ્સ ખાલી છે. બે ઓક્સિજન પ્લાંટ્સ છે, જે દર મિનિટે 2,400 લિટર મેડિકલ ઓક્સિજન આપે છે. જિલ્લામાં પોઝિટીવ દર્દીઓનો આંકડો પણ ઘણો ઓછો છે. નંદુબારમાં મેડિકલ સુવિધાઓનો લાભ લેવા મધ્યપ્રદેશ અને ગુજરાતથી પણ લોકો આવી રહ્યા છે. ગયા વર્ષે જ્યારે મહામારીએ દસ્તક આપી, ત્યારે આ જિલ્લામાં એક પણ ઓક્સિજન પ્લાંટ નહોતો.

 

પરંતુ ગયા વર્ષે જ્યારે કોરોના વાઈરસના કેસ ઓછા થવા લાગ્યા. ત્યારે સપ્ટેમ્બરમાં અહીં ઓક્સિજન પ્લાંટ સ્થાપિત કરી દેવામાં આવ્યો. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે ભલે સંક્રમણના મામલા ઓછા થવા લાગ્યા હોય પણ કોઈપણ સમયે વૃદ્ધિ થઈ શકે છે અને તે સમયે ઓક્સિજનની ખૂબ જ જરુર પડશે

.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જ્યારે બીજી લહેરે મહારાષ્ટ્રમાં દસ્તક દીધી, ત્યારે નંદુબારમાં એક જ દિવસમાં 1,210 કેસ સામે આવી ગયા. તે સમય સુધી ત્યાં ઓક્સિજનનો એક જ પ્લાંટ લાગેલો હતો. ડો.ભારુદે વિચાર્યુ કે આટલુ પૂરતું નથી તેમણે તરત જ જિલ્લાની હૉસ્પિટલમાં પ્લાન્ટ લગાવવા માટે ફંડ એકત્ર કર્યુ અને પ્લાંટની સ્થાપના કરી. જેના થકી 1800 લિટર પ્રતિ મિનિટ ઓક્સિજન મળવા લાગ્યું. તેમનું કહેવુ છે કે હજી પણ તેની માત્રા વધારી શકાય તેમ છે અને ત્રણ હજાર લીટર પ્રતિ મિનિટ કરી શકાશે.

 

ડૉ. ભારુદે કહ્યું કે હેલ્થકેર સિસ્ટમને સારી બનાવવા માટે એમ્બ્યુલન્સ, વેન્ટિલેટર્સ, બેડ્સ, ઓક્સિજન પ્લાંટ્સ, વેક્સીન, દવાઓ, ટ્રેઈન્ડ મેડિકલ સ્ટાફ ઘણો જરુરી હતો અને તે માટે પૈસાની પણ ઘણી જરુર હતી. આઈએએસ અધિકારીએ ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ એન્ડ ડેવલેપમેન્ટ ફંડ્સ, સ્ટેટ ડિઝાઝસ્ટર રિલીફ ફંડ્સ અને સીએસઆરની મદદથી પૈસા એકત્ર કર્યા.

 

આ પણ વાંચો: Sonu Soodએ લોન્ચ કરી ‘ફ્રી કોવિડ હેલ્પ’, ઘરે બેસીને કોરોના ટેસ્ટથી લઈને ડોકટરોની મેળવી શકાશે સલાહ

Next Article