Positive News: ઓક્ટોબરમાં આવશે બાળકો માટે વેક્સિન, નાગપુરમાં બાળકો ઉપર થયું ટેસ્ટીંગ, આખરી પરીણામની જોવાઈ રહી છે રાહ

|

Aug 11, 2021 | 8:16 PM

નાગપુરમાં 2થી 18 વર્ષના 525 બાળકો પર આ રસીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ 525 બાળકોને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા હતા. બાળકોમાં કોઈપણ પ્રકારની આડઅસર જોવા મળી નથી.

Positive News: ઓક્ટોબરમાં આવશે બાળકો માટે વેક્સિન, નાગપુરમાં બાળકો ઉપર થયું ટેસ્ટીંગ, આખરી પરીણામની જોવાઈ રહી છે રાહ
File Image

Follow us on

મહારાષ્ટ્ર સરકારે 17 ઓગસ્ટથી રાજ્યની શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, પરંતુ કોરોનાની ત્રીજી લહેરની આગાહી અને ભયને જોતા નાના બાળકો માટે રસી ક્યારે આવશે? આ પ્રશ્ન  દરેક સામાન્ય માતાપિતાના મનમાં ઉઠી રહ્યો છે. ત્યારે આ સવાલનો જવાબ હવે મળી ગયો  છે. ઓક્ટોબરમાં નાના બાળકો માટે સ્વદેશી રસી આવશે. નાગપુરમાં નાના બાળકો પર રસીનું પરીક્ષણ કરનારા જાણીતા બાળરોગ નિષ્ણાંત ડો.વસંત ખાલટકરે (Dr.Vasant Khalatkar) આ માહિતી આપી છે.

 

ઓક્ટોબર-નવેમ્બરથી બાળકો માટે ઉપલબ્ધ થશે કોવેક્સીન 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વસંત ખાલટકરે Tv9 સાથે આ બાબતે વાત કરતા કહ્યું કે “ઓક્ટોબર-નવેમ્બર સુધીમાં બાળકો માટે રસી ઉપલબ્ધ થશે. અમે વેક્સીનના ટેસ્ટીંગ રિપોર્ટ અંગે ખૂબ જ આશાવાદી છીએ. જે આગામી ત્રણ મહિનામાં આવવાનો છે. નાગપુરમાં 2થી 18 વર્ષના 525 બાળકો પર આ રસીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ 525 બાળકોને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા હતા. બાળકોમાં કોઈપણ પ્રકારની આડઅસર જોવા મળી નથી. કોવેક્સીનનું ટ્રાયલ સફળ રહ્યું છે. હવે અંતિમ પરિણામની રાહ જોવાઈ રહી છે.

 

બાળકોનું વેક્સીનેશન ટુંક સમયમાં થશે શરૂ

આ પહેલા પણ મહારાષ્ટ્ર કોરોના ટાસ્ક ફોર્સના એક પ્રતિષ્ઠિત સભ્યએ આ જ વાત કહી હતી. પ્રખ્યાત બાળરોગ નિષ્ણાંત અને મહારાષ્ટ્ર કોવિડ ટાસ્ક ફોર્સ (Maharashtra Covid Task Force)ના સભ્ય ડો.બકુલ પારેખે (Dr. Bakul Parekh) પણ કહ્યું છે કે નાના બાળકો માટે કોરોનાની રસી સપ્ટેમ્બરના અંતમાં અથવા ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં શરૂ થવાની સંભાવના છે.

 

સાંસદ રાહુલ શેવાળે અને શ્રી રાધા ફાઉન્ડેશન દ્વારા જુલાઈ મહિનામાં ઈન્ફોડેઝ નામથી આયોજન કરવામાં આવેલા ડિજિટલ જન જાગૃતિ અભિયાનમાં ભાગ લેતી વખતે ડો.બકુલ પારેખે આ નિવેદન આપ્યું હતું.

 

 

ઓક્ટોબરથી બાળકોનું રસીકરણ શરૂ કરવું જરૂરી

હાલમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસીકરણનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ કોરોનાની ત્રીજી લહેરમાં મોટી સંખ્યામાં બાળકોને કોરોના સંક્રમણ થવાની આશંકા સેવાઈ રહી છે. આવી પરીસ્થિતિમાં નાના બાળકો માટે રસીનું પરીક્ષણ સમગ્ર વિશ્વમાં શરૂ થઈ ગયું છે.

 

અમેરિકાની ફાઈઝર કંપનીએ 12 વર્ષથી ઉપરના બાળકો માટે રસીનું પરીક્ષણ શરૂ કર્યું છે. ભારતમાં પણ બાયોટેક કંપનીની કોવેક્સીનનું બાળકો પર પરીક્ષણ શરૂ થઈ રહ્યું છે. તેમાં સતત સકારાત્મક પરિણામો મળી રહ્યા છે.

 

બાળકો પર થર્ડ વેવની અસર અટકાવવા માટે સરકાર તરફથી પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. બાળકો સુધી ઝડપથી રસી પહોંચાડવા માટે યુદ્ધના ધોરણે પ્રયત્નોની સાથે સાથે શક્ય તેટલી ઝડપથી રસીનું ઉત્પાદન અને વિતરણ કેવી રીતે કરવું તે અંગે યોજનાઓ પણ તૈયાર કરવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો : Mumbai Local Train: મુંબઈગરો માટે સૌથી મોટા સમાચાર, સવારથી જ મળશે મુંબઈ લોકલ પાસ, જાણો ક્યાં અને કેવી રીતે?

Next Article