Maharashtraમાં કોરોનાનો કહેર વધ્યો, છેલ્લા 24 કલાકમાં 9,855 કેસ નોંધાયા

|

Mar 03, 2021 | 11:28 PM

Maharashtraમાં ફરી એકવાર કોરોના વાયરસનો કહેર વધ્યો છે. જેમાં છેલ્લા કેટલાક દિવસોમાં નવા કેસની સંખ્યામાં અચાનક વધારો થયો છે.

Maharashtraમાં કોરોનાનો કહેર વધ્યો, છેલ્લા 24 કલાકમાં 9,855 કેસ નોંધાયા

Follow us on

Maharashtraમાં ફરી એકવાર કોરોના વાયરસનો કહેર વધ્યો છે. જેમાં છેલ્લા કેટલાક દિવસોમાં નવા કેસની સંખ્યામાં અચાનક વધારો થયો છે. જેમાં બુધવારે મહારાષ્ટ્રમાં લગભગ 10 હજાર નવા કોરોના કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગના આંકડા મુજબ બુધવારે રાજ્યમાં 9,855 કેસ નોંધાયા હતા. જ્યારે મુંબઈમાં 1,121 કોરોના કેસ મળી આવ્યા હતા.

 

મંગળવારે કોરોના વાયરસના નવા 7,863 કેસ નોંધાયા છે, ત્યારબાદ રાજ્યમાં કોરોનાગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 21,69,330 થઈ ગઈ છે. આરોગ્ય અધિકારીએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં કોવિડ-19 દર્દીઓની રિકવરી રેટ 93.89 ટકા છે અને મૃત્યુ દર 2.41 ટકા છે. રાજ્યમાં હાલમાં 79,093 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જ્યારે મંગળવારે મુંબઈમાં ચેપના નવા 849 કેસ નોંધાયા છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

 

તાજેતરમાં Maharashtraના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોરોનાના વધતા જતા કેસો પર લોકડાઉનની ચેતવણી આપી હતી. ઠાકરેએ કહ્યું હતું કે તેઓ લોકડાઉન લાદવા માંગતા નથી. આ અગાઉ ઉદ્ધવ ઠાકરેએ ફેબ્રુઆરીના મધ્યમાં કહ્યું હતું કે જો કોરોનાના કેસ અટકશે નહીં તો તેઓ લોકડાઉન લાદવાનો નિર્ણય લઈ શકે છે. આ માટે તેમણે રાજ્યની જનતાને સાવધાન રહેવાની અપીલ કરી હતી.

 

મહારાષ્ટ્રમાં માસ્ક ન પહેરતા લોકો સામે પોલીસે કડકતા બતાવવાનું શરૂ કર્યું છે. મુંબઈ પોલીસ કમિશનર પરમવીરસિંહે માસ્ક ન પહેરતા લોકો વિરુદ્ધ અભિયાનને વધુ તીવ્ર બનાવ્યું છે અને પોલીસને દરેક ઝોનમાં નિયમોનું ઉલ્લંઘન કરતા ઓછામાં ઓછા 1000 લોકો પાસેથી દંડ વસૂલવા જણાવ્યું છે. મુંબઈને 12 પોલીસ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે અને કોવિડ -19 નિયમો હેઠળ માસ્ક ન પહેરતા લોકો પાસેથી 200 રૂપિયા દંડ વસૂલવાની સિટી પોલીસને સત્તા આપવામાં આવી છે. મહાનગરમાં કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે સિંહે પોલીસને જાહેર સ્થળોએ માસ્ક ન પહેરતા લોકો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે.

 

આ પણ વાંચો: કોરોના રસીકરણના બીજા તબક્કા માટે નોંધણીમાં વધારો, 35 લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું

Published On - 11:27 pm, Wed, 3 March 21

Next Article