મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ફરી એકવાર વધારો, છેલ્લા 24 કલાકમાં 8,807 કેસ નોંધાયા

|

Feb 24, 2021 | 9:48 PM

મહારાષ્ટ્રમાં ફરીથી કોરોના વાઈરસ (Corona Virus)ના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8,807 નવા કેસ નોંધાયા છે. 80 લોકોના મોત પણ થયાં છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ફરી એકવાર વધારો, છેલ્લા 24 કલાકમાં 8,807 કેસ નોંધાયા

Follow us on

મહારાષ્ટ્રમાં ફરીથી કોરોના વાઈરસ (Corona Virus)ના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8,807 નવા કેસ નોંધાયા છે. 80 લોકોના મોત પણ થયાં છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2,772 લોકોને સાજા થતાં રજા આપવામાં આવી હતી. આ ઉપરાંત મુંબઈમાં 1,167 કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય વિભાગ મુજબ મહારાષ્ટ્રમાં Corona કેસ વધીને 21,21,119 થયા છે. આમાંથી 20,08,623 લોકો સાજા થયા છે. હાલ સક્રિય કેસની સંખ્યા 59,358 છે, જ્યારે કુલ મૃત્યુઆંક વધીને 51,937 પર પહોંચી ગયો છે.

 

 

તેવા સમયે રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરો અને સ્થાનિક સંસ્થાઓના કમિશનરોને તપાસ ઝડપી કરવા જણાવ્યું છે. કેબિનેટની બેઠક બાદ લઘુમતી બાબતોના પ્રધાન નવાબ મલિકે કહ્યું કે બેઠકમાં રાજ્યની કોવિડ -19 પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે તપાસની સંખ્યા વધારવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. છેલ્લા બે અઠવાડિયાથી રાજ્યમાં દરરોજ સરેરાશ 60,000 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મલિકે કહ્યું કે અધિકારીઓને હાઈપર એક્ટિવિટીથી સંક્રમિત લોકોના સંપર્કમાં આવતા લોકોને શોધવા માટે કહ્યું છે.

 

અગાઉ મંગળવારે મહારાષ્ટ્રમાં Corona વાયરસના છ હજારથી વધુ નવા દર્દીઓની પુષ્ટિ થઈ હતી, જ્યારે 51 ચેપગ્રસ્ત લોકોનાં મોત નિપજ્યાં હતાં. આરોગ્ય વિભાગે કહ્યું હતું કે સોમવારે 5,210 નવા કેસ નોંધાયા છે, જ્યારે મંગળવારે 6,218 નવા દર્દીઓની પુષ્ટિ થઈ છે, ત્યારબાદ કુલ કેસ વધીને 21,12,312 થયા છે. રાજ્યમાં 10 ફેબ્રુઆરી પછી દૈનિક કેસની સંખ્યા વધી રહી છે.

 

મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધારે કેસ વિદર્ભમાં સામે આવ્યા છે. આને કારણે રાજ્યના અન્ય વિસ્તારોમાંથી આ જિલ્લાઓએ મુસાફરી પર પ્રતિબંધ લગાવી દીધો છે તેમજ વિદર્ભમાંથી આવતા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. અમરાવતી અને અકોલા વિદર્ભ ક્ષેત્રમાં આવે છે. વિદર્ભમાં કુલ 11 જિલ્લાઓ છે, જેમાંથી 5 અમરાવતી વિભાગ હેઠળ આવે છે, જ્યારે 6 નાગપુર વિભાગમાં આવે છે. આ ઉપરાંત પરભણી જિલ્લા વહીવટીતંત્રે વિદર્ભના 11 જિલ્લામાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. આ સિવાય સાંઈ બાબા મંદિર પણ સાવચેતીના ભાગ રૂપે બંધ કરવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો: Vadodaraમાં ભાજપે મેયર પદની પસંદગી માટે કવાયત હાથ ધરી, આ નામો છે ચર્ચામાં

Next Article