કોંગ્રેસ પાર્ટી ફક્ત એક પરિવાર અને તેના ચાર લોકોમાં સમેટાઈ ગઈ, આત્મમંથનની જરૂર, કોંગ્રેસના વધુ એક નેતાએ ઉઠાવ્યો અવાજ

|

Aug 27, 2022 | 8:03 AM

ચવ્હાણે કહ્યું કે ગુલામ નબી આઝાદ જેવા વરિષ્ઠ(Senior ) કોંગ્રેસી નેતાઓએ આજે ​​કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે, તે પાર્ટીની કમનસીબી છે.

કોંગ્રેસ પાર્ટી ફક્ત એક પરિવાર અને તેના ચાર લોકોમાં સમેટાઈ ગઈ, આત્મમંથનની જરૂર, કોંગ્રેસના વધુ એક નેતાએ ઉઠાવ્યો અવાજ
Sonia Gandhi and Rahul Gandhi (File Image )

Follow us on

કોંગ્રેસમાંથી (Congress )રાજીનામું આપતી વખતે ગુલામ નબી આઝાદે મોટો આરોપ લગાવ્યો છે કે પાર્ટીમાં વરિષ્ઠ (Senior )નેતાઓનું અપમાન થાય છે અને રાહુલ ગાંધીના(Rahul Gandhi ) સુરક્ષા અધિકારીઓ અને ગાર્ડ પાર્ટીના મોટા નિર્ણયો લઈ રહ્યા છે. લગભગ આ જ વાત ભૂતકાળમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂકેલા કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે પણ કહી છે. તેમણે કહ્યું છે કે આજે કોંગ્રેસ પાર્ટી એક પરિવાર અને તેની આસપાસ રહેતા ચાર લોકોમાં સમેટાઈ ગઈ છે. ચવ્હાણે સ્પષ્ટ કહ્યું કે કોંગ્રેસની આજે જે હાલત છે તે જોતા પાર્ટીએ આત્મમંથન કરવાની જરૂર છે.

પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું કે કોંગ્રેસમાં એવી વ્યક્તિ બનવી જોઈએ જે બધાને સ્વીકાર્ય હોય. ચવ્હાણે કહ્યું કે ગુલામ નબી આઝાદ જેવા વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓએ આજે ​​કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે, તે પાર્ટીની કમનસીબી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષે કઠપૂતળી ન બનવું જોઈએ.

ગુલામ નબી આઝાદ હવે કોંગ્રેસના તમામ પદોથી મુક્ત છે

16 ઓગસ્ટના રોજ, આઝાદે જમ્મુ અને કાશ્મીર કોંગ્રેસ પ્રચાર સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામું આપીને તેમની નારાજગી દર્શાવી હતી. આ પછી હવે તેમણે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામા બાદ તેમણે જમ્મુ-કાશ્મીરમાં પોતાની રાજકીય પાર્ટી બનાવવાના સંકેત આપ્યા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રાહુલ ગાંધી પાર્ટીને સંભાળી શકતા નથી, સોનિયા ગાંધી સામે ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં ગુલામ નબી આઝાદે રાહુલ ગાંધીની યોગ્યતા પર સવાલ ઉઠાવ્યા છે. આ પત્રમાં તેમણે રાહુલ ગાંધી પર ગંભીર આરોપ લગાવીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આઝાદે સીધા જ રાહુલને અપરિપક્વ ગણાવ્યા છે. તેમણે રાહુલ ગાંધી પર સલાહકારોની વ્યવસ્થાને નષ્ટ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. આઝાદે કહ્યું કે રાહુલ ગાંધીએ મીડિયાની સામે સરકારી વટહુકમ ફાડી નાખ્યો, આ તેમની અનૈતિકતાની સ્પષ્ટ નિશાની છે.

Next Article