ભાજપની ચાલમાં ફસાઈ શિવસેના! કોગ્રેંસ-એનસીપીનો છોડ્યો સાથ, આદિત્ય ઠાકરેએ કરી મોટી જાહેરાત

|

Jul 12, 2022 | 11:06 PM

શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) શિવસેના ભવનમાં એક પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે શિવસેના રાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન કરશે.

ભાજપની ચાલમાં ફસાઈ શિવસેના! કોગ્રેંસ-એનસીપીનો છોડ્યો સાથ, આદિત્ય ઠાકરેએ કરી મોટી જાહેરાત
Aditya-Thackrey
Image Credit source: ANI

Follow us on

મહારાષ્ટ્રની (Maharashtra) આર્થિક રાજધાની મુંબઈમાં શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ આજે ​​એક મોટી જાહેરાત કરી છે. જ્યાં આજે તેમણે કહ્યું કે ભાજપ સાથે અલગ-અલગ રાજકીય વિચાર છે, પરંતુ દ્રૌપદી મુર્મુ આદિવાસી મહિલા છે. એટલા માટે અમે આદિવાસીઓને સમર્થન કરીયે છીએ, જેના કારણે શિવસેના દ્રૌપદી મુર્મુના (Droupadi Murmu) પક્ષમાં જ મતદાન કરશે. થોડા કલાકો પહેલા શિવસેના પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) શિવસેના ભવનમાં પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરી હતી. જેમાં તેમણે જાહેરાત કરી હતી કે શિવસેના રાષ્ટ્રપતિ પદ માટે એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન આપશે.

આ પહેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી હતી કે શિવસેના રાષ્ટ્રપતિ પદ માટે એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન કરશે. તેમણે કહ્યું હતું કે ગઈકાલે શિવસેનાના સાંસદો સાથેની મહત્વપૂર્ણ બેઠકમાં સાંસદોએ તેમને આ વિશે નિર્ણય લેવાનો અધિકાર સોંપ્યો હતો. તેમના પર કોઈ દબાવ ન હતો. પરંતુ, એક આદિવાસી મહિલા પહેલી વખત દેશના સર્વોચ્ચ પદ પર બિરાજમાન થાય, આ શિવસેનાની ઈચ્છા છે. પરંતુ તે દેશ માટે સન્માનની વાત પણ હશે. તેથી જ તેણે રાજનીતિથી દૂર આ નિર્ણય લીધો છે.

આ પણ વાંચો

આદિત્ય ઠાકરેએ કહ્યું- અમે દ્રૌપદી મુર્મુના પક્ષમાં કરીશું મતદાન

આદિત્ય ઠાકરે વફાદારી યાત્રા દ્વારા પાર્ટી બનાવવાની કોશિશ

પાછલા દિવસોમાં શિવસેનાના ધારાસભ્યોના બળવાના કારણે તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપવું પડ્યું હતું. જ્યાં એકસાથે 40 ધારાસભ્યોના જવા બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાના ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ ફરી એકવાર પાર્ટી બનાવવાની કોશિશ શરૂ કરી દીધી છે. જેના કારણે આદિત્ય ઠાકરે વફાદારી યાત્રા દ્વારા લોકો અને શિવસૈનિકોને મળી રહ્યા છે. આ દરમિયાન આદિત્ય ઠાકરેએ કહ્યું કે મહા વિકાસ અઘાડી સરકાર જ્યાં સરળતાથી ચાલી રહી હતી, ત્યારે કેટલાક લોકો મહારાષ્ટ્રને લઈને નારાજ હતા. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રનું નામ રોશન થઈ રહ્યું છે અને આગળ વધી રહ્યું છે, કેટલાક લોકોએ જોયું નહીં, તેથી આ વિશ્વાસઘાત હતો.

એમપી શ્રીકાંત શિંદેએ દ્રૌપદી મુર્મુનું શિવસેનાનું સમર્થન મેળવવા બદલ કર્યું સ્વાગત

શિવસેના પ્રમુખની જાહેરાત બાદ સીએમ એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેએ તેમનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે શિવસેનાનું ગઠબંધન માત્ર ભાજપ અને એનડીએ સાથે થઈ શકે છે. આવામાં પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે દ્વારા લેવામાં આવેલા નિર્ણયનું અમે સ્વાગત કરીએ છીએ. સીએમ એકનાથ શિંદેએ આજે પણ તેમના સમર્થક નેતાઓને એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મુના પક્ષમાં મતદાન કરવાની અપીલ કરી છે.

Next Article