કેટલાક હીરો બનવા માંગતા હતા તો કેટલાક ગુસ્સામાં ઘરેથી ભાગી ગયા… રેલવેએ 400 થી વધુ બાળકોને તેમના પરિવાર પાસે પહોચાડ્યા

|

Jul 29, 2022 | 8:59 AM

પશ્ચિમ રેલવેના (Western Railway) મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા અનુસાર, આ બાળકોમાંથી કેટલાક પોતાના પરિવારથી નારાજ થઈને ઘરેથી ભાગી ગયા હતા અને કેટલાક બોલિવૂડની ચમક દમકને કારણે મુંબઈ તરફ નિકળી પડ્યા હતા.

કેટલાક હીરો બનવા માંગતા હતા તો કેટલાક ગુસ્સામાં ઘરેથી ભાગી ગયા… રેલવેએ 400 થી વધુ બાળકોને તેમના પરિવાર પાસે પહોચાડ્યા
Commendable work of Railway Protection Force. (Symbolic Image)

Follow us on

પશ્ચિમ રેલવે (Western Railway) આરપીએફની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. જ્યાં તાત્કાલિક અને ઝડપી કાર્યવાહી કરીને આરપીએફ એ વર્ષ 2022 માં “ઓપરેશન નન્હે ફરિશ્તે” હેઠળ, 487 બાળકો જેઓ તેમના પરિવારોથી વિખૂટા પડી ગયા હતા તેઓનું તેમના પરિવારો સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા અનુસાર, આ બાળકોમાંથી કેટલાક પોતાના પરિવારથી નારાજ થઈને ઘરેથી ભાગી ગયા હતા અને કેટલાક બોલિવૂડની ચમક દમકને કારણે મુંબઈ (Mumbai) તરફ નિકળી પડ્યા હતા. પરંતુ આરપીએફ અને રેલવેના ફ્રન્ટ લાઇન વર્કરોએ આ માસુમોનું કાઉન્સિલિંગ કર્યું અને તેમના પરિવારજનો સાથે પુન:મિલન કરાવ્યું. જોકે, આરપીએફ સ્ટાફ સગીર બાળકોની પૂછપરછ કરી રહ્યો છે.

10 વર્ષના આરુષને સ્કૂલમાં ચિડવવામાં આવી રહ્યો હતો. તેનાથી નારાજ થઈને તે નવાપુર સ્ટેશનની રિક્ષામાં બેસી ગયો હતો. ત્યાંથી તે ગુજરાત જતી કારમાં બેસી ગયો. આ દરમિયાન જ્યારે ઉધના સ્ટેશન પર આરપીએફ સ્ટાફે બાળકને ફોસલાવીને પુછપરછ કરી હતી. ત્યારે હકીકત સામે આવી હતી. તે જ સમયે, ઓપરેશન નન્હે ફરિશ્તે હેઠળ, 10 વર્ષના આરુષને આરપીએફ મુંબઈ દ્વારા પરિવારના સભ્યોને સોંપવામાં આવ્યો હતો. આ ઘટના 25 જુલાઈની છે.

જાણો શું છે ઓપરેશન નન્હે ફરિશ્તે ?

ગયા વર્ષની 8 જુલાઈના રોજ, મુંબઈને અડીને આવેલા નાલાસોપારા સ્ટેશન પર એક 10 વર્ષનુ બાળક પ્લેટફોર્મ પર આંટા મારતું જોવા મળ્યું હતું. જ્યાં આરપીએફ સ્ટાફની પૂછપરછમાં બાળકે પોતાનું નામ આશિષ દુબે હોવાનું જણાવ્યું હતું. જ્યાં આશિષ ઘરની જાણ કર્યા વગર ઘરની બહાર નીકળી ગયો હતો અને નાલાસોપારા સ્ટેશન આવ્યો હતો. રાત્રિના કારણે, તે ડરથી સ્ટેશન પર રોકાઈ ગયો. આવી સ્થિતિમાં બીજો કેસ 21 જુલાઈએ સામે આવ્યો. જ્યાં મુંબઈમાં RPF મહિલા સ્ટાફને 16 વર્ષની એક છોકરી રડતી જોવા મળી હતી. પૂછપરછ દરમિયાન તેણીએ જણાવ્યું કે તે ઉત્તર પ્રદેશના આંબેડકર નગર જિલ્લાની છે. જ્યાં તેને લખનૌ જવા માટે ટ્રેનમાં ચડવાનુ હતુ, પરંતુ ભૂલથી તે મુંબઈ પહોંચી ગઈ હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ગયા વર્ષે આરપીએફ અને જીઆરપીએ 600 બાળકોને બચાવ્યા હતા

જણાવી દઈએ કે, છેલ્લા 7 મહિનામાં મુંબઈ ડિવિઝનમાંથી 181 કેસ નોંધાયા છે, જેમાં વડોદરા ડિવિઝનમાંથી 63, અમદાવાદ ડિવિઝનમાંથી 80, રતલામ ડિવિઝનમાંથી 102, રાજકોટ ડિવિઝનમાંથી 52 અને ભાવનગર ડિવિઝનમાંથી 09 બાળકોને બચાવી લેવાયા છે. જો કે, વર્ષ 2021માં પશ્ચિમ રેલવેના આરપીએફએ જીઆરપી અને અન્ય ફ્રન્ટલાઈન રેલવે કર્મચારીઓની મદદથી લગભગ 600 બાળકોને બચાવ્યા હતા. આ સાથે, તે મુસાફરોને ખાસ કરીને મહિલાઓ અને બાળકોની સંભાળ અને સુરક્ષાની જરૂરિયાતવાળા મુસાફરોને મદદ અને બચાવ પણ પ્રદાન કરે છે.

Next Article