સીએમ ઉદ્ધવ ઠાકરે પર કોવિડ પ્રોટોકોલ તોડવાનો આરોપ, તેજિંદર બગ્ગાએ ઓનલાઈન ફરિયાદ નોંધાવી

|

Jun 23, 2022 | 11:22 AM

હવે દિલ્લી બીજેપી નેતા તેજિન્દર પાલ સિંહ બગ્ગા (Tejinder Pal Singh Bagga) પણ વહેતી ગંગામાં હાથ ધોવા માટે, મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય નાટકમાં ઉતર્યા છે. હકીકતમાં, તેમણે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને ઉદ્ધવ ઠાકરે પર કોરોના પ્રોટોકોલ તોડવાનો આરોપ લગાવ્યો છે.

સીએમ ઉદ્ધવ ઠાકરે પર કોવિડ પ્રોટોકોલ તોડવાનો આરોપ, તેજિંદર બગ્ગાએ ઓનલાઈન ફરિયાદ નોંધાવી
Tejinder Bagga and Uddhav Thackeray ( file photo)

Follow us on

ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય મંત્રી તેજિંદર પાલ સિંહ બગ્ગાએ (Tejinder Pal Singh Bagga) મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) પર કોરોના પ્રોટોકોલ તોડવાનો આરોપ લગાવ્યો છે. બગ્ગાએ મુંબઈના મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં (Malabar Hill Police Station) સીએમ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ કોરોના નિયમોના ઉલ્લંઘન કરવા માટે ઓનલાઇન પોલીસ ફરિયાદ (Online police complaint) પણ નોંધાવી છે.

બગ્ગાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, તેમને સવારે સમાચાર દ્વારા ખબર પડી કે ઉદ્ધવ ઠાકરે કોરોના પોઝિટિવ થઈ ગયા છે. શિવસેનાના સાથી કોંગ્રેસના નેતા કમલનાથે પણ આ વાતની પુષ્ટિ કરી છે. નિયમો અનુસાર, કોરોનાના દર્દીએ, જ્યારે કોરોના હોય ત્યારે કોઈની સાથે વાતચીત કરવી જોઈએ નહીં અને આઈસોલેશનમાં રહેવું જોઈએ. પરંતુ સાંજે ટીવી ચેનલો પર આવા ઘણા ફૂટેજ જોવા મળ્યા હતા, જેમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઠાકરેએ કોરોના પ્રોટોકોલ તોડીને પોતાના સમર્થકોને મળ્યા હતા. તેથી હું અપીલ કરું છું કે તેની સામે કેસ નોંધવો જોઈએ.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Tejinder Bagga lodged online complaint

વાસ્તવમાં આ બધો વિવાદ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને મહારાષ્ટ્ર કોંગ્રેસના નિરીક્ષક કમલનાથના નિવેદન બાદ શરૂ થયો હતો. બુધવારે કોંગ્રેસના ધારાસભ્યો અને ગઠબંધન પક્ષો (શિવસેના, એનસીપી) ને મળ્યા પછી કમલનાથે કહ્યું હતું કે તેમણે કોંગ્રેસના ધારાસભ્યો સાથે પણ બેઠક કરી હતી. ઉદ્ધવ ઠાકરેને કોરોના હોવાથી તેઓ મળી શક્યા નથી. જોકે, બાદમાં ઉદ્ધવ ઠાકરેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

Next Article