MUMBAI : ગણેશોત્સવ પર સેન્ટ્રલ રેલવે મુંબઇ, રત્નાગીરી, સાવંતવાડી અને પનવેલ વચ્ચે દોડાવશે 72 સ્પેશિયલ ટ્રેન

|

Jul 06, 2021 | 10:56 PM

Ganpati Utsav Special Trains : આ સ્પેશીયલ ટ્રેનોમાં મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી દરમિયાન અને ગંતવ્ય સ્થળો પર COVID-19 સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

MUMBAI :  ગણેશોત્સવ પર સેન્ટ્રલ રેલવે મુંબઇ, રત્નાગીરી, સાવંતવાડી અને પનવેલ વચ્ચે દોડાવશે 72 સ્પેશિયલ ટ્રેન
FILE PHOTO

Follow us on

MUMBAI : ગણપતિ મહોત્સવ 2021 દરમિયાન મુસાફરોન ધસારો દૂર કરવા મધ્ય રેલ્વે (Central Railway) છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, પનવેલ અને સાવંતવાડી રોડ, રત્નાગીરી વચ્ચે સ્પેશીયલ ટ્રેનો દોડાવશે. આ સ્પેશીયલ ટ્રેનોમાં મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી દરમિયાન અને ગંતવ્ય સ્થળો પર COVID-19 સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

ગણેશોત્સવ પર સેન્ટ્રલ રેલવે દ્વારા મુંબઇ, રત્નગીરી અને સાવંતવાડી વચ્ચે 72 સ્પેશિયલ ટ્રેન દોડાવશે, જેની વિગતો નીચે મુજબ છે.

1) CSMT-Sawantwadi Road-CSMT Daily Special – 36 ટ્રીપ
01227 સ્પેશિયલ ટ્રેન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) થી દરરોજ 5-9-2021 થી 22-9-2021 સુધી રોજ 00.20 કલાકે ઉપડશે અને તે જ દિવસે 14.00 કલાકે સાવંતવાડી રોડ પહોંચશે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

01228 સ્પેશિયલ ટ્રેન સાવંતવાડી રોડથી દરરોજ 5-9-2021 થી 22-9-2021 સુધી 14.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે 04.35 કલાકે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પહોંચશે.

આ ટ્રેન ટ્રીપ દરમિયાન વચ્ચેના આ સ્ટેશનો પર ઉભી રહેશે : દાદર, થાણે, પનવેલ, રોહા, માંગાંવ, વીર, ઘેડ, ચિલપૂન, સાવરડા, અરવલી રોડ, સંગમેશ્વર રોડ, રત્નાગીરી, અડાવલી, વિલાવડે, રાજપુર રોડ, વૈભવવાડી રોડ, કાંકાવલી, નંદગાંવ રોડ, સિંધુદુર્ગ અને કુડાલ.

2) CSMT-Ratnagiri-CSMT, Bi-weekly Special – 10 ટ્રીપ
01229 સ્પેશીયલ ટ્રેન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી 6-9-2021 થી 20-9-2021 સુધી અઠવાડિયામાં બે વાર દર સોમવાર અને શુક્રવારે 13.10 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.35 કલાકે રત્નાગીરી પહોંચશે.

01230 સ્પેશીયલ ટ્રેન રત્નાગિરિથી 9-9-2021 થી 23-9-2021 સુધી અઠવાડિયામાં બે વાર દર રવિવાર અને ગુરુવારે 23.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.20 કલાકે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પહોંચશે.

આ ટ્રેન ટ્રીપ દરમિયાન વચ્ચેના આ સ્ટેશનો પર ઉભી રહેશે : દાદર, થાણે(માત્ર 12229), પનવેલ, રોહા, મંગાઓન, વીર, ખેડ, ચીલપું, સવર્ડ, અરાવલી રોડ અને સંગમેશ્વર રોડ.

3) Panvel-Sawantwadi Road-Panvel Tri-weekly Special – 16 ટ્રીપ
01231 સ્પેશીયલ ટ્રેન પનવેલથી 7-9-2021 થી 22-9-2021 સુધી અઠવાડિયામાં ત્રણ વાર દર મંગળવાર, બુધવાર અને શનિવારે 08.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 20.00 કલાકે સાવંતવાડી રોડ પહોંચશે.

01232 સ્પેશીયલ ટ્રેન સાવંતવાડી રોડથી 7-92021 થી 22-9-2021 સુધી અઠવાડિયામાં ત્રણ વાર દર મંગળવાર, બુધવાર અને શનિવારે 20.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.10 કલાકે પનવેલ પહોંચશે.

આ ટ્રેન ટ્રીપ દરમિયાન વચ્ચેના આ સ્ટેશનો પર ઉભી રહેશે : રોહા, મણગાંવ, વીર, ઘેડ, ચિલપૂન, સાવરદા, અરવલી રોડ, સંગમેશ્વર રોડ, રત્નાગીરી, અડાવલી, વિલાવડે, રાજપુર રોડ, વૈભવવાડી રોડ, કાંકાવલી, નંદગાંવ રોડ, સિંધુદુર્ગ અને કુડાલ.

4) Panvel-Ratnagiri-Panvel Bi-weekly Special – 10 ટ્રીપ
01233 સ્પેશીયલ ટ્રેન પનવેલથી 9-9-2021 થી 23-9-2021 સુધી અઠવાડિયામાં બે વાર દર ગુરુવાર અને રવિવારના રોજ સવારે 08.00 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 15.40 કલાકે રત્નાગીરી પહોંચશે.

01234 સ્પેશીયલ ટ્રેન રત્નાગિરીથી 6-9-2021 થી 20-9-2021 સુધી અઠવાડિયામાં બે વાર દર સોમવાર અને શુક્રવારે 23.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06.00 કલાકે પનવેલ પહોંચશે.

આ ટ્રેન ટ્રીપ દરમિયાન વચ્ચેના રહા, મણગંજ, વીર, ઘેડ, ચિલપૂન, સાવરદા, અરવલી રોડ અને સંગમેશ્વર રોડ સ્ટેશન પર ઉભી રહેશે.

Published On - 10:45 pm, Tue, 6 July 21

Next Article