ED એ NGO નર્મદા નવનિર્માણ અભિયાનના (Narmada Navnirman Abhiyan NGO) સામાજિક કાર્યકર મેધા પાટકર (Social Worker Medha Patkar) વિરુદ્ધ તેમના ખાતામાંથી કથિત રીતે કેટલાક શંકાસ્પદ વ્યવહારો કરવા બદલ કેસ નોંધ્યો છે. આ કેસ (ED) 17 વર્ષ પહેલા 2005નો છે. ED ઉપરાંત પાટકર વિરુદ્ધ રેવન્યુ ઈન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ અને ઈન્કમ ટેક્સ (Income Tax)માં પણ કેસ નોંધવામાં આવ્યો છે. એનજીઓના ખાતામાં કોણે કેટલા પૈસા આપ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ફરિયાદીએ કેસમાં સંગઠનાત્મક ગુનાનો પણ આક્ષેપ કર્યો છે.
નર્મદા નવનિર્માણ અભિયાન એ મુંબઈ ચેરિટી કમિશનર(Mumbai Charity Commissioner) સાથે નોંધાયેલ NGO છે. મેધા પાટકર તેના મુખ્ય ટ્રસ્ટી છે. 18 જૂન 2005ના રોજ બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાં 1 કરોડ 19 લાખ 25 હજાર 880 રૂપિયાનું દાન મળ્યું હતું. પરંતુ નવાઈની વાત એ છે કે આ તમામ રકમ 20 અલગ-અલગ ખાતામાંથી સમાન રકમના 5 લાખ 96 હજાર 294 રૂપિયાના ટ્રાન્ઝેક્શન સ્વરૂપે જમા કરવામાં આવી હતી.ઉપરાંત આ રકમ એકત્ર કરનારા દાતાઓમાંના એક પલ્લવી પ્રભાકર ભાલેકર તે સમયે સગીર હતા.
મેધા પાટકરના NGOને જાન્યુઆરી 2020 થી માર્ચ 2021 સુધી વિવિધ વ્યવહારો દ્વારા 6 ભાગોમાં સંરક્ષણ મંત્રાલય હેઠળ માલગાંવ ડોગ શિપબિલ્ડર્સ લિમિટેડ (Mazagon Dock Limited) તરફથી 62 લાખનું દાન મળ્યું છે. તેથી હવે આ ખાતામાં કોણે દાન આપ્યું તેની તપાસ કરવામાં આવી રહી છે. મેધા પાટકર વિરુદ્ધ ફરિયાદ કરનારનું નામ સંજીવ કુમાર ઝા છે. અગાઉ ઝાની ફરિયાદ પર મુંબઈ પાસપોર્ટ સત્તાવાળાઓએ મેધા પાટકરનો પાસપોર્ટ પણ જપ્ત કરી લીધો હતો. તમને જણાવી દઈએ કે, ફરિયાદી ઝાએ આ કેસમાં સંગઠનાત્મક ગુનાનો આક્ષેપ કર્યો છે.
તાજેતરમાં સામાજિક કાર્યકર્તા મેધા પાટકરે એક સનસનીખેજ નિવેદન આપ્યું હતું. મેધા પાટકરે કહ્યું હતુ કે જે વુહાન લેબમાંથી કોરોના ઉત્પન્ન થયો હોવાનો દાવો કરવામાં આવે છે તે વુહાન લેબોરેટરીના માલિક બિલ ગેટ્સ છે. મેધા પાટકર દાવો કર્યો હતો કે ચીનની વુહાન લેબોરેટરી બિલ ગેટ્સ ફાઉન્ડેશનની માલિકીની છે. તેણે દાવો કર્યો કે જે લેબમાંથી કોરોના બહાર આવ્યો તે બિલ ગેટ્સની માલિકીની છે. બિલ ગેટ્સ ફાઉન્ડેશને સમગ્ર વિશ્વમાં ખેતરો કબજે કરવાની યોજના બનાવી છે. અમેરિકામાં બે લાખ 40 હજાર એકર જમીનના માલિક હોવા છતાં તેમની ભૂખ ઓછી થઈ નથી.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો : માયાનગરીમાં મોંઘવારીની આગ, મધ્યરાત્રિથી CNG અને PNGના ભાવમાં થવા જઈ રહ્યો છે આટલા રૂપિયાનો વધારો