AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

21 લાખ રુપિયા ન ચુકવવા પર શેટ્ટી પરિવારના નામે મુંબઈમાં કેસ દાખલ

બોલિવુડની હિરોઈન શિલ્પા અને શમિતા શેટ્ટીના નામે મુંબઈમાં લોન ન ચુકવવાના કારણે એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઓટોમોબાઈલ એજન્સીના માલિક પરહાદ અમરાના કહેવાથી આ મામલો મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ કોર્ટમાં પહોચ્યો છે. જેની આગળની સુનાવણી 29 જાન્યુઆરીએ કરવામાં આવશે. શિલ્પાના પપ્પા સુરેન્દ્વએ 2015માં 21 લાખ રૂપિયાની લોન પરહાદ અમરા પાસેથી લીધી હતી. જેની ઉપર 18 % […]

21 લાખ રુપિયા ન ચુકવવા પર શેટ્ટી પરિવારના નામે મુંબઈમાં કેસ દાખલ
Case filed against Shilpa shetty and her mother for non repayment of loan
Kunjan Shukal
| Edited By: | Updated on: Jan 24, 2019 | 9:55 AM
Share

બોલિવુડની હિરોઈન શિલ્પા અને શમિતા શેટ્ટીના નામે મુંબઈમાં લોન ન ચુકવવાના કારણે એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઓટોમોબાઈલ એજન્સીના માલિક પરહાદ અમરાના કહેવાથી આ મામલો મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ કોર્ટમાં પહોચ્યો છે. જેની આગળની સુનાવણી 29 જાન્યુઆરીએ કરવામાં આવશે.

શિલ્પાના પપ્પા સુરેન્દ્વએ 2015માં 21 લાખ રૂપિયાની લોન પરહાદ અમરા પાસેથી લીધી હતી. જેની ઉપર 18 % વ્યાજ આપવાનું હતું. પરહાદે સુરેન્દ્વની કંપની કોરગિફટસના નામે ચેક લખ્યા હતા. પરહાદના કહેવા પ્રમાણે સુરેન્દ્વની કંપનીમાં શિલ્પા અને તેની માતા સુનંદા પણ ભાગીદાર છે. લોનની ચુકવણી પહેલા જ 11 ઓકટોબર 2016એ શિલ્પાના પિતાનું અવસાન થયું હતું.

Case filed against Shilpa shetty and her mother for non repayment of loan

પરહાદનું કહેવુ છે કે સુરેન્દ્વના અવસાન પછી શિલ્પા,શમિતા અને સુનંદામાંથી કોઈએ પણ લોનની ચુકવણી કરી નથી. આ મામલે કાયદેસરની પહેલી નોટીસ 24 એપ્રિલ2017એ શેટ્ટી પરિવારને મોકલી હતી. તેના પહેલા પરહાદને જુહુ પોલિસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. તે પછી પરહાદે અંધેરી મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ કોર્ટમાં સી.પી.સી કલમ 156ના આધારે 26 ઓકટોબર 2017એ કેસ દાખલ કર્યા હતો

પરહાદના વકીલ યુસુફ ઈકબાલે કહયું કે આ કેસની સુનાવણી ગયા વર્ષે 8 ડીસેમ્બર 2018થી થઈ રહી છે. પણ અત્યાર સુધી શેટ્ટી પરીવાર તરફથી કોઈ હાજર થયું નથી અને તેમના તરફથી કોઈ વકીલ પણ કોઈ સુનાવણીમાં હાજર રહેલ નથી.તે પછી કોર્ટે જુહુ પોલીસને સી.પી.સી કલમ 202 મુજબ કેસ દાખલ કરવાનું અને રિપોર્ટ આપવાનો આદેશ કર્યો છે.

[yop_poll id=778]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">