VIDEO: સલમાન ખાનના ફાર્મહાઉસ પર નોકરી કરતો શખ્સ મુંબઈ ક્રાઈમ બ્રાંચના સંકજામાં, ચોરીના કેસમાં 29 વર્ષથી હતો ફરાર

|

Oct 10, 2019 | 3:57 AM

એક સનસનીખેજ ઘટનાક્રમમાં મુંબઈ પોલીસે બુધવારે જાણીતા અભિનેતા સલમાન ખાનના ફાર્માહાઉસની દેખરેખ રાખતા એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. સલમાન ખાનના ફાર્માહાઉસ પર સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. આ વ્યક્તિ મુંબઈ પોલીસનો વોન્ટેડ ગુનેગાર છે અને પોલીસ છેલ્લા 29 વર્ષથી તેની તપાસ કરી રહી છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સલમાન ખાનના ફાર્માહાઉસથી ધરપક્ડ […]

VIDEO: સલમાન ખાનના ફાર્મહાઉસ પર નોકરી કરતો શખ્સ મુંબઈ ક્રાઈમ બ્રાંચના સંકજામાં, ચોરીના કેસમાં 29 વર્ષથી હતો ફરાર

Follow us on

એક સનસનીખેજ ઘટનાક્રમમાં મુંબઈ પોલીસે બુધવારે જાણીતા અભિનેતા સલમાન ખાનના ફાર્માહાઉસની દેખરેખ રાખતા એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. સલમાન ખાનના ફાર્માહાઉસ પર સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. આ વ્યક્તિ મુંબઈ પોલીસનો વોન્ટેડ ગુનેગાર છે અને પોલીસ છેલ્લા 29 વર્ષથી તેની તપાસ કરી રહી છે.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સલમાન ખાનના ફાર્માહાઉસથી ધરપક્ડ કરેલા આ વ્યક્તિનું નામ શક્તિ સિદ્ધેશ્વર રાણા છે. 62 વર્ષનો આ વ્યક્તિ આ સ્થળ પર કાર્યરત છે તેની માહિતી મુંબઈ પોલીસને તેમના બાતમીદારથી મળી હતી. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે યોજના બનાવીને સલમાન ખાનના ફાર્માહાઉસ પર રેડ પાડી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પોલીસને આવતા જોઈને રાણાએ ફાર્માહાઉસની બહાર ફરાર થવાના પ્રયત્ન કર્યા પણ પોલીસે તે સમયે ફાર્માહાઉસને ચારે તરફથી ઘેરી લીધો હતો અને તે ફરાર થવામાં સફળ થયો નહતો. પોલીસે જણાવ્યું કે રાણા અને તેના ઘણા સાથીઓની પોલીસે 1990માં ચોરીના એક મામલે ધરપક્ડ કરી હતી. ત્યારબાદ તે જામીન પર બહાર આવી ગયો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જ્યારે રાણા તમામ અપીલ અંગે કોર્ટમાં પહોંચ્યો ન હતો, ત્યારે તેની સામે બિનજામીનપાત્ર વોરંટ કાઢવામાં આવ્યુ હતુ. રાણા અચાનક શહેરથી ગાયબ થઈ ગયા પછી પણ મુંબઈ પોલીસ સતત તેની જાણકારી મેળવતી હતી અને 2 દિવસ પહેલા જ રાણાની એક આલીશાન ફાર્માહાઉસમાં હાજર રહેવાની જાણકારી મળી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પોલીસ જ્યારે બાતમીના આધારે સ્થળ પર પહોંચી ત્યારે તેમને જાણ થઈ કે આ ફાર્માહાઉસ સલમાન ખાનનું છે પણ પોલીસની ક્રાઈમ બ્રાંચે સલમાન ખાનને કહ્યા વગર ફાર્માહાઉસમાં રેડ પાડી અને રાણાની ધરપક્ડ કરી લીધી. પોલીસ આ મામલે સલમાન ખાન સાથે પણ પુછતાછ કરવા માટે તૈયાર છે. જેથી જાણી શકાય કે રાણા તેમના સંપર્કમાં ક્યારે, કેવી રીતે અને કોના દ્વારા આવ્યો.

Published On - 3:55 am, Thu, 10 October 19

Next Article