
સરકાર એક તરફ NEET રી-એગ્ઝામને વધુ સારી રીતે યોજવા માટે પ્રયાસો કરી રહી છે. ત્યારે બીજી તરફ બેદરકારીના કિસ્સાઓ હજુ પણ સામે આવી રહ્યા છે. 21 જૂનના રોજ યોજાનારી NEET રી-એગ્ઝામમાં નાગપુરના NEET ઉમેદવારને ભૂલથી અબુ ધાબીનું પરીક્ષા કેન્દ્ર ફાળવાયું આવ્યું હતું. મામલો ચર્ચામાં આવ્યા બાદ NTAને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારબાદ પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર કરવામાં આવ્યો. હવે ઉમેદવારને નાગપુરમાં પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યું છે.
પરીક્ષા માટે માત્ર એક દિવસ બાકી હોવાથી, વિદ્યાર્થી અને તેનો પરિવાર ચિંતિત હતા. વિદ્યાર્થીએ તેની અરજીમાં નાગપુર સેન્ટરને પસંદગી આપી હતી. આમ છતાં, NTA એ સ્થાનિક વિકલ્પોને બદલે સીધા વિદેશી પરીક્ષા કેન્દ્ર ફાળવ્યું હતું. પરિણામે, પાસપોર્ટ અને વિઝા પ્રક્રિયા પૂર્ણ કરવી અને 24 કલાકની અંદર વિદેશ મુસાફરી કરવી શક્ય શક્ય નહોતું.
#WATCH | Nagpur, Mahrashtra: Family of a NEET aspirant, Abdullah Mohammad Talib, claims that he was allocated a school in Abu Dhabi as his exam center for NEET-UG re-exam scheduled to be held on 21st June.
His father, Mohammad Talib, says, “…After the admit card was downloaded… pic.twitter.com/EmFqhIFVRK
— ANI (@ANI) June 20, 2026
સમસ્યા વિશે જાણ્યા પછી, માતાપિતાએ NTA હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી હતી. અધિકારીઓએ શરૂઆતમાં ટેકનિકલ ભૂલ સ્વીકારી અને પરીક્ષા કેન્દ્ર બદલવાની શક્યતા વ્યક્ત કરી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) તેના સત્તાવાર વોટ્સએપ ચેનલ દ્વારા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ અંડરગ્રેજ્યુએટ (NEET UG) 2026 રી-એગ્ઝામમાં બેસતા ઉમેદવારોને પરીક્ષા સંબંધિત મહત્વપૂર્ણ માહિતી અને પરીક્ષા કેન્દ્રની માહિતી મોકલશે. એજન્સીના જણાવ્યા અનુસાર, આ પહેલ ઉમેદવારોને સંબંધિત માહિતી સીધી મળે અને 21 જૂન, 2026 ના રોજ યોજાનારી રી-એગ્ઝામ પહેલાં કોઈપણ મૂંઝવણ ટાળવા માટે બનાવવામાં આવી છે.
NEET (UG) 2026 — Official WhatsApp Updates
NTA is now sending exam updates & centre information to candidates directly on WhatsApp for the re-examination on Sunday, 21 June 2026.
How to know it’s really us:
✅ Only from our verified account: +91 78279 80287
✅ Look for the…
— National Testing Agency (@NTA_Exams) June 19, 2026
NEET-UGની 21 જૂને યોજાનારી રી-એગ્ઝામ માટે ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર તરીકે અબુ ધાબીની એક શાળા ફાળવવામાં આવી હોવાનો પરિવારનો દાવો છે. ઉમેદવારના પિતાએ જણાવ્યું હતું કે ગઈકાલે (19 જૂને) સાંજે 4 વાગ્યે એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા પછી અમને ખબર પડી કે પરીક્ષા કેન્દ્ર અબુ ધાબીની એક શાળાનું છે. આ જોઈને અમે આશ્ચર્યચકિત થઈ ગયા. અમે હેલ્પલાઈન નંબર ડાયલ કર્યો. તેઓએ અમને તેમને મેઇલ મોકલવાનું કહ્યું. જ્યારે અમે મેઇલ મોકલ્યો ત્યારે અમને ફોન આવ્યો કે અમને શનિવારે (20 જૂને) સાંજે 4 વાગ્યા સુધીમાં નવું પ્રવેશપત્ર આપવામાં આવશે. અમે વિકલ્પો તરીકે 3 જિલ્લા આપ્યા હતા પરંતુ હવે અમે માંગણી કરીએ છીએ કે નાગપુર અમને કેન્દ્ર તરીકે આપવામાં આવે.