Maharashtra : મુંબઈ હાઈકોર્ટે મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમવીર સિંહની અરજી ફગાવી, કહ્યું – અમે નિર્ણય ન લઈ શકીએ

|

Sep 16, 2021 | 5:49 PM

મુંબઈ પોલીસ ઈન્સ્પેક્ટર અનૂપ ડાંગેએ મહારાષ્ટ્ર સરકારને લખેલા પત્ર બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે. ઈન્સ્પેક્ટર અનૂપે પરમવીર સિંહ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા.

Maharashtra : મુંબઈ હાઈકોર્ટે મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમવીર સિંહની અરજી ફગાવી, કહ્યું - અમે નિર્ણય ન લઈ શકીએ
પૂર્વ પોલીસ કમિશ્નર પરમવીર સિંહ (ફાઈલ ફોટો)

Follow us on

મુંબઈ હાઈકોર્ટે (Bombay High Court) ગુરુવારે મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમવીર સિંહની (Mumbai Police Commissioner Parambir Singh) અરજી ફગાવી દીધી છે. પરમવીર સિંહની કોર્ટે તે અરજી ફગાવી દીધી છે. જેમાં તેમણે મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) દ્વારા તેમની સામે શરૂ થયેલી પ્રાથમિક તપાસને પડકારી હતી.

અરજીને ફગાવી દેતા જસ્ટિસ એસ.એસ. શિંદે અને એન. જે. જમાદારની ડિવિઝન બેંચે જણાવ્યું હતું કે, સિંહ દ્વારા માંગવામાં આવેલી રાહત કેન્દ્રીય વહીવટી ટ્રિબ્યુનલ નક્કી કરી શકે છે કારણ કે તે સેવાનો મામલો છે. અરજીને બિન-જાળવણીપાત્ર ગણાવીને કોર્ટે યોગ્ય ફોરમનો સંપર્ક કરવા કહ્યું છે.

ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોને રાજ્ય સરકાર તરફથી ભ્રષ્ટાચારના આરોપમાં સિંહ વિરુદ્ધ તપાસ કરવાની પરવાનગી આપવામાં આવી હતી.  આ મામલો મુંબઈ પોલીસ ઈન્સ્પેક્ટર અનૂપ ડાંગેએ મહારાષ્ટ્ર સરકારને લખેલા પત્ર બાદ સામે આવ્યો હતો. ડાંગે પરમવીર સિંહ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા. સરકારને લખેલા પત્રમાં ડાંગેએ કહ્યું હતું કે, મુંબઈ પોલીસના પૂર્વ કમિશનરે તેના સસ્પેન્શન દરમિયાન મુંબઈ પોલીસમાં ફરી નોકરી પર લેવા માટે પૈસાની માંગણી કરી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સિંહને 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો

મુંબઈના પૂર્વ કમિશનર પરમવીર સિંહને 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વસુલી કેસની તપાસ કરી રહેલી એક સભ્યની તપાસ ટીમના પ્રમુખ અને બોમ્બે હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ કૈલાસ ઉત્તમચંદ ચાંદીવાલે પરમવીર સિંહ પર આ દંડ લગાવ્યો છે. તેમના પર આરોપ છે કે ઘણી વખત બોલાવવા છતાં તે સમિતિ સમક્ષ હાજર થયા ન હતા. પરમવીરને એક છેલ્લી તક આપતા, તપાસ સમિતિએ તેમને સમયસર તેમની સમક્ષ હાજર થવાનું કહ્યું છે, અન્યથા તેમની સામે કડક કાર્યવાહી થઈ શકે છે.

પરમવીર સિંહે 100 કરોડની વસૂલાતનો આરોપ લગાવ્યો છે

તમને જણાવી દઈએ કે જ્યારે મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાના પાર્કિંગમાં વિસ્ફોટકોથી ભરેલી કાર મળી આવ્યા બાદ થયેલા વિવાદ બાદ પરમવીર સિંહની બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ સિંહે રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર 100 કરોડ રૂપિયાની વસુલી કરવાનો આરોપ લગાવ્યો હતો.

ઈડીએ (ED) એ ગયા મહિને મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અને શિવસેનાના નેતા અનિલ પરબને પણ સમન્સ પાઠવ્યા હતા, પરંતુ તેઓ તેમની સત્તાવાર પ્રતિબદ્ધતાઓનું કારણ આપીને  હાજર થયા ન હતા. 56 વર્ષીય પરબ, જે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી મહા વિકાસ આઘાડી સરકારમાં સંસદીય બાબતોના મંત્રી પણ છે, તેમણે એજન્સી સમક્ષ હાજર થવા માટે પખવાડિયાનો સમય માંગ્યો હોવાનું માનવામાં આવે છે.

 

આ પણ વાંચો :  Wah Mumbai ! મુંબઈ દુનિયાનું બીજું સૌથી ઈમાનદાર શહેર, લીસ્ટમાં સૌથી નીચે આ શહેરનો ઉલ્લેખ, જુઓ આનંદ મહિન્દ્રાનું Tweet

Next Article