ભારતનાં આ ઉદ્યોગપતિએ ખરીદ્યો મુંબઈમાં સૌથી મોંઘો ફ્લેટ, કિંમત 100 કરોડ રૂપિયા, જાણો શું છે ફ્લેટની વિશેષતા

|

Jul 15, 2020 | 2:52 PM

કહેવાય છે કે દરેક કોઈનું સપનું હોય છે કે પોતાનું એક ઘર હોય, પરંતુ એ ઘરની કિંમત અગર 100 કરોડ રૂપિયા હોય તો? જી હાં, આપણા દેશનાં એક માલદાર ઉદ્યોગપતિએ મુંબઈમાં 100 કરોડની કિંમતમાં બે ફ્લેટ ખરીદ્યા છે. આ ફ્લેટ મુંબઈનાં પોશ કામાઈકલ રોડ પર આવેલા છે. આ ઉદ્યોગપતિનું નામ છે અનુરાગ જૈન. અનુરાગ જૈન […]

ભારતનાં આ ઉદ્યોગપતિએ ખરીદ્યો મુંબઈમાં સૌથી મોંઘો ફ્લેટ, કિંમત 100 કરોડ રૂપિયા, જાણો શું છે ફ્લેટની વિશેષતા
http://tv9gujarati.in/bharat-na-aa-udh…00-karod-no-flat/

Follow us on

કહેવાય છે કે દરેક કોઈનું સપનું હોય છે કે પોતાનું એક ઘર હોય, પરંતુ એ ઘરની કિંમત અગર 100 કરોડ રૂપિયા હોય તો? જી હાં, આપણા દેશનાં એક માલદાર ઉદ્યોગપતિએ મુંબઈમાં 100 કરોડની કિંમતમાં બે ફ્લેટ ખરીદ્યા છે. આ ફ્લેટ મુંબઈનાં પોશ કામાઈકલ રોડ પર આવેલા છે. આ ઉદ્યોગપતિનું નામ છે અનુરાગ જૈન.

અનુરાગ જૈન બજાજ કંપનીનાં માલિક રાહુલ બજાજનાં ભત્રીજા છે અને તેમનો ઓટો પાર્ટસનો બિઝનેસ છે. અનુરાગ જૈને મુંબઈનાં કામાઈકલ રોડ પર આવેલા કામાઈકલ રેસીડેન્સમાં બે ફ્લેટ ખરીદ્યા છે. આ બંને ફ્લેટ કુલ 6371 સ્ક્વેર ફીટમાં છે અને જૈનને 1 લાખ 56 હજાર961 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફીટ રકમ ચુકવવી પડી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અનુરાગ જૈનનાં આ ફલેટની મૂળ કિંમત 46.43 કરોડ હતી પરંતુ તેમને બે ગણી રકમ ચુકવવી પડી કેમકે રજીસ્ટ્રી અને સ્ટેમ્પ ડ્યુટી મેળવીને આ કિંમત 100 કરોડ રૂપિયા થઈ ગઈ. રજીસ્ટ્રીની કિંમત 1.56 લાખ રૂપિયા પ્રતિ સ્ક્વેર ફીટ અને 5 કરોડ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટીનાં પણ લાગ્યા. આ બંને ફ્લેટને ખરીદવા સાથે તેમને ફ્લેટમાં 8 પાર્કિંગ પણ મળ્યું છે.

અનુરાગ જૈન એન્ડ્યુરન્સ ટેકનોલોજીસનાં મેનેજીંગ ડાયરેક્ટર છે. તેમની કંપની ભારત અને યુરોપમાં ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનોનાં સ્પેર પાર્ટસ બનાવે છે અને સપ્લાય પણ કરે છે. કામાઈકલ રેસિડન્સ 21 માળની બિલ્ડીંગ છે કે જેમાં માત્ર 28 ફ્લેટ છે. એક ફ્લોર પર બે જ ફ્લેટ બનાવવામાં આવ્યા છે જેથી રહેવા વાળાને પુરી જગ્યા મળે. ફ્લેટની વચ્ચે 2000 સ્ક્વેર ફીટની જગ્યા રાખવામાં આવી છે. બિલ્ડીંગ હાલમાં બની રહી છે.

ફ્લેટ લેનારા અગર ઈચ્છે તો એક ફ્લોર પર બે ફ્લેટને એક કરીને બનાવી શકે છે. દરેક ફ્લેટનાં એક તરફથી દરીયો અને બીજી તરફથી શહેરનો ખુબસુરત નજારો દેખાય છે. બિલ્ડીંગમાં સોલર પેનલ. રેઈન વોટર હાર્વેસ્ટીંગ, સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન જેવી સુવિધાઓ પણ છે, તો અગાશી પર મોટો ગાર્ડન અને ઈન્ફિનિટી પૂલ પણ છે.

Next Article