BEST નો બેસ્ટ નિર્ણય, મુંબઈની બીજી લાઈફલાઈનનું સ્ટીયરિંગ મહિલાઓના હાથમાં, બેસ્ટને મળી પહેલી મહિલા બસ ડ્રાઈવર

|

May 23, 2022 | 2:09 PM

બેસ્ટમાં (BEST Bus Driver) મહિલાઓને વાહક બનવાની તક આપવામાં આવી હતી. હવે ટૂંક સમયમાં બેસ્ટ બસનું સ્ટીયરીંગ મહિલાઓને સોંપવામાં આવશે. મુંબઈમાં બેસ્ટ બસ ડ્રાઈવર તરીકે પ્રથમ મહીલા આ મહીનાના અંતમાં જોડાશે.

BEST નો બેસ્ટ નિર્ણય, મુંબઈની બીજી લાઈફલાઈનનું સ્ટીયરિંગ મહિલાઓના હાથમાં, બેસ્ટને મળી પહેલી મહિલા બસ ડ્રાઈવર
મુંબઈમાં બેસ્ટની બસોમાં હવે મહીલા ડ્રાઈવર

Follow us on

મહિલાઓ હવે કોઈપણ ક્ષેત્રમાં પાછળ રહી નથી. મહિલાઓ દરેક પડકારજનક કાર્યમાં પુરુષો સાથે ખભે ખભો મિલાવીને કામ કરતી જોવા મળે છે. ત્યારે મુંબઈની (Mumbai) બેસ્ટ બસ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બેસ્ટ (BEST) મુંબઈવાસીઓની બીજી લાઈફલાઈન તરીકે જાણીતી છે અને હવે આ બીજી લાઈફલાઈન બેસ્ટનું સ્ટીયરીંગ મહિલાઓના હાથમાં રહેશે. લક્ષ્મી જાધવ નામની 42 વર્ષના મહિલા બેસ્ટમાં બસ ડ્રાઈવર તરીકે કોન્ટ્રાક્ટના આધારે જોડાશે. હાલમાં તે તાલીમ લઈ રહ્યા છે. ટ્રેનિંગ પૂરી થતાં જ તેઓ મુંબઈના રસ્તાઓ પર બેસ્ટ બસ ચલાવતા જોવા મળશે.

બેસ્ટમાં 18,000 કર્મચારીઓ

બેસ્ટના કાફલામાં હાલમાં કુલ 3,500 વાહનો છે. આમાંના કેટલાક વાહનો મહાનગરપાલિકાની માલિકીના છે અને તેમાંથી કેટલાક ભાડા પર લેવામાં આવ્યા છે. જે બસો લીઝ પર લેવામાં આવી છે તેમાં ડ્રાઇવર કંપની દ્વારા મુકવામાં આવેલા છે. બેસ્ટ હાલમાં આ પદ પર લગભગ 18,000 લોકોને રોજગારી આપે છે. તેમાં 9,000 કન્ડક્ટર અને 9,000 ડ્રાઈવર છે. બેસ્ટમાં અત્યાર સુધી પુરુષોનું વર્ચસ્વ રહ્યું છે. પરંતુ હવે મહિલાઓને પણ તક મળી રહી છે. બેસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 100 મહિલાઓની કન્ડક્ટર તરીકે ભરતી કરવામાં આવી છે.

શરૂઆતમાં ત્રણ મહિલા ડ્રાઈવર

આ દરમિયાન, વાહક પદની જવાબદારી સફળતાપૂર્વક નિભાવ્યા બાદ મહિલાઓ બેસ્ટના ડ્રાઇવરની જવાબદારી નિભાવવા તૈયાર છે. તેને ભાડે લીધેલી બસમાં કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે નોકરી આપવામાં આવશે. શરૂઆતમાં ત્રણ મહિલાઓ બેસ્ટમાં ડ્રાઈવર તરીકે જોડાશે. બેસ્ટના જણાવ્યા અનુસાર તેઓ હાલમાં તાલીમ લઈ રહ્યા છે. તેમાંથી એક મહિલા ડ્રાઇવર લક્ષ્મી જાધવ છે, જે ટૂંક સમયમાં બેસ્ટમાં ડ્રાઇવર તરીકે જોડાશે. તે બેસ્ટના પ્રથમ મહિલા ડ્રાઈવર હશે. આ પછી ધીરે ધીરે આ સંખ્યામાં વધારો કરવામાં આવશે. 27 કે 28 મેના રોજ ડ્રાઈવર લક્ષ્મી જાધવ ધારાવી ડેપો અને દક્ષિણ મુંબઈ વચ્ચે બસ ચલાવશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

આ સાથે જ મીડિયા સાથેની વાતચીતમાં જાધવે કહ્યું, હું 2016માં વડાલા આરટીઓમાંથી ઑટોરિક્ષાની પરમિટ મેળવનારી પહેલી મહિલા છું, મને નાનપણથી જ ડ્રાઇવિંગ કરવાનો ખૂબ જ શોખ છે, હું એક ટ્રાવેલ એજન્સીમાં કામ કરતી હતી, જ્યાંથી હું ડ્રાઇવિંગ શીખી, મેં BMW અને મર્સિડીઝ જેવી કાર પણ ચલાવી છે.

Next Article