Baba Siddique Murder : કોઈ હિસ્ટ્રીશીટર છે તો કોઈ ભંગારનો વેપારી… બાબા સિદ્દીકીની હત્યા કરનારા કોણ છે?

|

Oct 14, 2024 | 7:34 AM

Baba Siddique Murder : મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાની તપાસ શરૂ કરી છે. પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓ ધર્મરાજ રાજેશ કશ્યપ, ગુરમેલ બલજીત સિંહ અને પ્રવીણ લોંકરની ધરપકડ કરી છે, જ્યારે પોલીસ ત્રણ આરોપી શિવ ગૌતમ, શિબુ લોંકર અને જીશાન અખ્તરને શોધી રહી છે.

Baba Siddique Murder : કોઈ હિસ્ટ્રીશીટર છે તો કોઈ ભંગારનો વેપારી… બાબા સિદ્દીકીની હત્યા કરનારા કોણ છે?
Who are the killers of Baba Siddiqu

Follow us on

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાએ માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં હલચલ મચાવી દીધી છે. શનિવારે દશેરાની રાત્રે ફટાકડાના અવાજ વચ્ચે ત્રણ આરોપીઓએ બાબા સિદ્દીકીની તેમના પુત્રની ઓફિસની સામે ગોળી મારીને હત્યા કરી હતી. તેમને તરત જ લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પરંતુ તેમને મોતના મુખમાંથી બચાવી શકાયા નહીં.

પ્રવીણ લોંકરની પણ ધરપકડ કરી

પોલીસે હત્યાના સંબંધમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે, જ્યારે પોલીસ ત્રણ આરોપીઓને શોધી રહી છે. આરોપીઓમાં એક ભંગારના વેપારી છે, એક સગીર હોવાનું કહેવાય છે અને અન્ય ત્રણ ગુનાહિત રેકોર્ડ ધરાવે છે અને બિશ્નોઈ ગેંગ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. પોલીસે ફેસબુક પર પોસ્ટ કરીને હત્યાની જવાબદારી સ્વીકારનારા વ્યક્તિ પ્રવીણ લોંકરની પણ ધરપકડ કરી છે.

પોલીસે હત્યાના આરોપમાં 19 વર્ષીય ધર્મરાજ રાજેશ કશ્યપ અને 23 વર્ષીય ગુરમેલ બલજીત સિંહની ધરપકડ કરી છે. રવિવારે બંનેને મુંબઈની ફોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ગુરમેલ સિંહને 21મી ઓક્ટોબર સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે.

નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ

કોર્ટે રાજેશ કશ્યકની વાસ્તવિક ઉંમર નક્કી કરવા માટે બોન ઓસિફિકેશન ટેસ્ટનો પણ આદેશ આપ્યો હતો. કોર્ટમાં આરોપી રાજેશ કશ્યપે દાવો કર્યો કે તે 17 વર્ષનો છે.

પોલીસ તપાસ અનુસાર ત્રીજો શૂટર, 24 વર્ષીય શિવ કુમાર ઉર્ફે શિવ ગૌતમ, જે રાજેશ કશ્યપ અને ગુરમેલ બલજીત સિંહ સાથે હાજર હતો, તે આ ઘટનામાં સામેલ હતો. હાલ તે ફરાર છે. તેમજ પોલીસે ચોથા સંદિગ્ધ મોહમ્મદ જસિન અખ્તરની પણ ઓળખ કરી છે. જે લૉરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંબંધ ધરાવતો હોવાની શક્યતા છે. પોલીસ તેની સાથે શિવ ગૌતમ અને શિબુ લોંકરને શોધી રહી છે.

જાણો ઘટનાની રાત્રે શું થયું હતું?

શનિવારે સાંજે ધર્મરાજ રાજેશ કશ્યપ, ગુરમેલ બલજીત સિંહ અને શિવ કુમાર ગૌતમ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં બાબા સિદ્દીકીના ધારાસભ્ય પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર પહોંચ્યા હતા. બાબા સિદ્દીકી ઓફિસ પાસે ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે તેમને ગોળી વાગી હતી.

મુંબઈ પોલીસના ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ દત્તા નલાવડેએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આરોપીઓ મરીનો સ્પ્રે લાવ્યા હતા અને બાબા સિદ્દીકીને ગોળી મારતા પહેલા તેનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યા હતા. જો કે શિવાએ તેમના પર સીધો ગોળીબાર શરૂ કરી દીધો. બાબા સિદ્દીકીના સુરક્ષાકર્મીઓએ ધર્મરાજ અને ગુરમેલને પકડી લીધા હતા, જ્યારે શિવકુમાર ભાગવામાં સફળ રહ્યો હતો.

શિવકુમાર-ધર્મરાજનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી

ઉત્તર પ્રદેશના રહેવાસી શિવકુમાર અને ધર્મરાજનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી. શિવ કુમારની માતાના જણાવ્યા અનુસાર તે ભંગારની દુકાનમાં કામ કરવા પુણે ગયો હતો અને છેલ્લે હોળી દરમિયાન ગામની મુલાકાતે ગયો હતો. શિવ કુમાર થોડાં વર્ષો પહેલા મહારાષ્ટ્રમાં મજૂરી કરવા ગયા હતા અને તેમણે ધર્મરાજને પણ પોતાની સાથે બોલાવ્યા હતા. ધર્મરાજની માતા કહે છે કે તેમને ખબર નથી કે તેમનો દીકરો મુંબઈમાં શું કરી રહ્યો છે.

ગુરમેલ હત્યાના આરોપમાં જેલમાં ગયો

જ્યારે ગુરમેલ હરિયાણાનો વતની છે. જ્યારે મોહમ્મદ ઝીસાન અખ્તર પંજાબના જલંધરનો રહેવાસી છે. એ જ રીતે ગુરમેલનો પણ ગુનાહિત ઈતિહાસ છે. તેની 2019માં હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. તેના માતા-પિતાનું અવસાન થયું છે અને હવે ગામમાં માત્ર તેની દાદી બાકી છે. દાદી કહે છે કે તેણે 11 વર્ષ પહેલા તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો. તે ત્રણ મહિના પહેલા જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો અને થોડીવાર માટે આવ્યો હતો અને પછી જતો રહ્યો હતો. તેનો પરિવાર સાથે કોઈ સંપર્ક નહોતો.

ઝીશાન અખ્તરે લોરેન્સ ગેંગ પાસેથી સોપારી લીધી હતી

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ચોથો શંકાસ્પદ આરોપી ઝીશાન અખ્તર છે. તે જલંધરનો રહેવાસી છે અને તાજેતરમાં જ જૂનમાં પટિયાલા જેલમાંથી મુક્ત થયો હતો. તેની ધરપકડ દરમિયાન તે પટિયાલા જેલમાં લોરેન્સ ગેંગને મળ્યો, જેણે તેને કથિત રીતે બાબા સિદ્દીકીની હત્યાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. લોરેન્સ બિશ્નોઈ ગેંગે બોલિવૂડ અભિનેતા સલમાન ખાન સાથેના ગાઢ સંબંધોને કારણે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારી હોવાનું કહેવાય છે.

અભિનેતાને પહેલેથી જ લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ઘણી ધમકીઓ મળી ચુકી છે, જેમણે તેના પર બિશ્નોઈ સમુદાયના પવિત્ર પ્રાણી કાળિયારને મારવાનો આરોપ મૂક્યો છે. જો કે પોલીસે હજુ સુધી હત્યામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગની સંડોવણીની પુષ્ટિ કરી નથી અને દાવાઓની તપાસ કરી રહી છે.

હત્યામાં લોંકર ભાઈઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી

દરમિયાન મુંબઈ પોલીસે બાબા સિદ્દીકીની હત્યાના સંબંધમાં રવિવારે રાત્રે અન્ય એક વ્યક્તિ પ્રવીણ લોંકરની ધરપકડ કરી છે. તેણે ફેસબુક પોસ્ટ પર હત્યાની જવાબદારી લીધી હતી. તે શિબુ લોંકરના ભાઈ છે. ફેસબુક પોસ્ટ સામે આવ્યા બાદ પોલીસે તેની સામે કાર્યવાહી શરૂ કરી હતી અને હવે તેની પુણેથી ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે ધર્મરાજ અને શિવ કુમારે લોંકર ભાઈઓની સૂચના પર કામ કર્યું હતું.

Next Article