Antilia Case : સચિન વાઝેને લઇને મીઠી નદી પહોંચી એનઆઇએની ટીમ, મળ્યાં કેટલાંક મહત્વપૂર્ણ પુરાવા

|

Mar 28, 2021 | 5:37 PM

Antilia Case : એન્ટિલીયા કેસમાં તપાસ હેઠળ સચિન વાઝે સાથે રવિવારે એનઆઈએ મીઠી નદી પર પહોંચી હતી. એનઆઈએને નદીમાંથી નંબર પ્લેટ અને ડીવીઆઈ સહિતના ઘણા પુરાવા મળ્યા હતા. એવું માનવામાં આવે છે કે ડીવીઆર નાશ કરી નદીમાં ફેંકી દેવામાં આવ્યું હતું. નદીમાંથી બે સીપીયુ અને હાર્ડ ડિસ્ક ડાઇવર્સ મળી આવ્યા છે.

Antilia Case : સચિન વાઝેને લઇને મીઠી નદી પહોંચી એનઆઇએની ટીમ, મળ્યાં કેટલાંક મહત્વપૂર્ણ પુરાવા
Sachin Waje

Follow us on

Antilia Case : એન્ટિલીયા કેસમાં તપાસ હેઠળ Sachin Waze  સાથે રવિવારે એનઆઈએ મીઠી નદી પર પહોંચી હતી. એનઆઈએને નદીમાંથી નંબર પ્લેટ અને ડીવીઆઈ સહિતના ઘણા પુરાવા મળ્યા હતા. એવું માનવામાં આવે છે કે ડીવીઆર નાશ કરી નદીમાં ફેંકી દેવામાં આવ્યું હતું. નદીમાંથી બે સીપીયુ અને હાર્ડ ડિસ્ક ડાઇવર્સ મળી આવ્યા છે.

એનઆઈએ ગોતાખોરોની મદદથી રવિવારે મીઠી નદીમાંથી બે નંબર પ્લેટ, કમ્પ્યુટર સીપીયુ, હાર્ડ ડિસ્ક અને ડીવીઆર મળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે વાઝે પુરાવાની નાસ કરવા માટે તેને મીઠી નદીમાં ફેંકી દીધા હતા. તપાસ એજન્સી Sachin Waze ને પણ સ્થળ પર લઈ ગઈ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

એવું માનવામાં આવે છે કે આ નંબર પ્લેટ સ્કોર્પિયોની છે અને એન્ટિલિયાના કિસ્સામાં ઇનોવા વપરાય છે. બનાવ બનતા પહેલા બંને વાહનોની નંબર પ્લેટો બદલી નાખી હતી. ડીવીઆર સાકેત કોમ્પ્લેકસ થાણેનું હોય શકે છે જ્યાં સચિન વાઝેનું ઘર છે. વાઝે વિસ્ફોટક પદાર્થવાળી કારની રિકવરી બાદ તેના સોસાયટીના સીસીટીવી ફૂટેજ નાશ કરવા તેના સાથીદારોને મોકલીને ડીવીઆર મેળવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે વાઝેએ પુરાવા નાશ કરવા માટે મીઠી નદીમાં ફેંકી દીધા હતા.

સચિન વાઝે 3 એપ્રિલ સુધી એનઆઈએની કસ્ટડીમાં છે

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મકાન નજીક સ્કૉર્પિયો ગાડીમાં જિલેટીન લાકડી મૂકવાના કેસમાં ધરપકડ કરાયેલા સસ્પેન્ડ પોલીસ અધિકારી સચિન વાઝે 3 એપ્રિલ સુધી એનઆઇએની કસ્ટડીમાં છે. આ અગાઉ તે 25 માર્ચ સુધીમાં એનઆઈએની કસ્ટડીમાં હતા. જે વધારીને 3 એપ્રિલ સુધી કરવામાં આવી છે. એનઆઈએએ 13 માર્ચે સચિન વાઝેની ધરપકડ કરી હતી. આ પહેલા 25 માર્ચની સાંજે એનઆઈએના એક અધિકારી થાણેના રેતી બંદર ક્રીક ખાતે સચિન વાઝે પહોંચ્યા હતાં. જ્યાં ઉદ્યોગપતિ મનસુખ હિરેનની લાશ મળી હતી. મનસુખ હિરેનની પત્નીએ સચિન વાઝે પર આ હત્યામાં ભૂમિકા ભજવી હોવાનો આરોપ લગાવ્યો હતો.

સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા સચિન વાઝે

દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલીયા બહારથી મળી આવેલી કાર અને તેમાંથી મળેલી જીલેટીન સ્ટિકના મુદ્દે એનઆઇ એક પછી એક મોટો ખુલાસા સામે આવી રહ્યા છે. જેમાં એનઆઇએ સીસીટીવી ફૂટેજની તપાસમાં દરમ્યાન માલૂમ કર્યું હતું કે 25 ફેબ્રુઆરીના રોજ સ્કૉર્પિયો કાર ઉભી રાખ્યા બાદ સસ્પેન્ડ પોલીસ અધિકારી સચિન વાઝે કારમાં પત્ર મૂકવાનું ભૂલી ગયા હતા. ઈનોવા કારમાં ફરાર થયા બાદ તેમને ધ્યાનમાં આવ્યું હતું કે તેમજ તે સ્થળ પર પહોંચ્યા અને સ્કૉર્પિયોમાં પત્ર મૂક્યો હતો તેમજ આ દરમ્યાન તે સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.

Next Article