પૂણે ISIS મોડ્યુલ કેસમાં NIAને મળી વધુ એક મોટી સફળતા, છઠ્ઠા આરોપીની ધરપકડ
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ રાજસ્થાનમાં એક કારમાંથી વિસ્ફોટકોની રિકવરી સંબંધિત કેસમાં એપ્રિલ 2022માં નાચનને 'મોસ્ટ વોન્ટેડ' જાહેર કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓએ દેશની શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાના હેતુથી આતંકવાદી કૃત્યો કરવાની યોજના બનાવી હતી.
Mumbai maharastra News : પૂણે ISIS મોડ્યુલ કેસમાં NIAને વધુ એક સફળતા મળી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ શુક્રવારે વિદેશી આતંકવાદી સંગઠન ISISની આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે સક્રિય સંડોવણી બદલ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. મહારાષ્ટ્રના ટેરર મોડ્યુલમાં NIA દ્વારા આ છઠ્ઠી ધરપકડ છે. ધરપકડ કરાયેલા આરોપી શમિલ સાકિબ નાચન પાંચમા ધરપકડ કરાયેલા આરોપી સાકિબ નાચનનો પુત્ર હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો : Maharashtra: જ્યારે શરદ પવારે મહારાષ્ટ્રમાં સૌથી પહેલા સરકાર તોડી પાડી હતી, જાણો તે કિસ્સો
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ રાજસ્થાનમાં એક કારમાંથી વિસ્ફોટકોની રિકવરી સંબંધિત કેસમાં એપ્રિલ 2022માં નાચનને ‘મોસ્ટ વોન્ટેડ’ જાહેર કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓએ દેશની શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાના હેતુથી આતંકવાદી કૃત્યો કરવાની યોજના બનાવી હતી.
2022માં નાચનને ‘મોસ્ટ વોન્ટેડ’ જાહેર કર્યો
થાણેના પઢઘાનો રહેવાસી, આતંકવાદી કૃત્યો કરવા માટે ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) ના નિર્માણ તાલીમ અને પરીક્ષણમાં સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. તે અન્ય પાંચ આરોપીઓ સાથે મળીને કામ કરતો હતો. NIAએ રાજસ્થાનમાં એક કારમાંથી વિસ્ફોટકોની રિકવરી સંબંધિત કેસમાં એપ્રિલ 2022માં નાચનને ‘મોસ્ટ વોન્ટેડ’ જાહેર કર્યો હતો.
બોમ્બ તાલીમ અને ઉત્પાદન વર્કશોપનું પણ આયોજન કર્યું
શમિલ સહિત આ ISIS સ્લીપર મોડ્યુલના સભ્યો પુણેના કોંધવા ખાતેના એક ઘરમાંથી ઓપરેટ કરતા હતા. જ્યાં તેઓએ IEDs એકત્રિત કર્યા અને ગયા વર્ષે બોમ્બ તાલીમ અને ઉત્પાદન વર્કશોપનું પણ આયોજન કર્યું. 3 ઓગસ્ટ 2023 ના રોજ ISIS પુણે મોડ્યુલ કેસમાં NIA દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓએ દેશની શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાના હેતુથી આતંકવાદી કૃત્યો કરવાની યોજના બનાવી હતી.