Ambani: અનંત-રાધિકના લગ્ન પહેલા અંબાણી પરિવારે મુંબઈમાં સમૂહ લગ્નનું આયોજન કર્યું- જુઓ video

|

Jul 02, 2024 | 6:00 PM

Anant-Radhika Wedding: અંબાણી પરિવારે મંગળવારે (2 જુલાઈ) ના રોજ અનંત-રાધિકાના લગ્ન પહેલા મહારાષ્ટ્રના થાણેમાં વંચિત અને ગરીબ વર્ગના લોકો માટે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું, સોનાના દાગીના સહિત રોકળ રકમ આપી ભેંટ

Ambani: અનંત-રાધિકના લગ્ન પહેલા અંબાણી પરિવારે મુંબઈમાં સમૂહ લગ્નનું આયોજન કર્યું- જુઓ video
Ambani

Follow us on

Anant Ambani-Radhika Merchant Wedding: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના 12 જુલાઈના થનારા લગ્ન આ દિવસોમાં ચર્ચામાં છે. મુંબઈમાં યોજાનાર આ હાઈપ્રોફાઈલ લગ્ન પહેલા લગ્ન પહેલાની અનેક ઈવેન્ટ્સ થઈ ચૂકી છે. દરમિયાન, અંબાણી પરિવારે મંગળવારે (2 જુલાઈ) ના રોજ અનંત-રાધિકાના લગ્ન પહેલા મહારાષ્ટ્રના થાણેમાં વંચિત અને ગરીબ વર્ગના લોકો માટે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. અંબાણી પરિવારે મુંબઈથી લગભગ 100 કિલોમીટર દૂર પાલઘર વિસ્તારના 50 થી વધુ વંચિત યુગલો માટે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. લગ્ન સમારોહ થાણેના રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં યોજાયો હતો.

અંબાણી પરિવાર સહિત 800 લોકોએ ભાગ લીધો હતો

સમારોહમાં યુગલોના પરિવારનું પ્રતિનિધિત્વ કરતા અંદાજે 800 લોકોએ હાજરી આપી હતી. આ સમારોહથી શરૂ કરીને, અંબાણી પરિવારે આગામી લગ્નની સીઝન દરમિયાન દેશભરમાં આવા સેંકડો લગ્નોને સમર્થન આપવાનું ચાલુ રાખવાનું વચન આપ્યું હતું. આ સમારોહમાં મુકેશ અંબાણી પોતાની પત્ની નીતા સાથે પોતે પણ હાજર રહ્યા હતા. આ અંગે અંબાણી પરિવાર દ્વારા એક કાર્ડ પણ જારી કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્ન, જેનું આયોજન શરૂઆતમાં પાલઘરમાં સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિરમાં કરવામાં આવ્યું હતું, તે પછીથી થાણે શિફ્ટ કરવામાં આવ્યું હતું.

અંબાણી પરિવાર દ્વારા ઉમદા ઈશારા તરીકે, સમૂહ લગ્નનું આયોજન 2 જુલાઈ, 2024 ના રોજ સાંજે 4:30 વાગ્યે કરવામાં આવ્યું હતું. સમારંભ સુચારુ રીતે અને કોઈપણ વિક્ષેપ વગર ચાલુ રહે તે માટે સ્થળમાં આ ફેરફાર કરવામાં આવ્યો હતો. કાર્ડમાં કહેવામાં આવ્યું હતું કે RIL ચીફ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી પણ આ સમૂહ લગ્ન સમારોહમાં હાજરી આપવાના છે.

અંબાણી પરિવાર યુગલોને આશીર્વાદ આપે છે

નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ તેમના પરિવારના સભ્યો સાથે લગ્ન સમારોહમાં હાજરી આપી હતી અને દંપતીને તેમની હાર્દિક શુભેચ્છાઓ આપી હતી. દરેક યુગલને શુભેચ્છા ભેટ તરીકે મંગળસૂત્ર, વીંટી અને નાકની ચુંક સહિત સોનાના દાગીના ભેટમાં આપવામાં આવ્યા હતા. નવવધૂઓને અંગૂઠાના છલ્લા અને પાયલ જેવા ચાંદીના દાગીના પણ ભેંટમાં આપવામાં આવ્યા

વધુમાં, દરેક કન્યાને તેના ‘સ્ત્રીધન’ તરીકે 1.01 લાખ રૂપિયા (1 લાખ 1 હજાર રૂપિયા)નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. દરેક દંપતીને એક વર્ષ માટે પૂરતી કરિયાણા અને ઘરવખરીની ચીજવસ્તુઓ પણ ભેટમાં આપવામાં આવી હતી, જેમાં 36 પ્રકારની આવશ્યક ચીજવસ્તુઓ, વાસણો, ગેસ સ્ટવ, મિક્સર અને પંખા જેવા ઇલેક્ટ્રિક સામાનનો સમાવેશ થાય છે.

લગ્ન 12મી જુલાઈના રોજ થશે

અનંત અંબાણી 12 જુલાઈ, 2024 ના રોજ મુંબઈમાં એક ભવ્ય સમારોહમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. 29 જૂને એન્ટિલિયામાં અંબાણીના ઘરે ખાનગી પૂજા સમારોહ સાથે લગ્નની ઉજવણીની શરૂઆત થઈ હતી. દંપતીના લગ્નની ઉજવણી એક ભવ્ય પ્રસંગ હતો, જે ભવ્ય અને વિસ્તૃત કાર્યક્રમો માટે અંબાણી પરિવારની પ્રતિષ્ઠા દર્શાવે છે. આ શાહી લગ્નમાં ભારત અને વિદેશમાંથી ઘણી જાણીતી હસ્તીઓ હાજરી આપે તેવી અપેક્ષા છે.

પ્રી-વેડિંગ સેલિબ્રેશનની શરૂઆત ભવ્ય ક્રૂઝ પાર્ટી સાથે થઈ હતી, જે 29 મેના રોજ ઈટાલીમાં શરૂ થઈ હતી અને ફ્રાન્સમાં 1 જૂનના રોજ સમાપ્ત થઈ હતી. માર્ચની શરૂઆતમાં, ગુજરાતના જામનગરમાં એક ભવ્ય પ્રી-વેડિંગ ગાલાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેલિબ્રિટીઓ, ખેલૈયાઓ અને ઉદ્યોગપતિઓ સહિત લગભગ 1,000 મહેમાનોએ હાજરી આપી હતી. આ ઘટનાઓએ ભવ્ય લગ્ન સમારોહની શરૂઆત કરી.

Next Article