Maharashtra: એર ઈન્ડિયાની ફ્લાઈટનું એન્જિન અધવચ્ચે જ બંધ થયું, મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

|

May 20, 2022 | 5:11 PM

એરક્રાફ્ટમાં (Aircraft) ટેક્નિકલ સમસ્યાના કારણે તેનું એક એન્જિન હવામાં બંધ થઈ ગયું હતું. એર ઈન્ડિયાના (Air India) પ્રવક્તાએ જણાવ્યું હતું કે મુસાફરોને અન્ય વિમાન દ્વારા તેમના ગંતવ્ય બેંગલુરુ મોકલવામાં આવ્યા હતા.

Maharashtra: એર ઈન્ડિયાની ફ્લાઈટનું એન્જિન અધવચ્ચે જ બંધ થયું, મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Air India (File Image)

Follow us on

એર ઈન્ડિયાના A320neo એરક્રાફ્ટનું શુક્રવારે મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું (Air India Flight emergency Landing). ટાટા ગ્રૂપ દ્વારા સંચાલિત એરલાઇનનું આ એરક્રાફ્ટ ટેકઓફ બાદ મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર પરત ફર્યું હતું. એરક્રાફ્ટમાં ટેકનિકલ સમસ્યાના કારણે તેનું એક એન્જિન હવામાં બંધ થઈ ગયું હતું. એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મુસાફરોને અન્ય વિમાન દ્વારા તેમના ગંતવ્ય બેંગલુરુ મોકલવામાં આવ્યા હતા. એરક્રાફ્ટમાં ટેક્નિકલ સમસ્યાના કારણે તેનું એક એન્જિન હવામાં બંધ થઈ ગયું હતું. એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મુસાફરોને અન્ય વિમાન દ્વારા તેમના ગંતવ્ય બેંગલુરુ મોકલવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન આ ઘટનાની તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ, A320neo એરક્રાફ્ટના પાયલટને સવારે 9:43 વાગ્યે છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી પ્લેન ઉડાન ભર્યાની થોડીવાર બાદ એન્જિનમાં ખામીની ચેતવણી મળી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે એન્જિન બંધ થઈ જતાં વિમાન સવારે 10.10 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર પાછું લેન્ડ થયું હતું.

સ્પાઈસ જેટની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ પણ કરવામાં આવ્યું હતુ

આ પહેલા ગુરુવારે દિલ્હીથી શિરડી જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ ખરાબ હવામાન અને ટેકનિકલ ખામીને કારણે શિરડીમાં ઉતરી શકી ન હતી. ઘણી કોશિશ બાદ પણ જ્યારે શિરડીમાં લેન્ડિંગ ન થઈ શક્યું ત્યારે પાયલટે ફ્લાઈટને મુંબઈ લાવીને લેન્ડ કરાવ્યું. વિમાને દિલ્હીથી બપોરે 2.50 કલાકે ઉડાન ભરી હતી. સાંજે 4.30 કલાકે શિરડી ઉતરવાનું હતું. પરંતુ શિરડીમાં ખરાબ હવામાનને કારણે વિમાને શિરડી એરપોર્ટના બે ફેરા કર્યા. આ પછી પાયલોટે તેને શિરડીથી રાજધાની મુંબઈ તરફ વાળ્યું.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

દોહાથી બેંગ્લોર જતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

અગાઉ, કતારની રાજધાની દોહાથી બેંગલુરુ જતી ફ્લાઈટનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ઈમરજન્સી લેન્ડિંગ ન તો ફ્લાઈટમાં કોઈ ટેકનિકલ ખામીને કારણે થયું હતું કે ન તો કોઈની તબિયત બગડવાના કારણે અને ન તો ખરાબ હવામાનને કારણે કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે, ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ આવા કેટલાક કારણોસર કરવામાં આવે છે. પરંતુ આ કિસ્સામાં, એક દારૂડિયા દ્વારા દોહા-બેંગલુરુ ફ્લાઇટમાં હંગામાને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

નશામાં ધૂત એક વ્યક્તિએ ફ્લાઈટમાં એટલી હદે અંધાધૂંધી મચાવી દીધી કે ફ્લાઈટને તેના ગંતવ્ય પહેલા મુંબઈમાં લેન્ડ કરવાની ફરજ પડી. મળતી માહિતી મુજબ, એક નશામાં ધૂત પેસેન્જરે ફ્લાઈટમાં હંગામો મચાવ્યો હતો. તેને મનાવવાના લાખ પ્રયાસો થયા, પરંતુ તેણે હંગામો મચાવવાનું ચાલુ રાખ્યું.

Next Article