Monsoon in Maharashtra: મહારાષ્ટ્રના મરાઠાવાડમાં 11 જૂને પહોંચશે ચોમાસું, મુંબઈમાં ક્યારે આપશે દસ્તક?

વિદર્ભ, ઉત્તર મહારાષ્ટ્રમાં (Maharashtra News) પણ 11 જૂન સુધીમાં ચોમાસાની આગાહી કરવામાં આવી છે. ગયા વર્ષે આ વિસ્તારોમાં ચોમાસા (Monsoon) માટે 10 જુલાઈ સુધી રાહ જોવી પડી હતી.

Monsoon in Maharashtra: મહારાષ્ટ્રના મરાઠાવાડમાં 11 જૂને પહોંચશે ચોમાસું, મુંબઈમાં ક્યારે આપશે દસ્તક?
Monsoon in Maharashtra (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2022 | 8:52 PM

દેશના અન્ય ભાગોની જેમ આ વખતે મહારાષ્ટ્રમાં (Maharashtra) પણ ચોમાસું જલ્દી આવી જશે. આ વખતે ચોમાસું મુંબઈમાં 6 જૂને પહોંચશે. 11મી જૂને મરાઠાવાડા વિસ્તારમાં આવશે. વધતી ગરમીમાં રાહતની આશા સાથે ગઈકાલે (16 મે, સોમવાર) ચોમાસાએ અંદમાનમાં દસ્તક આપી હતી. લગભગ છ દિવસ પહેલા ચોમાસું આવી ગયું છે. હવે ચોમાસું કેરળમાં 27મી મેના રોજ દસ્તક આપશે. હવે મહારાષ્ટ્ર પણ ચોમાસાને આવકારવા તૈયાર છે. અંદમાનમાં ચોમાસાના વહેલા આગમનને કારણે મહારાષ્ટ્રમાં ચોમાસાના વહેલા સ્વાગતની તૈયારીઓ અને રાહ જોવાઈ રહી છે. જો સ્થિતિ આવી જ રહી તો 6 જૂને મુંબઈમાં અને 11 જૂને મરાઠાવાડ વિસ્તારમાં ચોમાસાનું આગમન થવાની શક્યતા છે.

વિદર્ભ, ઉત્તર મહારાષ્ટ્રમાં પણ 11 જૂન સુધીમાં ચોમાસાની આગાહી કરવામાં આવી છે. ગયા વર્ષે આ વિસ્તારોમાં ચોમાસા માટે 10 જુલાઈ સુધી રાહ જોવી પડી હતી. તેની સરખામણીમાં આ વખતે ચોમાસાનું આગમન એક મહિના અગાઉથી શક્ય બનશે.

મહારાષ્ટ્રમાં આગામી 3 દિવસ સુધી 9 જિલ્લાઓમાં મુશળધાર વરસાદ પડશે

આ દરમિયાન હવામાન વિભાગે મહારાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સુધી મુશળધાર વરસાદના સંકેત આપ્યા છે. મહારાષ્ટ્રના 9 જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેવી જ રીતે હવામાન વિભાગે આગામી બે દિવસમાં કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે. મહારાષ્ટ્રના જે નવ જિલ્લાઓમાં 16થી 19 મે દરમિયાન મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમાં પશ્ચિમ મહારાષ્ટ્ર સહિત મરાઠાવાડ અને કોંકણના મહત્વના જિલ્લાઓનો સમાવેશ થાય છે. જેમાં કોંકણના રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લાઓ, મરાઠાવાડાના પરભણી, હિંગોલી, નાંદેડ, લાતુર અને પશ્ચિમ મહારાષ્ટ્રના કોલ્હાપુર, સતારા અને સાંગલી જિલ્લાઓ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ઉત્તર પૂર્વના 7 રાજ્યોમાં પ્રિ-મોન્સુન વરસાદની આગાહી

પશ્ચિમ બંગાળ અને ઉત્તર પૂર્વના 7 રાજ્યોમાં આગામી 5 દિવસમાં જોરદાર પ્રી-મોન્સુન વરસાદની અપેક્ષા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદ માટે સાનુકૂળ સ્થિતિને કારણે ભેજવાળા પવનો ઝડપથી ફૂંકાઈ રહ્યા છે. આથી અનેક જગ્યાએ ગાજવીજ અને વાદળોના ગડગડાટ સાથે મુશળધાર વરસાદની શક્યતા છે. 40થી 50 કિલોમીટરની ઝડપે જોરદાર પવન પણ ફૂંકાશે.

ઉલ્લેખનીય છે કે ચોમાસાને ધ્યાનમાં રાખીને બીએમસી દ્વારા પાણીના નિકાલ માટે તૈયારીઓ પણ શરૂ કરી દેવાય છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે મોટાભાગનું કામ પુરું પણ કરી દેવામાં આવ્યું છે.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">