Maharashtra: નાના પટોલેના નિવેદન બાદ રાજકારણ ગરમાયુ, શિવસેના સાંસદ સંજય રાઉતે આપી આ પ્રતિક્રિયા

મમતા બેનર્જી જ્યારે મુંબઈ આવ્યા ત્યારે પણ નાના પટોલેએ આવી જ પ્રતિક્રિયા આપી હતી. મમતા બેનર્જીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યુ હતુકે, વિદેશમાં અડધો સમય વિતાવવાથી રાજકારણ નથી થતું.

Maharashtra: નાના પટોલેના નિવેદન બાદ રાજકારણ ગરમાયુ, શિવસેના સાંસદ સંજય રાઉતે આપી આ પ્રતિક્રિયા
Sanjay Raut - Shiv Sena
| Edited By: | Updated on: Feb 21, 2022 | 3:27 PM

Maharashtra: શિવસેનાના (Shiv Sena) વરિષ્ઠ નેતા સંજય રાઉતે (Sanjay Raut) કહ્યું કે, અમે ક્યારેય એવુ નથી કહ્યું કે કોંગ્રેસ (Congress) વિના રાજકીય મોરચો બનાવવામાં આવશે. જે સમયે મમતા બેનર્જીએ રાજકીય મોરચાનું સૂચન કર્યું હતું તે સમયે શિવસેના એ પહેલો રાજકીય પક્ષ હતો, જેણે કોંગ્રેસને સાથે લેવાની વાત કરી હતી. KCRમાં દરેકને સાથે લઈને નેતૃત્વ કરવાની ક્ષમતા છે.

ઉલ્લેખનીય છે કે તેલંગાણાના મુખ્યપ્રધાન અને TRS પાર્ટીના વડા ચંદ્રશેખર રાવે રવિવારે મુંબઈમાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી.આ સાથે તેઓ NCP ચીફ શરદ પવારને પણ મળ્યા હતા, પરંતુ કોંગ્રેસના કોઈ નેતાને મળ્યા નહોતા. ભલે તેઓ કોંગ્રેસના કોઈ નેતાને મળ્યા ન હોય, પરંતુ તેમણે ભાજપ સામે રાષ્ટ્રીય સ્તરે ગઠબંધન બનાવવાના હેતુથી કોંગ્રેસ વિશે કોઈ નિવેદન પણ કર્યું નથી.

2024માં ભાજપ વિરુદ્ધ ગઠબંધનની યોજનામાં કોંગ્રેસ બાકાત

એટલે કે એ સ્પષ્ટ છે કે 2024માં ભાજપ વિરુદ્ધ ગઠબંધનની તેમની યોજનામાં કોંગ્રેસ સામેલ નથી. કોંગ્રેસના સવાલ પર રાઉતે કહ્યું કે હાલમાં અમારી બેઠકથી શરૂઆત થઈ છે. અમે દેશના સમાન વિચાર ધરાવતા નેતાઓ સાથે ચર્ચા કરીશું. ત્યારે આના પર મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેની પ્રતિક્રિયા સ્વાભાવિક હતી. તેણે કહ્યું કે તમે ગમે તેટલી મહેનત કરો. કોંગ્રેસ ન હોત તો ભાજપ સામે ગઠબંધનનો પ્રયાસ સફળ ન થઈ શક્યો હોત.

UPAનું અસ્તિત્વ ક્યાં છે?

મમતા બેનર્જી જ્યારે મુંબઈ આવ્યા ત્યારે પણ નાના પટોલેએ આવી જ પ્રતિક્રિયા આપી હતી. મમતા બેનર્જીએ એમ પણ કહ્યું હતું કે અત્યારે UPAનું અસ્તિત્વ ક્યાં છે? રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું હતુ કે વિદેશમાં અડધો સમય વિતાવવાથી રાજકારણ નથી થતું. બીજી તરફ નાના પટોલેએ કહ્યું કે પ્રાદેશિક પક્ષો કોંગ્રેસને ભાજપ સામે વિકલ્પ આપવા બદલ તેમની હકાલપટ્ટી કરી શકે નહીં. કોંગ્રેસની આગેવાની હેઠળ સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (UPA) ભાજપનો એકમાત્ર વિકલ્પ છે.

 

આ પણ વાંચો : Maharashtra: ભાજપના આ ધારાસભ્ય સહિત 35 અન્યની વિરૂદ્ધ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ નોંધાયો કેસ