CBI પછી હવે ઈડીના રડારમાં મુંબઈના પૂર્વ કમિશ્નર સંજય પાંડે, નોંધાયો કેસ

|

Jul 14, 2022 | 5:58 PM

સંજય પાંડે પર 2009 અને 2017 વચ્ચે NSEના કેટલાક કર્મચારીઓના ફોન ટેપિંગના મામલે કેસ નોંધવામાં આવ્યો છે. નિવૃત્ત IPS અધિકારી પર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

CBI પછી હવે ઈડીના રડારમાં મુંબઈના પૂર્વ કમિશ્નર સંજય પાંડે, નોંધાયો કેસ
Sanjay Pandey (File Image)

Follow us on

મુંબઈના (Mumbai) પૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેની (Sanjay Pandey) મુશ્કેલી વધી ગઈ છે. ઈડીએ NSEના કેટલાક કર્મચારીના ગેરકાયદેસર ફોન ટેપિંગ મામલે માહિતી અહેવાલ દાખલ કર્યો. તે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના અધિકારીઓના ગેરકાયદેસર ફોન ટેપિંગ અંગે ગૃહ મંત્રાલયના સંદર્ભમાં સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી FIR પર આધારિત છે. પાંડે ઉપરાંત એનએસઈના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ ચિત્રા રામકૃષ્ણ અને અન્ય અધિકારીઓને પણ આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે. 1986 બેચના IPS અધિકારી, જેઓ 30 જૂને નિવૃત્ત થયા હતા, તેમણે એપ્રિલ 2021 થી ફેબ્રુઆરી 2022 સુધી મહારાષ્ટ્રના કાર્યવાહક પોલીસ મહાનિર્દેશક તરીકે પણ સેવા આપી હતી.

સીબીઆઈએ આ એક્ટ હેઠળ કરી કાર્યવાહી

સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ પીએમએલએ એક્ટ (Prevention of Money Laundering Act)ની ફોજદારી જોગવાઈઓ હેઠળ આ તમામ સામે કેસ નોંધ્યો છે. તમને જણાવી દઈએ કે સીબીઆઈએ પણ ગત અઠવાડિયે આરોપીઓ વિરુદ્ધ આ સંબંધિત એક મામલે કેસ નોંધ્યો હતો. તમને જણાવી દઈએ કે આ મામલામાં સીબીઆઈએ આરોપ લગાવ્યો હતો કે નારાયણ અને રામકૃષ્ણએ મુંબઈના નિવૃત્ત પોલીસ કમિશનર સંજય પાંડેની એક કંપનીને શેરબજારના કર્મચારીઓના ફોન કોલ્સને ગેરકાયદેસર રીતે ઈન્ટરસેપ્ટ કરવા માટે રોક્યા હતા.

અગાઉ CBI અને હવે ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા સંજય પાંડે, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ DGP, તેમની દિલ્હી સ્થિત કંપની, NSE ના પૂર્વ MD અને CEO ચિત્રા રામકૃષ્ણ, રવિ નારાયણ, કાર્યકારી ઉપાધ્યક્ષ રવિ વારાણસી અને NSE પ્રિમાઈસીસ હેડ મહેશ હલ્દીપુરને પોતપોતાના કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે EDને ગુપ્ત દેખરેખ હેઠળ કથિત અનિયમિતતાઓ વિશે જાણ થઈ હતી ત્યારબાદ તેણે ગૃહ મંત્રાલય (MHA)ને જાણ કરી હતી. જે બાદ આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

શું છે NSE કો-લોકેશન કૌભાંડ

Next Article