‘બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થશે સલમાનની હાલત’, મુંબઈ પોલીસને મળ્યો ધમકીભર્યો મેસેજ, 5 કરોડ રૂપિયા પણ માગ્યા

બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી એકવાર ધમકી મળી છે. આ ધમકીભર્યો મેસેજ મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર આવ્યો છે. મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો નજીકનો ગણાવ્યો છે.

બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થશે સલમાનની હાલત, મુંબઈ પોલીસને મળ્યો ધમકીભર્યો મેસેજ, 5 કરોડ રૂપિયા પણ માગ્યા
| Updated on: Oct 18, 2024 | 8:46 AM

બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી એકવાર ધમકી મળી છે. મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો નજીકનો ગણાવ્યો છે. કહેવામાં આવ્યું છે કે આ ધમકીને હળવાશથી ન લો, નહીં તો સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થઈ જશે. ધમકી મળ્યા બાદ મુંબઇ પોલીસ એલર્ટ થઇ ગઇ છે અને સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

મુંબઈ ટ્રાફિક પોલીસને મળ્યો મેસેજ

બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી એકવાર ધમકી મળી છે. આ ધમકીભર્યો મેસેજ મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર આવ્યો છે. મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો નજીકનો ગણાવ્યો છે. આ મેસેજમાં સલમાન ખાન પાસેથી લોરેન્સ બિશ્નોઈ સાથેની તેની લાંબા સમયથી ચાલી રહેલી દુશ્મનીનો અંત લાવવા માટે 5 કરોડ રૂપિયાની માગ કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે આને હળવાશથી ન લો નહીં તો સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થઈ જશે.

થોડા મહિના પહેલા સલમાન ખાનના ઘર બહાર કર્યો હતો ગોળીબાર

લોરેન્સ બિશ્નોઈ અને સલમાન ખાન વચ્ચેની દુશ્મની ઘણી જૂની છે. આ ટોળકી અવારનવાર જાનથી મારી નાખવાની ધમકી આપે છે. થોડા મહિના પહેલા લોરેન્સ ગેંગના સાગરિતોએ પણ તેના ઘરની બહાર ગોળીબાર કર્યો હતો. બાબા સિદ્દીકીની હત્યાને પણ સલમાન સાથે જોડવામાં આવી રહી છે. બાબા સિદ્દીકી સલમાન ખાનના સારા મિત્ર હતા. સલમાન ખાન પહેલાથી જ બિશ્નોઈ ગેંગના નિશાના પર છે અને બાબા સિદ્દીકીની હત્યા બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે લોરેન્સ ગેંગે બાબા સિદ્દીકીની હત્યા કરી છે પરંતુ સલમાન ખાનને ડરાવી રહી છે.

સલમાનના ઘરની બહાર સુરક્ષા વધારાઇ

બાબા સિદ્દીકીની હત્યા બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે લોરેન્સ ગેંગે બાબા સિદ્દીકીની હત્યા કરી છે પરંતુ સલમાન ખાનને ડરાવી રહી છે. બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.